પોસ્ટ્સ

ઑગસ્ટ, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હિંડોળા ઉત્સવ નું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

છબી
હિંડોળા ઉત્સવ: આનંદનો રંગીન પ્રવાસ હિંડોળા ઉત્સવ, પુષ્ટિમાર્ગના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો અમૂલ્ય ભાગ છે. આ ઉત્સવનું પુષ્ટિમાર્ગમાં ઐતિહાસિક મહત્વ બહુ જ ગહન છે, જે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ની ભક્તો ની ભક્તિ અને પ્રેમ નું સૂચન કરે છે.  હિંડોળા ઉત્સવની પરંપરા આશરે 500 વર્ષ પહેલા પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. હિંડોળા શ્રાવણ(વ્રજ) સુદ એકમ  થી ભાદરવા(વ્રજ) સુદ એકમ સુધી એમ ૩૨ દિવસ ચાલે છે. આ ૩૨ દિવસ પ્રભુ ચાર ભાવ થી હિંડોળા માં ઝૂલે છે.આઠ દિવસ નંદલાય ના ભાવ થી , આઠ દિવસ ગિરિરાજી ના ભાવ થી , આઠ દિવસ યમુનાપુલિન ના ભાવ થી અને આઠ દિવસ વન નિકુંજ ના ભાવ થી હિંડોળા માં ઝૂલે છે. ભક્તો ભગવાન શ્રીઠાકોરજી હિંડોળામાં બિરાજાવી, તેમના આનંદમય સ્વરૂપની ઝાંખી કરે છે. આ રીતે, હિંડોળા ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણની કિશોરલીલાની મીઠાશ અને આનંદને ઉજાગર કરે છે. પુષ્ટિમાર્ગમાં હિંડોળા ઉત્સવનું વિશેષ મહત્વ છે. હિંડોળા ના આરંભ અને વિજય ના દિવસે સુરંગ ના હિંડોળા આવે છે. આ ઉત્સવના સમયે, હિંડોળામાં  ખૂબ જ વિશિષ્ટ સજાવટ કરવામાં આવે છે. આ હિંડોળામાં રંગીન કાપડ, મોરપંખો, સુગંધિત પાણીઓ, અને સુ