84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

·       પ્રથમ બેઠક શ્રીગોકુલમાં શ્રીગોવિંદઘાટ

  પ્રથમ બેઠક યમુના નદીના કાંઠે ગોવિંદઘાટ પર છોકરના ઝાડ નીચે છે. તેમની પ્રથમ યાત્રા દરમિયાન અહીં દામોદરદાસ હરસાનીજીને સવાલ પૂછ્યો હતો: “દમલા આ ગોવિંદઘાટ છે કે ઠકુરાની ઘાટ”? તે જ ક્ષણે દૈવી આભૂષણોથી શણગારેલી એક સુંદર યુવતી દેખાઈ અને બોલી, “આ ગોવિંદ ઘાટ છે, ઠકુરાની ઘાટ તમારી જમણી તરફ છે.” આ દિવ્ય સ્ત્રી શ્રીયમુનાજી હતા. શ્રીયમુનાજીને જોતાં જ શ્રીવલ્લભે તેમની પ્રશંસામાં યમુનાષ્ટક ગાયું. અહીં શ્રીનાથજી (ભગવાન શ્રીકૃષ્ણ) શ્રીમહાપ્રભુજીની સમક્ષ હજાર થયા અને તેમણે બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રીમહાપ્રભુજીએ ત્યારબાદ શ્રીનાથજીને ધોતી, ઉપરણા અને પવિત્રું ધરાવ્યું. બીજા દિવસે શ્રીદામોદરદાસ હરસાનીજીને પ્રથમ બ્રહ્મસંબંધ મંત્ર શ્રીમહાપ્રભુજીએ આપ્યો. તે પુષ્ટિમાર્ગમાં પ્રથમ વૈષ્ણવ થયા.

બેઠકનું સરનામું: ગોવિંદઘાટ પાસે, ગોકુળ-૨૮૧૩૦૩ જિ. મથુરા, ઉત્તરપ્રદેશ. ગામ-ગોકુલ

સંપર્ક : સુરેશભાઈ મુખિયાજી – ૦૯૩૫૮૭૦૬૧૭૬, અમિતભાઈ મુખિયાજી – ૦૯૬૭૫૬૧૩૫૩૨

·             બીજી બેઠક બડી બેઠક

શ્રીમહાપ્રભુજી અહીં ભોજન લેતા અને દિવ્ય પ્રવચનો આપતા. શ્રીનાથજીએ પોતે શ્રીકૃષ્ણ ચૈતન્યના સેવકોને સલાહ આપી હતી કે તેમની અંગત સેવાઓને અધિકાર ફક્ત શ્રીમહાપ્રભુજીના હાથમાં જ છે.

      એક વૃંદાવનના સંતે તેમની શક્તિની ચકાસણી કરવાના આશયથી શ્રીમહાપ્રભુજી પાસે આવ્યા. તે અહી પહોંચ્યા અને શાલિગ્રામને ઝાડ પર લટકાવી શ્રીમહાપ્રભુજીના દર્શન કરવા અંદર ગયા. પાછા ફર્યા ત્યારે જોયું કે તેને શાલિગ્રામ ગાયબ હતા. તે શ્રીમહાપ્રભુજી પાસે ગયા અને ફરિયાદ કરી કે, “કદાચ તમારા સેવકે મારો શાલિગ્રામ લીધો છે.” શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો કે કોઈએ તેમનો શાલિગ્રામ ચોર્યો નથી અને ફરીથી ઝાડ પર જોવા માટે કહ્યું. ઝાડ પર પાછા ફરતાં તેણે જોયું કે અસંખ્ય શાલિગ્રામો ઝાડ પર લટકતા હતા. પોતાના શાલિગ્રામ તેમને ન મળ્યા અને તેઓ મૂંઝાયા તેથી તેઓ શ્રીમહાપ્રભુજી પાસે ગયા. શ્રીમહાપ્રભુજીએ તેમને સવાલ કર્યો, “તમે શાલિગ્રામની યોગ્યરીતે સેવા કેવી રીતે કરી શકો, જ્યારે તમે પોતાના શાલિગ્રામને પણ ઓળખી શકતા નથી? શ્રીમહાપ્રભુજીએ તેમને ફરીથી ઝાડ પર પાછા જવા કહ્યું. ઝાડ પર પાછા ફરતાં તેને એકમાત્ર પોતાના શાલિગ્રામ મળ્યા. તેણે ઘટનાઓની વિચિત્ર શ્રેણીની જાણ તેના ગુરુ ભાઈઓને કરી.

બેઠક નું સરનામું : ઠકુરાનીઘાટ પાસે, ગોકુળ-૨૮૧૩૦૩ જિ.મથુરા, ઉત્તરપ્રદેશ. ગામ-ગોકુલ

સંપર્ક : ૦૯૭૫૮૦૯૭૪૯૩

·            ત્રીજી બેઠક શ્રીદ્વારકાધીશપ્રભુ ના મંદિરમાં શય્યામંદિરમાં

અહીં શ્રીમહાપ્રભુજી આરામ માટે રાતભર રોકાતા હતા. એક યોગી હજારો વર્ષોથી આ સ્થળે રહેતા હતા. શ્રીમહાપ્રભુજીને જોતાં જ તેઓને તેમની બધી જ તપસ્યાઓનું ફળ મળ્યું હતું. ભગવાન શ્રીદ્વારકાધીશના મંદિરનુ નિર્માણ આ સ્થળે થવાનું હતું. યોગીને આ સ્થળ છોડવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે શ્રીમહાપ્રભુજીના આશીર્વાદે આ સ્થળે રહેવાનો દાવો કરીને તેમણે ઇનકાર કરી દીધો. જ્યારે મંદિર બનાવવામાં આવ્યું ત્યારે તેની ઝૂપડી આ મંદિરની નીચે ચાલીસ ફૂટ ડૂબી ગઈ. જ્યારે શ્રીમહાપ્રભુજીના પૌત્ર શ્રીગોકુળનાથજીને પ્રસાદમાં કેટલાક જીવજંતુ મળ્યાં, ત્યારે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું “ કોઇની ક્રિયા પ્રમાણે ફળ મળે છે.” શ્રીમહાપ્રભુજીએ યોગીને આપેલું વચન તેમણે પાળ્યું નથી. ભગવાન તમને વૈષ્ણવના અપમાન બદલ માફ નહીં કરે.

બેઠકનું સરનામું : શય્યામંદિર, શ્રીદ્વારકાધીશનું મંદિર, ગોકુલ-૨૮૧૩૦૩ જિ.મથુરા, ઉત્તરપ્રદેશ

સંપર્ક : ૦૭૭૧૯૨૮૧૭૫૨, ૦૯૭૫૮૦૯૭૪૯૩

·       ચોથી બેઠક શ્રીવૃંદાવનમાં બંસીવટમાં

      વૃંદાવનમાં પ્રભુદાસ જલોટા સ્નાન કર્યા વગર પ્રસાદ લેતા નહીં. શ્રીમહાપ્રભુજીએ તેમને એક શ્લોક સંભળાવ્યો “વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજધારી.” અર્થાત વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ દરેક ઝાડ અને પાનમાં રહેલા છે. આવી પવિત્ર ભૂમિમાં ધૂળ શુદ્ધ થઈ રહી છે.” આ વર્ણન સાંભળીને પ્રભુદાસે સ્નાન કર્યા પહેલા પ્રસાદ લીધો.

      કૃષ્ણ ચૈતન્યના સેવક ગોપાલદાસ શાલિગ્રામજીની સેવા કરતાં હતા. તેમની ઈચ્છા હતી કે તે શાલિગ્રામજીને કપડાં અને ઝવેરાતથી શણગારે. શ્રીકૃષ્ણ ચૈતન્ય તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું: આવી સેવા આપવાનો અધિકાર મને નથી. આ અધિકાર ફકત શ્રીમહાપ્રભુજીને જ છે. જ્યારે શ્રીમહાપ્રભુજી વૃંદાવન પહોંચ્યા ત્યારે ગોપાલદાસે તેમની પાસે આવીને પ્રાર્થના કરી. શ્રીમહાપ્રભુજીએ તેમને કહ્યું : જો તમારી ભાવના શુદ્ધ હશે, તો શાલિગ્રામ ભગવાન શ્રીકૃષ્ણની છબીમાં પરિવર્તિત થઈ જશે. સવારે તમે જોશો કે શાલિગ્રામજી રૂપાંતરિત થઈ ગયા હશે. બીજે દિવસે સવારે તેમના શાલિગ્રામજી રાધારમણના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા. આ શ્રીમહાપ્રભુજીની કૃપાથી થયું. તેના પછીના જન્મમાં, ગોપાલદાસ પુષ્ટિમાર્ગમાં ગોપાલનાગા તરીકે પ્રખ્યાત ભક્ત બન્યા.

બેઠકનું સરનામું : બંસીવટ, વૃંદાવન-૨૮૧૧૨૧ જિ.મથુરા, ઉત્તરપ્રદેશ ગામ-વૃંદાવન

સંપર્ક : પુરુષોતમ મુખિયાજી-૦૯૮૯૭૯૭૯૩૨૬, પ્રમોદ મુખિયાજી-૦૯૭૬૦૪૪૯૮૪૭

·       પાંચમી બેઠક મથુરામાં વિશ્રામઘાટ પર

      યમુના નદીના કાંઠે આવેલા મથુરામાં, આ વિસ્તાર ફકત એક જંગલ હતો. પ્રવચન યોજાય તે સ્થળની નજીક એક કબ્રસ્તાન હતું. શ્રીમહાપ્રભુજીએ તેમના વાસણ-કમંડલથી પાણી લીધું અને તેમના સેવકોને કહ્યું કે થોડુંક પાણી જમીન પર છાંટો. પાણી છાંટતાં જ આખો વિસ્તાર શુદ્ધ અને રહેવા યોગ્ય બન્યો.

      અહીં તેમને શ્રીકૃષ્ણ ચૈતન્યના શિષ્યો મળ્યાં. તેઓએ તેમને પૂછ્યું, “તમારા માર્ગને પુષ્ટિમાર્ગ કહેવામા આવે છે જેનો અર્થ છે કૃપા અથવા પોષણનો માર્ગ, પરંતુ તમારા સેવકો આટલા પાતળા કેમ છે?” શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો, “મે તેઓને કહ્યું કે આ માર્ગમાં ન આવો, પરંતુ તેઓ મારી વાત ન માન્યા અને હવે આવ્યા છે તો ફળ ભોગવી રહ્યા છે. શ્રીકૃષ્ણ ચૈતન્યને આ જવાબ વિશે જાણ કરવામાં આવી અને જવાબ સાંભળતા જ બેભાન થઈ ગયા. શ્રીમહાપ્રભુજીના ઉત્તરનો સાર એ હતો કે શ્રીકૃષ્ણની વાંસળી સાંભળી ગોપીઓ તેમના ઘરની બહાર નીકળી ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓને કહ્યું કે રાત્રે તેમની સાથે રહેવું યોગ્ય નથી અને તેમના ઘરે પાછા ફરવાનું કહ્યું. ગોપીઓએ ભગવાની વાત ન માની અને રાસનું ફળ મળ્યું. તેવી જ રીતે જેમણે શ્રીમહાપ્રભુજીની સલાહ ન માની તેમને ગોપીઓની ભાવના પ્રાપ્ત થઈ.

      વિશ્રામઘાટ ઉપર મુસ્લિમ શાસકે એક વશીકરણ યંત્ર મૂકી દીધું હતું. જો કોઈ હિન્દુ એ યંત્ર નીચેથી પસાર થાય તો તેમની ચોટી કપાઈ ને દાઢી બની જતી. શ્રીમહાપ્રભુજી પર આ યંત્રની અસર થઈ નહીં. મથુરાના બ્રાહ્મણો શ્રીમહાપ્રભુજી પાસે આવ્યા અને યંત્ર કાયમી હટાવવા વિનંતી કરી. તેમની સલાહથી તેઓ સ્થાનિક રાજા પાસે પહોચ્યા, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો. ત્યારબાદ શ્રીમહાપ્રભુજીએ તેમના સેવકોને શહેરના બધા દરવાજા પર યંત્ર મૂકવા માટે દિલ્હી મોકલ્યા, ત્યાં જો કોઈ મુસ્લિમ તેમની નીચેથી પસાર થાય તો તેમની દાઢી કપાઈને ચોટી બની જતી. દિલ્હીના બાદશાહે શ્રીમહાપ્રભુજીના સેવકોને બોલાવ્યા અને આ યંત્ર દૂર કરવા કહ્યું. તેઓએ જવાબ આપ્યો કે આ યંત્ર ત્યારે જ દૂર થશે જ્યારે મથુરામાં લગાડેલું યંત્ર દૂર થશે. શ્રીમહાપ્રભુજીની શક્તિનો અહેસાસ કરનારા સમ્રાટ ભયભીત થઈ ગયો અને મથુરામાંથી યંત્ર દૂર કરવાનો આદેશ આપ્યો. શ્રીમહાપ્રભુજીએ શ્રીયમુનાજીમાં સ્નાન કર્યું અને વ્રજભૂમિની યાત્રા પર આગળ વધ્યા. આ વ્રજયાત્રા ની શરૂઆત હતી.

બેઠકનું સરનામું : વિશ્રામઘાટની નજીક, મથુરા-૨૮૧૦૦૧ ઉત્તરપ્રદેશ, ગામ- મથુરા

·       છઠ્ઠી બેઠક શ્રીમધુવનમાં

      આ સ્થાન વ્રજક્ષેત્રની બાર વનનો પ્રથમ વન છે. કૃષ્ણએ આ જગ્યાએ મધુ નામના દૈત્યને માર્યો હતો. શ્રીમહાપ્રભુજીએ ભગવાન મધુવાનીયના મંદિરની મુલાકાત લીધી. ત્યાં તળાવમાં સ્નાન કર્યા પછી, તેમણે શ્રીમદ ભગવતનું પારાયણ શરૂ કર્યું. ભગવાન નિયમિત પ્રવચનો સાંભળવા આવતા. મંદિરમાં ભગવાન ન મળતા મંદિરના પૂજારી ચિંતિત થઈ ગયા. જ્યારે ભગવાન પાછા ફર્યા, ત્યારે તેમણે પૂજારીને પુજા વહેલી સવારે કરવા કહ્યું જેથી ભગવાન શ્રીમહાપ્રભુજીના પ્રવચનો સાંભળવા જઇ શકે.

      શ્રીમહાપ્રભુજી એટલા મહાન હતા કે ભગવાન પણ તેમની ધાર્મિક વાતો સાંભળવા આવતા.

બેઠકનું સરનામું : મધુવન-૨૮૧૧૪૧, મહોલી જિ.મથુરા, ઉત્તરપ્રદેશ. ગામ- મધુવન.

સંપર્ક : શ્રીજાનકીબેન-૦૯૩૧૯૯૯૧૨૩૧


બેઠકજી માં જતી વખતે આટલી બાબતો નું  ધ્યાન રાખો


·       સાતમી બેઠક શ્રીકુમુદવન

      શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક કૃષ્ણદાસ મેઘનને તેમને આ સ્થાનનું મહત્વ પૂછ્યું હતું. શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો : સામવેદમાં સમજાવવામાં આવ્યું છે છે કે અહી ચંદ્રના ઠંડકવાળા કિરણ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરાધાને મંત્રમુગ્ધ કરે છે. શ્રીરાધજીએ કુમુદ અને કુમુદિનીના ઝાડ સાથે ભગવાનને અહીં વન માટે વિનંતી કરી. પ્રભુએ તેની ઈચ્છા પૂરી કરી અને કમળથી ભરેલા બે તળાવ પણ બનાવ્યાં.

 

      અહીં શ્રીમહાપ્રભુજીએ તેમના સેવકોને દિવ્ય દર્શન આપ્યા હતા. ભગવાનના દૈવી સ્વરૂપને જોવા તે બધા અવકાશી શક્તિમાં સમાઈ ગયા હતા. તે બધાએ હોશ ગુમાવ્યો હતો. શ્રીમહાપ્રભુજીએ વિચાર્યું કે જો તેમનો સંક્રમણ બહુ લાંબો ચાલ્યો તો તેઓ તેમની ભૌતિક અસ્તિત્વમાં પાછા નહીં આવે. તેમણે તેમની અવકાશી દૃષ્ટિ દૂર કરી, તેથી બધા ભૌતિક અસ્તિત્વમાં પાછા ફર્યા.

      અહીં ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજભક્તોને આમંત્રણ આપવા માટે કદંબના ઝાડ નીચે વાંસળી વગાડી હતી. પ્રખ્યાત કૃષ્ણકુંડ આ સ્થાનનો એક ભાગ છે.

બેઠકનું સરનામું : કુમુદવાન- કમોદવન પોસ્ટ-ઉપસાર જિ.મથુરા, ઉત્તરપ્રદેશ

·       આઠમી બેઠક શ્રીબહુલાવનમાં

      બાથી ગામમાં વ્રજવિસ્તારમાં આ ચોથો વન છે. અહી બહુલાબિહારીજી અને બહુલા ગાયના મંદિરો છે. પદ્મપૂરણમાં બહુલા ગાયની વાર્તા છે. એક વાર ધર્મરાજે સિંહના રૂપમાં ગાયને મારવા આ જંગલની મુલાકાત લીધી. બહુલા સિવાયની બધી ગાય આ સિંહને જોઈને ભાગી ગઈ હતી. સિંહ બહુલાને મારી નાખવા માંગતો હતો. તેણીએ તેને વિનંતી કરી કે તે પોતાના બાળક ને ખવડાવીને આવે ત્યાં સુધી રાહ જોવે. તેણીએ પછી ફરવાનું વચન આપ્યું. તે પરત આવી તેની પ્રમાણિક્તા અને સત્યતાથી પ્રભાવિત સિંહે તેમની સાચી ઓળખ જાહેર કરી. જ્યારે ગાયનું મોત થયું ત્યારે આ ગામના લોકોએ આ ગાયની પત્થરની પ્રતિમા સ્થાપિત કરીને તેની પુજા શરૂ કરી દીધી.

      આ વિસ્તારના મુસ્લિમ રાજાએ તેમને આ ગાયની પુજા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજાએ ઘોષણા કરી હતી કે ગાય પાછળ ફરીને ઘાસ ખાશે ત્યારે જ પુજા શરૂ થાશે. જ્યારે શ્રીમહાપ્રભુજી આ સ્થાન પર પધાર્યા ત્યારે ત્યાંના લોકોએ આ વાતની જાણ શ્રીમહાપ્રભુજીને કરી. શ્રીમહાપ્રભુજીએ રાજાને આમંત્રણ આપ્યું અને તેમને પત્થરની ગાયના પાછળના પગ પાસે ઘાસ રાખ્યું. ગાય પાછળ ફરીને ઘાસ ખાવા લાગી. આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને શ્રીમહાપ્રભુજીનો સેવક બન્યો. તેના પછીના જ્ન્મમાં આ રાજાનો જન્મ મહાધીમ્મર તરીકે થયો.

બેઠકનું સરનામું : શ્રીબહુલવાન પોસ્ટબાટી(બાટીગાઓન)-૨૮૧૦૦૪ જિ.મથુરા,ઉત્તરપ્રદેશ

સંપર્ક : મધુસૂદન મુખિયાજી- ૦૯૮૩૭૬૨૧૮૫૭, ૦૯૮૩૭૬૨૬૯૬૯

·       નવમી બેઠક શ્રીરાધકુંડ પર

      એકવર રાધા અને કૃષ્ણ વચ્ચે કોણ વધુ સારું દેખાશે તેના પર દલીલ થઈ હતી. તેથી પાણીમાં તેમની છબીઓ જોવા માટે, રાધાએ તેની આંગળીના નખથી રાધાકુંડ ખોદીયું અને કૃષ્ણએ તેની વાંસળીથી કૃષ્ણકુંડ ખોદીયું. કહેવાય છે કે બંને કુંડ ઉપરથી અલગ-અલગ દેખાઈ છે પણ નીચેથી તો બંને એક જ છે.

      શ્રીમહાપ્રભુજીએ શ્રીરાધા અને કૃષ્ણને ગોવર્ધન પર્વત પર ચાલતા જોયા હતા. તેમને તેમની સાથે જવા આદેશ આપ્યો હતો. ત્રણ દિવસ પછી તે આ સ્થળ ઉપર પાછા આવ્યા ત્યારે તેમના સેવકો બેભાન અવસ્થામાં હતા. તેણે બધા સેવકો પર પવિત્રજળ છાંટ્યું અને બધાને સભાનતા મળી.

      રાધાકૃષ્ણ કુંડથી શ્રીમહાપ્રભુજી કુસુમ સરોવર તરફ આગળ વધ્યા. તેમણે અહીં ઉદ્ધવ સાથે મુલાકાત કરી અને તેમને ભ્રમરગીત સમજાવ્યા. તેમણે ભાગવતની એક જ લાઇન પર છત્રીસ કલાક ચર્ચા કરી. ત્યાં ઉપસ્થિત તમામ સેવકો પ્રવચનમાં એટલા મગ્ર થઈ ગયા કે તેમને કોઈ ઉંઘ, ભૂખ કે તરસ ન આવી હતી. આ શ્રીમહાપ્રભુજીની દિવ્ય શક્તિ છે.

બેઠકનું સરનામું : રાધાકૃષ્ણ કુંડ- ૨૮૧૫૦૪ જિ.મથુરા, ઉત્તરપ્રદેશ

સંપર્ક : દયાળજીભાઈ મુખિયાજી : ૦૯૮૯૭૪૦૭૫૫૬

·       દશમી બેઠક શ્રીમાનસીગંગા પર

      આ બેઠકજી ગોવર્ધન પર્વતની તળેટીમાં સ્થિત છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ નજીકના વિસ્તારમાં પુજા કરતાં. શ્રીમહાપ્રભુજી તે વિસ્તારમાં આવી પહોંચ્યા છે તે જાણીને તેઓ તેમની પાસે ગયા. માનસીગંગાએ તેમણે કહ્યું હતું કે શ્રીમહાપ્રભુજી ત્યાં આવશે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. શ્રીમહાપ્રભુજીએ શ્રીકૃષ્ણ ચૈતન્યની આંખોમાં તેમજ તેની આસપાસના તમામ વૈષ્ણવો ઉપર પાણી છાંટ્યું. તે બધાએ માનસીગંગાના દૈવી સ્વરૂપના દર્શન કર્યા. જેમાં ફકત દૂધનો સમાવેશ થાય છે. દૈવી તળાવમાં સૌએ સ્નાન કર્યું. થોડીવાર પછી દૈવી દૃષ્ટિ નાશ પામી.

      ચકલેશ્વર મહાદેવ(શિવ) દરરોજ શ્રીમહાપ્રભુજીને સાંભળવા આવતા.

      અહીં શ્રીમહાપ્રભુજી અને શ્રીકૃષ્ણ ચૈતન્ય વચ્ચે પ્રખ્યાત સંવાદ થયો. શ્રીકૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે કળિયુગમાં એક ક્ષણ માટે પણ ભગવાનના નામનો જાપ કરવાથી તમને મુક્તિ મળશે. શ્રીમહાપ્રભુજીનો જુદો મત હતો. તેમણે કહ્યું કે કલિયુગ એટલો ખરાબ છે કે જો એક ક્ષણ માટે પણ ભગવાનના નામનો પાઠ કરવાનું ચૂકશો તો પણ તમને મુક્તિ મળશે નહીં.

બેઠકનું સરનામું: વલ્લભઘાટ, માનસીગંગા, પોસ્ટ ગોવેર્ધન-૨૮૧૫૦૨, જિ.મથુરા, ઉત્તરપ્રદેશ(ચકલેશ્વર મહાદેવની બાજુમાં)

સંપર્ક : જગદીશભાઇ મુખિયાજી- ૦૯૭૫૮૧૯૪૮૨૭

·       અગિયારમી બેઠક શ્રીપરાસોલીમાં ચંદ્રાસરોવર પર

      આ તે સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે દિવ્ય મહારાસ કર્યો હતો. રાસ દરમિયાન ભગવાને છ મહિના સુધી એક રાતની રચના કરી હતી. ચંદ્ર કિરણો નજીકના તળાવ પર પડ્યા હતા તેથી તેનું નામ ચંદ્રાસરોવર છે.

      શ્રીમહાપ્રભુજીએ વૈષ્ણવોને શ્રીગિરિરાજ પર્વતના દૈવી દર્શન મેળવવાનો માર્ગ સમજાવ્યો હતો. શ્રીમહાપ્રભુજીએ કહ્યું કે જો તેઓ એક દિવસમાં ત્રણ વખત શ્રીગિરિરાજની પરિક્રમા વિરામ કર્યા વિના કરે, તો તેઓ શ્રીગિરિરાજના દિવ્ય દર્શન મેળવશે. શસ્ત્રોમાં લખ્યું છે કે શ્રીગિરિરાજજીના ચાર સ્વરૂપ છે : ગાય, સિંહ, ગોવાળ અને શ્વેત સાપ. પરિક્રમા દરમ્યાન કોઈ પણ સ્વરૂપના દર્શન થાય તો એ શ્રીગિરિરાજની દૈવી દ્રષ્ટિનો સંકેત છે.

      આ સ્થાન પ્રખ્યાત કવિ શ્રીસૂરદાસજીનું નિવાસસ્થાન હતું. તેઓ શ્રીમહાપ્રભુજીના સેવક હતા. શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીગુસાંઇજી પણ અહીં છ મહિના રહ્યા હતા.

બેઠકનું સરનામું: પોસ્ટ મહંમદપુર પારાસોલી-૨૮૧૫૦૨,પોસ્ટ ગોવેર્ધન જિ.મથુરા, ઉત્તરપ્રદેશ

સંપર્ક : ૦૫૬૫-૨૮૧૫૩૬૧

·       બારમી બેઠક શ્રીઆન્યોરમાં સદૂપાંડેના ઘરમાં

      આન્યોરમાં શ્રીમહાપ્રભુજી સદુપાંડેના ઘરે રોકાયા હતા. તેમને સદુપાંડે અને અન્ય વ્રજવાસીઓ પાસેથી શ્રીનાથજીની રહસ્યમય રમત વિશે જાણ્યું. ગિરિરાજ પર્વતની તળેટી પર શ્રીમહાપ્રભુજીનું અને શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું. અહી શ્રીમહાપ્રભુજીએ શ્રીનાથજીનું નાનું મંદિર સ્થાપ્યું.

      શ્રીનાથજીના પ્રાગટ્ય દરમિયાન તેમણે ત્યાં હાજર સદુપાંડે અને અન્ય વ્રજવાસીઓને કહ્યું હતું કે શ્રીવલ્લભ્ચાર્યજી આ સ્થાન પર આવશે અને અહી મારી સેવા શરૂ કરશે. તમે હમણાં માટે મને દૂધ અને દહીં આરોગાવી શકો છો. શ્રીમહાપ્રભુજી એ અહીં એક નાનું મંદિર બનાવ્યું અને શ્રીનાથજીની સેવા શરૂ કરી. કીર્તન સેવા માટે શ્રીકુંભનદસજીની નિમણૂક કરવામાં આવી.

      શ્રીબેઠકજી સદુપાંડેના મૂળ મકાનમાં સ્થિત છે.

બેઠકનું સરનામું : સદુપાંડેના મકાનમાં, પોસ્ટ આન્યોર-૨૮૧૫૦૨ જિ.મથુરા, ઉત્તરપ્રદેશ ગામ-આન્યોર

સંપર્ક : ૦૫૬૫-૨૮૧૫૫૪૭, ૦૫૬૫-૨૮૧૫૦૫૯  

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૧

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૨

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૩

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૪

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૫

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૬

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૭

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ