પોસ્ટ્સ

MAHAPRABHUJI MOVIE લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ના થયા હોત તો ?

  ઘણી વખત આપણા સૌના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જો શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી પ્રકટ જ ન થયા હોત તો ભૂતલને કેવી ખોટ જાત ? ચાલો.... વિગતે સમજીએઃ   ( ૧) સામાન્ય રીતે ભક્તિ અને શૃંગાર એકમેકના વિરોધી ગણાય છે. તેનું ઐક્ય શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સાધ્યું છે તેવું અન્ય કોઇપણ સંપ્રદાયના   આચાર્યોએ સાધ્યું નથી. શ્રીપ્રભુ  શૃંગારરૂપ છે. તેમજ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક   પણ છે એમ શ્રીરાસપંચાધ્યાયીમાં , શ્રીસુબોઘીનીજીમાં , શ્રી વેણુ ગીતમાં તેમજ અન્ય ઘણી જગ્યાએ તેત્તરીય ઉપનિષદ તેમજ અન્ય ઉપનિષદોના આધારે સિદ્ધ થયુ છે. ( ૨) જો શ્રીવલ્લભાચાર્યજી  પ્રગટ   ન થયા હોત તો કામદેવ બેઠો બેઠો રડ્યા કરત અને આ પૃથ્વી ઉપરના સર્વ ધર્મો ઓઘડપંથી હોત. સૌંદર્ય   વિહીન અને કલાવિહીન હો ત. વિષયા નંદ   અને ભજ નાનંદ નું તારતમ્ય મનુષ્યો સમજ્યા જ ન હોત. ઘરમાં રહીને સ્વધર્મનું આચરણ કરીને જીવન   વ્યતિત કરવાની વાત માત્ર શ્રીવલ્લભાચાર્યજી જ કરી શકે.   ( ૩) કર્મમાર્ગનું પણ ખરું સ્વરૂપ શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સમજાવ્યું છે તેવું બીજા કોઇએ સમજાવ્યું નથી. શ...

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૫)

છબી
શ્રીવલ્લભનો પરિવાર : ત્રીજી ભારતયાત્રા પછી શ્રીવલ્લભે સ્થિરવાસ કર્યો. અલ્હાબાદ પાસે ગંગા-યમુના સંગમ-સ્થાનની નજીક ઊંચી ટેકરી જેવો વનપ્રદેશ હતો. કુદરતી સૌંદર્યથી શોભતી એ ભૂમિ દિવ્ય, એકાંત અને શાંત હતી. ત્યાં અડેલ નામનું રમણીય સ્થાન હતું. ત્યાં ઝૂંપડી બાંધી શ્રીવલ્લભે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. ત્યારે તેમની વય એકત્રીસ વર્ષની હતી.એક દિવસ તેમનાં વહુજી શ્રીમહાલક્ષ્મીજીએ કહ્યું હમણાં થોડા દિવસથી હું સેવા કરું છું, ત્યારે શ્રીઠાકોરજી મારી સામે જોઇ મંદ હાસ્ય કરે છે, અને પછી શરમાઇ જઇ નીચી નજર કરે છે. આવું કેમ કરતા હશે? શ્રીમહાપ્રભુજીએ કહ્યું : આપણા ઉપર નજીકના ભવિષ્યમાં શ્રીઠાકોરજી કૃપા કરવાના છે, તેનો આ શુભ સંકેત છે, તમારી કુખે શ્રીઠાકોરજી પ્રગટ થશે. આ જાણી શ્રીમહાલક્ષ્મીજી ઘણાં પ્રસન્ન થયાં. ત્યારબાદ ઈ.સ.૧૫૧૦ ના ભાદરવા વદ બારસના શુભ દિવસે અડેલમાં શ્રીવલ્લભને ત્યાં પ્રથમ લાલનું પ્રાગટ્ય થયું. સૌના હ્રદયમાં કૃષ્ણજન્મોત્સવનો આનંદ છવાઇ ગયો. સૌને એમ જ લાગ્યું, કે જેમ શ્રીનંદરાયજીને ત્યાં પહેલાં શ્રીબળદેવજી પધાર્યા, તેમ અહીં પણ શ્રીપ્રભુ પધાર્યા છે. શ્રીમહાપ્રભુજીએ આ પુત્રનું નામ શ્રીગોપીનાથજી પાડ્યું...

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૪)

છબી
બીજી ભારતયાત્રા : પહેલી ભારતયાત્રા પૂરી કરીને શ્રીવલ્લભ પોતાના વતન કાંકવાડ પધાર્યા. ત્યાં કુટુંબ સાથે થોડા દિવસ રહ્યા. વડીલોની મિલકતની વહેંચણી કરી, પોતે માત્ર શ્રીશાલિગ્રામજી, શ્રીમુકુંદરાયજી અને મદનમોહનજીના સ્વરૂપ તથા શ્રીભાગવતની પોથી માંગી લીધાં. ઘર, ધન વગેરેમાં કોઇ ભાગ માગ્યો નહીં. ત્યાંથી આપ પોતાના મોસાળ વિજયનગર ગયા. ત્યાંથી માતાને લઇ કાશી પધાર્યા. માતાની ઇચ્છા એકાંત, શાંત સ્થળમાં રહેવાની હતી, તેથી પ્રયાગમાં શ્રીયમુનાજીના સામા કિનારે આવેલા અડેલ નામના ગામમાં ઝૂંપડી બનાવી, ત્યાં કાયમી નિવાસ કર્યો. ત્યાં આપશ્રીએ સુબોધિની નું લેખનકાર્ય આગળ વધાર્યું. ઝારખંડ : બે વર્ષ બાદ સંવત ૧૫૫૪માં આપ બીજી ભારતયાત્રાએ નીકળ્યા, આ વખતે આપની સાથે આપના ચાર-પાંચ સેવકો હતા. યાત્રા દરમ્યાન આપ બિહારમાં આવેલા ઝારખંડ નામના પ્રદેશમાં હતા, ત્યારે ત્યાં પ્રભુએ આપશ્રી સાક્ષાત્ દર્શન આપીને આજ્ઞા કરી કે હું વ્રજમાં શ્રીગિરિરાજ પર્વતમાંથી પ્રગટ થયો છુ. મારું નામ શ્રી ગોવર્ધનનાથ છે. મને અહીં સૌ દેવદમન કહે છે. આપ વ્રજમાં આવો. મને પર્વતમાંથી મંદિરમાં પધરાવી, મારી સેવા શરૂ કરો. શ્રીવલ્લભ જગન્નાથપુરી જઇ રહ્યા હતા, તે યાત્ર...

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૩)

છબી
  પ્રથમ ભારતયાત્રા   લક્ષ્મણભટ્ટજીને જ્યોતિષ વિદ્યાનુ ઊંડું જ્ઞાન હતું. તેમને ખબર પડી હતી , કે તેમનો જીવનકાળ પૂરો થવા આવ્યો છે. તેમણે બધી મિલકત ભાઈ અને પુત્રોને વહેંચી આપી. શ્રીવલ્લભને આચાર્યપદ પ્રાપ્ત કરી , ભક્તિમાર્ગનો વિસ્તાર કરવાની શિખામણ આપી. ઇ.સ.૧૪૮૮ માં (સંવત ૧૫૪૫માં) તેઓ તિરૂપતિ બાલાજીમાં હરિશરણ થયા. ત્યારબાદ અગિયાર વર્ષની કિશોરવયમાં શ્રીવલ્લભે ભારતની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. કાકા , માતા તથા મોટાભાઇને મનાવી , તેમની આજ્ઞા લીધી. પિતાના ચાર વિદ્વાન શિષ્યોને સાથે લીધા. આપે આજીવન સીવેલું વસ્ત્ર ધારણ ન કરવાનો નિશ્ચય કર્યો. આપ કેવળ સફેદ ધોતીઉપરણો જ ધારણ કરતા. આપે ચરણમાં પાદુકા પણ ન પહેરવાનો સંકલ્પ કર્યો. આપ ખુલ્લા ચરણે ચાલતા. શ્રીઠાકોરજીના ઝાંપીજી પોતાના મસ્તકે મૂકી ચાલતા. સામાન્ય રીતે ગામ બહાર જલાશયના કિનારે વૃક્ષ નીચે જ મુકામ કરતા. જાતે જ રસોઇ બનાવી , શ્રીઠાકોરજીને ભોગ ધરી , ભોજન કરતા. તીર્થસ્થાનમાં શ્રીભાગવતનું પારાયણ કરતા , સ્થાનિક વિ દ્વાનો સાથે શાસ્ત્રચર્ચા કરતા. પોતાનો બ્રહ્મ વાદનો સિદ્ધાંત તેમના ગળે ઉતરાવતા. માયાવાદનું ખંડન કરતા. તેમના શરણે આવનારને શ્રીઅષ્ટ...

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૨)

છબી
પ્રાકટય  શ્રી વલ્લભાચાર્યજીના પિતા લક્ષ્મણુ ભટ્ટજી અને તેમનાં માતા ઇલ્લમાગારું કાશીમાં રહેતા હતાં.  ત્યાં લાંબો કાળ રોકાઇને , તેઓ પોતાના દેશમાં જવાને તૈયાર થયાં હતાં. કાશી છોડવાની તેમની ઇચ્છા નહેાતી, પરંતુ કાશી પર યવનો ચઢી આવે છે એ સમાચાર સાંભળ્યા પછી  શ્રી ભટ્ટજી પેાતાના કુટુંબ સાથે વતન જવા નીકળી પડ્યા. તેમના યજમાન કૃષ્ણદાસે તથા કાશીના બ્રાહ્મણોએ તેમને ભાવભીની વિદાય આપી. શુભ સમય  માં તેમણે પોતાના વતન જવા પ્રયાણ કર્યું.  માર્ગમાં શ્રી ઇલ્લમાગારૂની તબીયત નરમ થઇ, શ્રીઇલ્લમાગારુને માર્ગના શ્રમથી અધૂરા માસે પ્રસવ થયો હતા. તેમણે આઠ માસે એક બાળકને જન્મ આપ્યો. તે બાળક નિશ્ચેતન દશામાં હોવાથી, તેમને એક ઝાડની બખોલમાં સાચવીને મુકી દીધા. તેઓ ભટ્ટજી પાસે આવ્યા. રડતાં-રડતાં બધા સમાચાર કહ્યા. ભટ્ટજીએ તેમને આશ્વાસન આપ્યું. ઇલ્લમાગારૂજી ખૂબ અશક્ત થઈ ગયા હતાં, પરંતુ ઘોર જંગલમાં આખી રાત રોકાવું જોખમભર્યું હતું. તેથી સૌ ધીમે ધીમે ભગવાનના ભરોસે આગળ ચાલ્યા.  પાછલી રાતે એક ગામ આવ્યું તે ચૌડાનાગર હતું. ભટ્ટજીને ચૌડાનગરના દીવાન કૃષ્ણદાસ યાદ આવ્યા. તેઓ પરિવારને લઈને તેમને ઘરે ...

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૧)

છબી
મહાપ્રભુજી ના પૂર્વજો                આંધ્ર દેશમાં વ્યોમ સ્તંભ નામે પાર્વતી પાસે કૃષ્ણા નદીને દક્ષિણ કિનારે કાકરવાડ નામે બ્રહ્મણોનું મોટું નગર હતું. તેમાં આચાર્યજીના પૂર્વજો રહેતા હતા. તેમનું કુળગોત્ર ભારદ્વાજ અને તેમના વૈદની શાખા તૈત્તિરીય ગણાતી હતી. તેમનાં કુળદેવી રેણુકા હતાં. આ કુળ પરાપૂર્વથી શ્રીબાળગોપાલની ભક્તિ કરતું હતું. તેમજ તેમના કુળમાં અનેકસોમયાગો થયા હતાં. વેદને આધારે તેઓ નિત્યનિયમિત અગ્નિહોત્ર પણ કરતા હતા. અને તે કુળે વેદની દીક્ષા લીધી હતી, તેથી તે દીક્ષિત કુળ તરીકે પ્રસિદ્ધ થયું હતું. યજ્ઞનારાયણ ભટ્ટઃ- આચાર્યશ્રીની આઠમી પેઢીએ જે પુરુષ થયા, તેમનું નામ ગોવિંદાચાર્ય હતું, તેમના પુત્રનું નામ વલ્લભ દીક્ષિત. તેમના પુત્ર યજ્ઞનારાય ભટ્ટ વિષે જાણવા જેવી હકિક્ત મળી આવે છે. વેદધર્મ ને અનુસરી તેમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું. તેમણે મોટી ઉંમરે દેવપુરના સુધર્મો નામે પવિત્ર બ્રાહ્મણની નર્મદા નામની કન્યા સાથે લગ્ન કર્યું હતું. આ ધાર્મિક યુગલનું જીવન આદર્શમય હતું. અતિથિ સત્કાર તેમના ગ્રહસ્થ ધર્મનું મૂળ અંગ હતું. દ્રવિડ દેશના વિષ્ણુ મ...