મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૧)

મહાપ્રભુજી ના પૂર્વજો          

 આંધ્ર દેશમાં વ્યોમ સ્તંભ નામે પાર્વતી પાસે કૃષ્ણા નદીને દક્ષિણ કિનારે કાકરવાડ નામે બ્રહ્મણોનું મોટું નગર હતું. તેમાં આચાર્યજીના પૂર્વજો રહેતા હતા. તેમનું કુળગોત્ર ભારદ્વાજ અને તેમના વૈદની શાખા તૈત્તિરીય ગણાતી હતી. તેમનાં કુળદેવી રેણુકા હતાં. આ કુળ પરાપૂર્વથી શ્રીબાળગોપાલની ભક્તિ કરતું હતું. તેમજ તેમના કુળમાં અનેકસોમયાગો થયા હતાં. વેદને આધારે તેઓ નિત્યનિયમિત અગ્નિહોત્ર પણ કરતા હતા. અને તે કુળે વેદની દીક્ષા લીધી હતી, તેથી તે દીક્ષિત કુળ તરીકે પ્રસિદ્ધ થયું હતું.

યજ્ઞનારાયણ ભટ્ટઃ-

આચાર્યશ્રીની આઠમી પેઢીએ જે પુરુષ થયા, તેમનું નામ ગોવિંદાચાર્ય હતું, તેમના પુત્રનું નામ વલ્લભ દીક્ષિત. તેમના પુત્ર યજ્ઞનારાય ભટ્ટ વિષે જાણવા જેવી હકિક્ત મળી આવે છે. વેદધર્મ ને અનુસરી તેમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું. તેમણે મોટી ઉંમરે દેવપુરના સુધર્મો નામે પવિત્ર બ્રાહ્મણની નર્મદા નામની કન્યા સાથે લગ્ન કર્યું હતું. આ ધાર્મિક યુગલનું જીવન આદર્શમય હતું. અતિથિ સત્કાર તેમના ગ્રહસ્થ ધર્મનું મૂળ અંગ હતું. દ્રવિડ દેશના વિષ્ણુ મુનિ નામના સંન્યાસી તેમને ત્યાં અતિથિ તરીકે આવ્યા હતા. આ મહાત્મા ત્યાગની મૂર્તિ હતા અને તેમના મુખમાંથી ભગવન્નામના પ્રવાહ ઝરતો હતો. આ મહાત્માની કૃપા યજમાન પર વરસી અને તેમણે યજ્ઞનારાયણ ભટ્ટને ગાપાળ મંત્રની દીક્ષા આપી. તેઓ નિયમિત શ્રી ગોકુલેશજીની સેવાપૂજા કરતા. ઈશ્વરની કૃપા મેળવવા તેમણે સોમયાગ કરવાનો નિયમ લીધો હતો. દર વર્ષે તેઓ સોમયાગ કરતા અને તેમણે પોતાના જીવનના અંત સુધી, આ નિયમ ચાલુ રાખ્યા. તેમણે આશરે 3૨ સોમયાગ કર્યા હતા. તેમના આ સત્કર્મથી ભગવાન પ્રસન્ન થયા હતા.

એક વખત સોમયજ્ઞમાં શ્રીફળ હોમ્યું. ત્યારે યજ્ઞકુંડમાંથી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો, તે પ્રકાશની વચ્ચે સાક્ષાત્ ભગવાનનાં તેમને દર્શન થયાં ભગવાને વરદાન માગવા કહ્યું. ભટ્ટજીએ વરદાનમાં ભગવાનની ભક્તિ માગી. ભગવાને પ્રસન્ન થઇને આજ્ઞા કરી કેઃ તમારા વંશમાં જ્યારે એકસો સોમયજ્ઞ પૂરા થશે, ત્યારે પુત્રરૂપે હું પોતે પ્રગટ થઇશ.






ગંગાધર ભટ્ટ:-

તેમના પુત્રનું નામ ગંગાધર ભટ્ટ. તેઓ પરમ ધાર્મિક, વિદ્વાન અને સંસ્કારી પુરુષ હતા. તેમનું લગ્ન ગેાણીપુરના તિરૂમલની કાંચી નામની કન્યા સાથે થયું હતું. પિતાશ્રીની ભાવનાને અનુસરીને તેમણે પણ ૨૮ સોમયાગ કર્યાં હતા. પિતાનો વારસો પોતે સાચવી તેમાં વધારો કર્યો, તેથી તેઓ ગંગાધર સોમયાજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમણે મીમાંસાનું રહસ્ય બતાવનાર એક ગ્રંથ પણ રચ્યો હતો.

ગણપતિ ભટ્ટ:-
એમના પુત્ર ગણપતિ ભટ્ટ ઊઁચી કોટિના વિદ્વાન હતા. તેમણે પેાતાના શિષ્યો સાથે દક્ષિણ દેશમાં યાત્રા કરી હતી. તાંત્રિકોનું ત્યાં અતિશય જોર હતુ. તેમના મતનો પરાજય કરી, તેમણે ત્યાં વિજય ધ્વજ રોપ્યો હતો; તેમણે સર્વત્તંત્રનિગ્રહ નામનો ગ્રંથ રચ્યો છે, જેના છેલ્લા શ્લોકમાં આ રીતના નિર્દેશ છે તંત્રો વેદને નહિ માનતા હોવાથી તેમનો મત શિથિલ બને છે, કારણી, વેદ સર્વસંમત છે અને તેની વાણી અપૌરુષેય છે. એ આધારે અમે આ ગ્રંથમાં તંત્રોના વાદનો નિરાસ કરી, વેદમતની સ્થાપના કરી છે.
આ શ્લોકના તાત્પર્ય પરથી લાગે છે; કે ગણુપતિ ભટ્ટ વેદોના પ્રખર અભ્યાસી હતા. તેમણે કુલધને અનુસરી ૩0 સોમયાગ કર્યાં હતા. તેમનાં લગ્ન દક્ષિણ મદુરાના કેશવરામની અંબિકા નામની કન્યા સાથે થયાં હતાં.


બાલ ભટ્ટ:-
આ વિદ્વાન પિતાને ત્યાં જન્મ લેનાર બાલ ભટ્ટ પણ સમર્થ વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથા રચ્યા હતા અને તેથી તેઓ બાલભટ્ટ દશગ્રંથિના નામે પ્રસિદ્ધ થયા હતા. તેમણે ભક્તિ તંત્ર નામના એક સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યો હતા. તેઓ ધર્મપુરીના કાશીનાથની પુર્ણા નામની પુત્રી સાથે પરણ્યા હતા. એમણે પાંચ સામયાગ કર્યો હતા.

લક્ષ્મણ ભટ્ટ:-
બાલભટ્ટ ને ત્યાં લક્ષ્મણ ભટ્ટે જન્મ લીધો હતો. તેમણે ઉત્તમ વિદ્યા સંપાદન કરી હતી; તેમજ કુલ પરંપરાના ધાર્મિક આચારો તેમનામાં સંપૂર્ણ રીતે ઉતરી આવ્યા હતા. તેમનાં લગ્ન વિદ્યાનગરના રાજાના પુરોહિત સુશર્માની ઇલ્લમાગારુ નામની કન્યા સાથે થયાં હતાં. તેમના વારસો જે નગરમાં વસતા હતા, તેના એક રાજાએ નાશ કર્યો એટલે લક્ષ્મણ ભટ્ટજી પેાતે પાસેના અગ્રહાર નામના ગામમાં જઇને વસ્યા હતા. તેમને પ્રથમ રામ કૃષ્ણ નામે પુત્ર તેમજ સરસ્વતી અને સુભદ્રા નામની એ કન્યા થઈ હતી. તેમના પૂર્વજો જે સોમયાગ કરતા હતા, તેની અત્યાર સુધી કુલ સંખ્યા ૯૫ની થઈ હતી; એટલે લક્ષ્મણુ ભટ્ટજીએ ૫ સોમયાગ કરીને પેાતાના પૂર્વજોની ભાવનાને સફળ બનાવી હતી.

પેાતાના પૂર્વજોની સો સોમયાગ કરવાની જે ભાવના હતી, તે સફળ થવાથી શ્રી. લક્ષ્મણ ભટ્ટે કાશીમાં સવા લાખ બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ કર્યો અને તે નિમિત્તે પેાતાના કુટુંબ પરિવાર સહિત તેઓ યાત્રાળુનો વેષ લઇ, તીર્થયાત્રા કરવાને નીકળ્યા હતા. આથી તેઓ પોતાના પરિવારને સાથે લઇ પ્રયાગ જવા નીકળ્યા,રસ્તામાં એક સ્થળે ત્રણ ચાર દિવસનો મુકામ થયો. ત્યાં ભટ્ટજીએ ત્રણ દિવસ સુધીનું વેદનું પારાયણ કર્યુ. પારાયણ પુરું થયું, તે રાતે તેમને સ્વપ્નમાં ફરીથી ભગવાનનાં દર્શન થયાં. ભગવાને આજ્ઞા કરી કેઃ હું હવે બહુ જલદી તમારે ત્યાં પ્રગટ થઈશ. તે વખતે મને આ ઉપરણો ઓઢાડજો. આ તુલસી ની કંઠી મારા કંઠમાં પહેરાવજો. આ પ્રસાદી તાંબૂલ મને જન્મઘૂંટીમાં પાજો. આ જપમાળા મારા માટે રાખજો. ભટ્ટજી જાગ્યા. ત્યારે તેમણે બાજુમાં ચારે અલૌકિક વસ્તુઓ જોઇ. તે તેમનાં પત્નીને સોંપી,બન્નેનો ઉત્સાહ વધ્યો.

તેઓ પ્રયાગ થઇ, કાશીમાં પહોંચ્યા હતા અને ત્યાં ગંગા કિનારે હનુમાન ઘાટ પર એક મકાનમાં ઉતરેલા હતા. આ મકાન કૃષ્ણદાસ નામના શેઠનું હતું અને તેનો ભટ્ટજી ઉપર અત્યંત આદર હતો. ભટ્ટજી કાશીમાં લાંબો વખત સુધી રહ્યા હતા અને તે કાળ દરમિયાન તેમણે પોતાનો સંકલ્પ સફળ કર્યો હતો. ભટ્ટજી અને તેમનાં પત્ની ઇલ્લમાગારુ સંત સમાગમમાં રહેતાં હતાં અને પોતાની ભાવનાને તે ખૂબ જ શુદ્ધ બનાવતા હતા. તેમના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટથી જે સોમાયાગ શરૂ થયા; તે ભટ્ટજીએ સંપૂર્ણ કર્યાં હતા અને તેની પૂર્ણાહુતિમાં સવા લક્ષ બ્રાહ્મણોને પણ જમાડયા હતા. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને જે ગોપાળ મંત્ર મળેલો હતો, તે ગોપાળ મંત્ર કુળ પરંપરાથી ચાલ્યો આવ્ચેા હતેા અને શ્રીગોપાળની મૂર્તિ પણ સુરક્ષિત હતી. તે બંને કુલધર્મનુ ભટ્ટજી સુંદર રીતે પાલન કરતા હતા.

તેમના અતિશય પુણ્ય બળના યોગ તેમજ દીક્ષિત કુળના પ્રતાપની જ્યોતિ અવિરત પ્રકાશતી હતી. કુળરત્ન દીપક વલ્લભાચાર્યજીનો જન્મ આવા પ્રતાપી અને પવિત્ર કુળમાં થયો હતો.

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ