Pragtya of Ashtakshar mantra


  એક વખત ઉષ્ણકાળ ની ઋતુ હતી અને પ્રભુ(ભગવાન શ્રી કૃષ્ણ) નિકુંજ માં બિરાજી રહ્યા હતા. શ્વેત ધોતી ઉપરણા ધરેલા હતા. મસ્તક ઉપર પાગ ધરી હતી. પ્રભુ અલૌકિક શૃંગાર  માં ઉષ્ણકાળ માં સારંગ રાગ માં વીણાવાદન કરી રહ્યા હતા. પ્રભુ ની અંદર અલૌકિક સ્વરો પ્રગટ થઈ રહ્યા હતા. એ અલૌકિક  સ્વરો થી પ્રભુ ને શ્રી સ્વામીનિજી(શ્રી રાધાજી ) નું સ્મરણ થઈ આવ્યું.  એ સ્મરણ વિપ્રયોગ માં પરીવર્તિત થઈ ગયું ત્યારે આપશ્રી ની સમક્ષ શ્રીસ્વામીનિજી નું સ્વરૂપ સ્વત: પ્રગટ થઈ ગયું. તે જ સમયે  શ્રીસ્વામીનિજી ત્યાં પધાર્યા. ત્યારે આપશ્રી એ જોયું  કે હું તો પ્રભુ ના પરમ મિલન ના સુખ  ને હ્રદય માં લઈ ને આવી છું અને  અહીયાં તો કોણ છે? પ્રભુ કોઈ અન્ય સ્વામીનિજી સાથે વિહાર કરી રહ્યા છે. સ્વામીનિજીએ આ અલૌકિક દર્શન કર્યા ત્યારે આપશ્રી ને ક્રોધ આવી ગ્યો. આપશ્રીએ માન ધારણ  કર્યું. માન ધારણ કરીને આપશ્રી ત્યાં થી પધારી ગયા.
    તે જ સમયે શ્રી સ્વામીનિજી ને લલિતાજી માર્ગ માં મળે છે. લલિતાજી શ્રીસ્વામીનિજી ના અંતરંગ સખી છે. તે જ્યારે માર્ગ માં મળે છે ત્યારે શ્રીસ્વામીનિજી ને પૂછે છે "અરે આપ શા માટે આટલા ક્રોધિત છો? શા માટે આપના મુખ પર આટલી અપ્રસન્નતા દેખાઈ રહી છે?" ત્યારે શ્રીસ્વામીનિજી એ બધી વાત કહી. શ્રીસ્વામીનિજી ની વાત સાંભતા શ્રીલલિતાજી સ્વયં પ્રભુ પાસે જાય છે.પ્રભુ પાસે જાય છે ને જોવે છે કે પ્રભુ તો નેત્ર બંધ કરીને વીણાવાદન ની અંદર એ આટલા નિમગ્ન છે કે આપને કઈ ખ્યાલ જ નથી. ત્યાં જે સ્વરૂપ હતું, એ સ્વરૂપ ના આગળ જઈ ને દર્શન કરે છે,એ સ્વરૂપ તો સાક્ષાત શ્રીસ્વામીનિજી નું છે. લલિતાજી પ્રભુ ના દર્શન કરી ને જાણી ગ્યા કે આપશ્રી તો કેવળ શ્રીસ્વામીનિજીના  જ ચિંતન માં મગ્ન બિરાજે છે.
શ્રીલલીતાજી  શ્રીસ્વામીનિજી ને જઈ ને મનાવે છે,શ્રીસ્વામીનિજી માનતા નથી. આ બાજુ જ્યારે પ્રભુ નું ધ્યાન તૂટ્યું એ સમયે પ્રભુ શ્રીસ્વામીનિજી પાસે પધારે છે તો માર્ગ માં લલિતાજી ચેતવી દે છે કે આવી આવી ઘટના ઘટી છે અને એનાથી શ્રીસ્વામીનિજી ને ક્રોધ આવી ગયો છે.પ્રભુ જઈ ને  શ્રીસ્વામીનિજી ને મનાવે છે,ખૂબ યત્નો કરે છે પરંતુ તે સમયે શ્રીસ્વામીનિજી નું માન ભંગ  નથી થતું. ત્યારે પ્રભુ પણ માન ધારણ કરે છે. બને એકબીજાને પીઠ આપી ને બિરાજે છે. એ સમયે નિત્યધામ ની અંદર પ્રત્યેક જીવો ચિંતાતુર થઈ ગયા છે કે આ યુગલ સ્વરૂપ ના માન કઈ રીતે દૂર કરી શકાઈ.
ત્યારે પ્રભુ ના હ્રદય માં સ્ત્રી ગૂઢ ભાવાત્મક સ્વરૂપ હતું તે ત્યાં પ્રગટ થયું  અને સ્વામીનિજી ના હ્રદય માં પ્રભુ  પ્રત્યે માન હતું, એ જ માન ના કારણે તાપ પ્રગટ થઈ રહ્યો હતો,એ સમયે શ્રીસ્વામીનિજી ના હ્રદય માથી પણ એક પૂ ગૂઢ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું. એ જ સ્વરૂપ "શ્રી વલ્લભ " તરીકે પ્રગટ થયું. પ્રગટ થઈ બંને નું મિલન કરાવ્યુ અને આપશ્રી ઠાડા રહીને પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્ર નું ઉચ્ચારણ કરે છે.  એવું કહેવામાં આવે છે કે આ જ સમયે અષ્ટાક્ષર અને પંચાક્ષર નું પ્રાગટ્ય નિત્યલીલા માં થયું. આ પ્રકારે શ્રીવલ્લભ નું પ્રાગટ્ય થયું છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

વૈષ્ણવી વેશ