"MAHAPRABHUJI " movie review

જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ

"MAHAPRABHUJI "  movie review

      શ્રીમહાપ્રભુજીના ૫૪૫ માં પ્રાગટ્ય દિવસે જ પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીવલ્લભના જીવન ચરિત્ર વિશેની આંતરરાષ્ટ્રીય  ફીલ્મ રજૂ કરવામાં આવી. આજની યુવા પેઢી જ્યારે બધુ જ ઓનલાઇન કરવા તરફ વળી છે ત્યારે પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમહાપ્રભુજીની બાયોગ્રાફિ માંથી પુષ્ટિમાર્ગનું મહત્વ બહુ જ સારી રીતે જાણી શકાઈ છે. આજની યુવા પેઢીને પુસ્તકો વાંચવા ઓછા ગમે છે ત્યારે બધા જ આ ફીલ્મ જોઈને શ્રીમહાપ્રભુજીના ચરિત્રને જાણી શકે છે. ફકત યુવા પેઢી જ નહી પરંતુ બધા જ વૈષ્ણવોને  આ ફિલ્મ એક અલૌકિક અનુભવ કરાવે છે, કારણ કે આ ફિલ્મમાં મહાપ્રભુજીના ચરિત્ર વિશે, એમના સિદ્ધાંતો, એમના કાર્યોના અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના મૂળભૂત મુદાઓને બખૂબી દર્શાવ્યું છે.

      મહાપ્રભુજીના ચરિત્ર પર કેન્દ્રિત ફિલ્મમાં દર્શાવેલા location અને characters આપણેને ૫૦૦ વર્ષ પહેલાં બનેલા અલૌકિક પ્રસંગોનો જીવંત અનુભવ કરાવે છે જે અત્યાર સુધી આપણે પુસ્તકમાંથી વાંચીને કલ્પના જ કરી છે. ફિલ્મમાં દર્શાવેલા એક પ્રસંગ કે જેમાં શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજીનું પ્રથમ મિલન થાય છે એ પ્રસંગ જોઈને એવો અનુભવ થયો જાણે આપણે જ વ્રજવાસી બનીને એ અલૌકિક પ્રસંગ નિહાળતા હોઈએ. આવા તો અનેક અદભૂત પ્રસંગો રજૂ કરતી આ ફિલ્મ ખરેખર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ભાવવિભોર કરી દે છે.

      શ્રીમહાપ્રભુજી વિજયનગર પધાર્યા અને શાસ્ત્રાર્થ કર્યો, ત્યાં તેમણે વેદ, શ્રીમદ ભગવદ ગીતા , બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત આ ચાર ગ્રંથ ને પ્રમાણ માન્યા. ત્યાં તેમણે શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય ખૂબ સરળ શબ્દમાં સમજવ્યું. શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ પરમાત્મા છે અને એમને પ્રેમલક્ષણા ભક્તિથી જ તમે પ્રાપ્ત કરી શકો છો. આવા શાસ્ત્રીય જ્ઞાનને રજૂ કરીને શુદ્ધદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી અને એમને જગતગુરુ ની પદવી આપવામાં આવી.ત્યાર થી વૈષ્ણવ ધર્મ ની સ્થાપના  થઈ.

      શ્રીમહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ ભગવાન ની આજ્ઞા ને સર્વસ્વ માનીને ધર્મ નો પ્રચાર કર્યો, અને ગૃહસ્થાશ્રમ માં રહીને પણ ભક્તિ કેવી રીતે કરવી એ એમની પ્રેરણાત્મક વાણીથી સમજાવ્યું.

      આ ફિલ્મ ની મદદ થી આપણે શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપ ને જાણીએ, કેવળ ગુરુ તરીકે નહી પણ એમના ભગવદકૃપાત્મક સ્વરૂપ ને પણ જાણીએ. અને અનુભવ કરીએ કે આપણે જેના સેવક છીએ એ શ્રી જગદગુરુ શ્રી આચાર્ય શિરોમણી શ્રી વલ્લભાચાર્ય ચરણ એ સામાન્ય ગુરુ નહી એ જગદગુરુ છે.


 જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ

“જો બાત દવા સે હો ના શકે,

વો બાત દુઆ સે હોતી હૈ;

ઔર સફળ ગુરુ જબ મિલતા હૈ;

તબ બાત ખુદા સે હોતી હૈ."



    આ ઐતિહાસિક ફિલ્મ ને જોવાનું ચૂકસો નહી.  


 જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ

મહાપ્રભુજી નું સચિત્ર જીવન ચરિત્ર વાંચવા માટે અહી ક્લિક કરો.



મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૧)
મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૨)
મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૩)
મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૪)

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ