પોસ્ટ્સ

PUSHTI GYAN લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

હિંડોળા ઉત્સવ નું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

છબી
હિંડોળા ઉત્સવ: આનંદનો રંગીન પ્રવાસ હિંડોળા ઉત્સવ, પુષ્ટિમાર્ગના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો અમૂલ્ય ભાગ છે. આ ઉત્સવનું પુષ્ટિમાર્ગમાં ઐતિહાસિક મહત્વ બહુ જ ગહન છે, જે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ની ભક્તો ની ભક્તિ અને પ્રેમ નું સૂચન કરે છે.  હિંડોળા ઉત્સવની પરંપરા આશરે 500 વર્ષ પહેલા પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. હિંડોળા શ્રાવણ(વ્રજ) સુદ એકમ  થી ભાદરવા(વ્રજ) સુદ એકમ સુધી એમ ૩૨ દિવસ ચાલે છે. આ ૩૨ દિવસ પ્રભુ ચાર ભાવ થી હિંડોળા માં ઝૂલે છે.આઠ દિવસ નંદલાય ના ભાવ થી , આઠ દિવસ ગિરિરાજી ના ભાવ થી , આઠ દિવસ યમુનાપુલિન ના ભાવ થી અને આઠ દિવસ વન નિકુંજ ના ભાવ થી હિંડોળા માં ઝૂલે છે. ભક્તો ભગવાન શ્રીઠાકોરજી હિંડોળામાં બિરાજાવી, તેમના આનંદમય સ્વરૂપની ઝાંખી કરે છે. આ રીતે, હિંડોળા ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણની કિશોરલીલાની મીઠાશ અને આનંદને ઉજાગર કરે છે. પુષ્ટિમાર્ગમાં હિંડોળા ઉત્સવનું વિશેષ મહત્વ છે. હિંડોળા ના આરંભ અને વિજય ના દિવસે સુરંગ ના હિંડોળા આવે છે. આ ઉત્સવના સમયે, હિંડોળામાં  ખૂબ જ વિશિષ્ટ સજાવટ કરવામાં આવે છે. આ હિંડોળામાં રંગીન કાપડ, મોરપંખો, સુગંધિત...

એકાદશી નું પુષ્ટિમાર્ગ માં મહત્વ

એકાદશી એ હિંદુ કેલેન્ડરમાં દરેક મહિનાના સુદ અથવા વદ પખવાડિયાનો અગિયારમો દિવસ છે. તે એક શુભ તિથિ માનવામાં આવે છે, જે મનુષ્યોને પાપો અને દુર્ગુણોથી મુક્ત કરવામાં સક્ષમ છે. આ એક આધ્યાત્મિક દિવસ છે જે શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને ઇન્દ્રિયોમાંથી દોષને દૂર કરે છે. એકાદશીના ઉદગમ અને મહત્વ વિષે પદ્મ-પુરાણમાં એક વાર્તા છે. આ વિશ્વ અને ભૌતિક સૃષ્ટિની રચના પંચ-મહાભૂતથી બનેલા જીવંત અને નિર્જીવ દ્વારા થઈ હતી, એટલે કે; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ . તે સમયે ભગવાને ખોટા અને પાપી લોકોને સજા કરવા અને દુઃખ આપવા માટે પાપ-પુણ્ય ની રચના પણ કરી હતી. પાપ-પુણ્ય ને અંકુશમાં લેવા માટે, ભગવાને યમરાજ અને નરક નામના સ્થળની રચના કરી, તે પાપનું સ્વરૂપ હતું. એક નરક પ્રદેશ, જ્યાં અપ્રમાણિક, કપટી અને પાપી વ્યક્તિઓને તેમના મૃત્યુ પછી શિક્ષા આપી શકાઈ. એક દિવસ, જ્યારે ભગવાન યમરાજના ઘરે ગયા અને તેમનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કેટલાક દુ:ખી વ્યક્તિઓ નો રડવાનો અવાજ સાંભળ્યો. પૂછવા પર, તેણે જાણ્યું કે પૃથ્વીના જીવો જે નરકમાં પડ્યા હતા તેઓ તેમના ભૂતકાળના દુષ્કર્મો અથવા ખરાબ કર્મોને કારણે ભારે દુઃખમાંથી પસા...

વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ

                 આપણો સમગ્ર ગૃહસ્થાશ્રમ શ્રીઠાકોરજી માટે છે. આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં શ્રીઠાકોરજી છે , એટલે ઘરની જે જે ફરજો આપણે નિભાવવાની હોય તે આપણા માથે પડી છે એવા વિચારોથી કરવી જોઈએ  નહીં. દરેક ઘરકામ શ્રીઠાકોરજીની સેવાનો એક ભાગ છે એવી સમજથી કરવું જોઈએ. ઘરમાં કચરો વાળીએ , પોતું કરીએ , સાફસૂફી કરીએ , ઘરને વ્યવસ્થિત રાખીએ , એને સજાવીએ એ બધા પાછળ એવો વિચારભાવ રહેવો જોઈએ કે આ ઘરમાં શ્રીઠાકોરજી સદા બિરાજમાન છે. એમને શ્રમ ન થાય , એમનું સુખ સચવાય , એમને ખેલવાની પ્રસન્નતા રહે , એમને ઘર છોડીને જતા રહેવાનું મન ન થાય એટલા માટે હું આ ઘરને સ્વચ્છ-સુંદર રાખવાની સેવા કરું છું . શ્રીઠાકોરજીને લાડ લડાવાય એ માટે હું નોકરી કે વ્યવસાય કરવાની સેવા કરું છું. શ્રીઠાકોરજી માટે સુંદર સામગ્રીઓ બને એ ભાવથી હું રસોઈ કરું છું. શ્રીઠાકોરજીને એમ ન લાગે કે આ લોકો ગંદા છે એટલા માટે હું સ્નાન કરું છું , શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરું છું. આમ દરેક પ્રવૃતિ અને દરેક કાર્ય જે ઘરમાં શ્રીઠાકોરજીના સુખના વિચારને સાથે રાખી કરવામાં આવતું હોય તે ઘરનો ગૃહસ્થાશ્રમ ...

વૈષ્ણવી વેશ

છબી
           આપણે ત્યાં માણસના વ્યક્તિત્વની સાથે વસ્ત્રપરિધાનનો મુદ્દો હમેશા જોડાયેલો રહે છે. લગ્ન પ્રસંગે રેશમી અને જરીના કિમતી વસ્ત્રો પહેરવામાં આવે છે , શોકના પ્રસંગે સફેદ કે કાળા વસ્ત્રો પહેરવામાં આવે છે. મિલિટરી અને પોલિસખાતાને પોતનાનો યુનિફોર્મ હોય છે , કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ એમના કર્મચારીઓ માટે ચોક્કસ યુનિફોર્મનો આગ્રહ રાખતા હોય છે. આમ , સામાજિક અને વ્યવસાયિક રીતે પણ અમુક  ચોક્કસ પ્રકાર ના વસ્ત્રો પહેરવાનો આગ્રહ વિશ્વભરમાં સેવાય છે.       વિવિધ ધર્મોમાં પણ વસ્ત્રનું મહત્વ છે. પ્રાચીન કાળથી   હિન્દુધર્મમાં ધોતી અને ઉપરણો ધાર્મિક વિધિ માટે કે પુજા-ઉપાસના માટે જરૂરી ગણાયાં છે. ધર્મગુરુઓનો એક વિશિષ્ટ પોષક હોય છે.       આ બધા પોશાકો પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. માણસને જે પ્રકારનું કામ કરવાનું હોય એને અનુરૂપ માનસિક રીતે તેને પહેલા તૈયાર થવું પડે છે. કામમાં શરીરની સાથે મન પણ જોડાવું જરૂરી છે. એકલું મન જોડાય તે પણ પૂરતું નથી , સાથે સાથે હૃદયની શક્તિ પણ જોડાવી જોઈએ. કામ કરવા માટે ભાવનાનુ...

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-3)

  પીઢો – પડઘા , પડઘા ભોગ ધરવા માટે વપરાય છે અનવસર – રાજભોગ પછી – ઉત્થાપન થતા સુધીનો સમય અંકુરી – ફણગાવેલા મગ છાનવું – ગાળવું વેત્ર – છડી શિરાના – ઓશિકા ગાલ માશુરીયા ખુવો – માવાનો લાડુ અંગીઠી – સગડી પરનાળો – અપરસમાં નાહવા જળ માટે જ્યાં ઉંચેથી પાણી પડે છે શંખોદક – રાજભોગ–ઉત્સવ ભોગ વખતે શંખમાં જળ લઈ ભોગ ધરેલ સામગ્રી પર છીડકવું દુલઇ – બેવડા પડવાળી ઓઢવાની ચાદર હાંડાની સામગ્રી – ખીર ચોક પૂરવો – હળદર , કંકુથી સાથિયા કરવા બંધનવાર – તોરણ તિબારી – ઓસરી જગમોહન – મંદિરના અંદરના ચોકનો બહારનો ભાગ તાળા મંગલ કરવા – તાળા વાસવાં મુહ બંધન – સેવામાં મોં પર બાંધવાનું વસ્ત્ર પિછવાઈ – શ્રીઠાકોરજીના સિંહાસન પાછળની દિવાલ પર લટકાવતો પડદો પોતનું કરવું – સામગ્રી કે પ્રસાદ જ્યાં પધરાવ્યો હોય ત્યાં જળ કે ગોબરથી કરવામાં આવતી શુદ્ધિ અચવન કરાવવું – ભોગ આરોગ્યા પછી જળથી આચમન કરાવવું ગોપી વલ્લભ ભોગ – શૃંગાર ભોગ પછી આવતો ભોગ સાંઝી – ભાદરવા વદમાં જમીન પર યા જલ પર રંગ પુષ્પ ઇત્યાદિથી બનાવવામાં આવતી રંગોળી મુખ્યાજી – સેવામાં મુખ્ય સેવક ભીતરિયા – સે...

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-2)

  કામનો જોડ – બાદલાનો જોડ કારચોબી – મલમલમાં ડિઝાઇન પાડી બનાવેલ રેશમી વસ્ત્ર કુલ્હે – એક પ્રકારની બે છેડાવાળી પાઘ કાછની – ઘેરદાર ચણીયો જે ઘૂંટણથી થોડે   ઉપર રહે તે પ્રકારનું વસ્ત્ર કિનખાબ – સોનેરી રુપેરી તારથી ડિઝાઇન પાડી બનાવેલ રેશ્મી વસ્ત્ર કુંજાની ટોપી – મુકુટની નીચે આવતી ત્રિકોણ આકારની ટોપી કોયલી – ઘેરો ભૂરો રંગ છાપા – છાપેલાં વસ્ત્રો જરદોજી – સોનેરી ભરત-રુપેરી ભરત કામ મખમલ પર થાય તે ઠાડાં વસ્ત્ર – સ્વરૂપને બહારના ભાગમાં ધરાતું વસ્ત્ર દોરીયો – ધારીદાર મલમલ તનિયો – લંગોટ થાળ સાનવો – દાળ-ભાત મેળવી ભોગ ધરવો દુલરી – બે સેરની માળા ફરગુલ – શિયાળામાં ગદલ પર ધરવામાં આવતું રૂ ભરેલું વસ્ત્ર વાઘો – જામો બીડી – પાન સાંગામાંચી – નાનું સિંહાસન સરવું – હટાવી લેવું , ભોગ ધરેલી વસ્તુઓ ત્યાંથી હટાવવી સુથન – પાયજામો વેણું – વાંસળી વેત્ર – લાકડી કટોરી – નાની વાટકી   ચોકી – પાટ પાટિયાની – ઘઉંના લોટની સેવ ચટાઇની – ચોળાના લોટની વડીઓ ચકલાના – પાપડ ઢારવાની સામગ્રી – મોહનથાળ છાંટવાની સામગ્રી – બુંદી વાંટાની સામગ...

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-1 )

સામગ્રી - શ્રીઠાકોરજીને આરોગવાની-અંગીકાર કરાવાની વસ્તુઓ પ્રસાદ -  શ્રીઠાકોરજીએ આરોગેલી-અંગીકારકરેલી વસ્તુઓ પરનાળો - સ્નાન કરવાની હાથ ધોવાની જગ્યા. અપરસ - મૂળ શબ્દ અસ્પર્શ, સેવા દરમ્યાન સેવામાં ના હોય,તેમનો સ્પર્શ ના થાય તેવી રીત. સેવામાં પહેરવાના વસ્ત્રો હાથ ખાસા કરવા - હાથ ધોવા. મથની - માટીની જળ. ભરવાની માટલી, મટકી   ઝારીજી - શ્રી ઠાકોરજીને જળ આરોગ વા માટે નાલચાવાળી લોટી તસ્ટી -  ઝારીજીને નીચેે મુકવાની ડીશ (તબકડી). નેવડો - ઝારીજીમાં વિટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર બંટો -  ઢાંકણા વાળો નાનો ડબો જેમા શ્રી ઠાકોરજી ને આરોગવાની સામગ્રી રાખવામાં આવે (બીડા કે સૂકોમેવો) સફેદી  -  મલમલની સફેદ ચાદર. તકીયાના ગલેફ. સીડી - સિંહાસન ની આગળ બે પગથિયાની મુકવામાં આવતી પાટ. ખંડપાટ - સીડી પછી મુકવામાં આવતી લંબ ચોરસ પાટ. જલઘરો - જળ આદિ રાખવાનું સ્થાન. દુધઘર -  દૂધમાંથી બનાવેલી સામગ્રી. દૂધની સામગ્રી રાખવાનું સ્થાન નાગરી -  ચણાના લોટના લાડુ, ઘઉં, ચોખા, મગના લોટના લાડુ, ગોળપાપડી. અનસખડી -  ઘી માં બનતી અનેક મીઠાઈઓ.મોહનથાળ, બુંદી , મઠડી, સેવ, ગાંઠિયા,જ...

Pushtimargiya Seva Part-2

છબી
 Pushtimargiya Seva Part-1 સેવા માટેની આવશ્યકતાઓ       શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં સેવા માટેની ત્રણ આવશ્યકતાઓ બતાવી.         ૧) ઘરમાં રહીને સેવા કરવી       મંદિરોમાં ચાલતો પુજા પ્રકાર સેવાના સ્વરૂપ સાથે સુસંગત નથી , કારણકે પુજા એટલે દેવને અપાતો આદરભાવ. આદર જાહેરમાં વ્યક્ત કરી શકાય , પરંતુ સ્નેહભાવ જાહેરમાં વ્યક્ત કરી શકતો નથી. માતા પોતાનો વાત્સલ્યભાવ અને પત્ની પોતાનો માધુર્યભાવ જાહેરમાં વ્યક્ત કરતાં નથી. તે માટેનું યોગ્ય સ્થળ ઘરનું એકાંત છે. માટે ઘરમાં રહીને સેવા દ્વારા શ્રીઠાકોરજી પ્રત્યેના પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાની આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ કરી.       સેવકે પોતાના જ ઘરમાં રહેતા પોતાના કુટુંબીઓ અને પોતાની સંપતિનો ઉપયોગ સેવામાં કરી શકે. જાહેર સ્થાનમાં તે સ્વતંત્ર રીતે સેવા કરી શકતો નથી. ત્યાં પોતાના કુટુંબ અને સંપતિનો પોતાની સાથે સેવામાં ઉપયોગ કરી શકતો નથી. વળી પોતાના ઘરનો ઉપયોગ તો સેવામાં થતો જ નથી. આથી પણ શ્રીમહાપ્રભુજીએ ગૃહસેવાનો આગ્રહ સેવ્યો.   ...

Pushtimargiya Seva Part-1

પુષ્ટિમાર્ગમાં શ્રીકૃષ્ણની સેવા કેમ ?     પરમાત્મા સચ્ચિદાનંદ ( સત , ચિત , આનંદ ) છે. જીવ તેમાથી છૂટો પડતાં આનંદ અંશ ગુમાવી બેઠો. તે સચ્ચિદાંશ રહી ગયો. અગ્નિમાંથી છૂટો પડેલો તણખો બીજી જ ક્ષણે કોલસાની કણી બની જાય. તેમાંથી અગ્નિનો અંશ લુપ્ત થાય તેવું જ જીવનું થયું.     કોલસીને ફરી અગ્નિનો સંપર્ક થાય , તો તે અગ્નિમય બને તેમ જીવને ફરી પરમાત્માની પ્રાપ્તિ થાય તો તે ફરી પ્રભુમય બને. સેવાની વ્યાખ્યા     કોઈપણ વસ્તુ , વિચાર કે વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવે , ત્યારે તેમાં સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ હોવા જોઈએ. તો જ તે વ્યાખ્યા સંપૂર્ણ બને.     અહીં સેવાની વ્યાખ્યા આપતાં શ્રીમહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ બતાવ્યું તે સમજીએ. સેવાનું સ્વરૂપલક્ષણ     સેવા મનુષ્યોની , દેવદેવીઓની કે ભગવાનના અન્ય અવતારોની કરવાની નથી , કારણ કે તે બધા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના અંશ છે. પુષ્ટિજીવ તેમના દાસ નથી. જેમના દાસ છીએ તેઓ ભગવાન શ્રીકૃષ્ણ છે. માટે કૃષ્ણસેવા જ ભગવદસેવા છે.     વ્...

Bramhsambandh: Pushtimargiya diksha

            પુષ્ટિમાર્ગમાં ‘બ્રહ્મસંબંધ દીક્ષા' લીધા પછી જ વ્યક્તિ 'પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ' બને છે. બ્રહ્મસંબંધ એ પુષ્ટિમાર્ગમાં જીવનો પ્રવેશ છે. તે એક દીક્ષા છે જે ફક્ત વલ્લભકુલ આચાર્યો દ્વારા જ આપી શકાય છે, આ પૃથ્વી પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ દીક્ષા નથી અપાતી. પ્રથમ બ્રહ્મસંબંધ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી દામોદરદાસજી હરસાણીને આપ્યું હતું.                 ‘બ્રહ્મસંબંધ' શબ્દ બે શબ્દો 'બ્રહ્મ' એટલે પ્રભુ અને 'સંબધ' એટલે સંબંધ/જોડાણથી બનેલો છે. ઘણા વર્ષોથી જીવ ભગવાનથી છૂટો પડેલો છે. છૂટા પડવાથી તેનામાં ભગવાનનો આનંદ-ગુણ જતો રહ્યો છે. તે પોતાના સ્વરૂપની ઓળખાણ ભૂલી ગયો છે. ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા કરે છે, જન્મે છે અને મારે છે. આવી ભુલાઈ ગયેલી વાત આપણને આપણા ગુરુદેવ યાદ દેવડાવે અને ફરી ભગવાન સાથેનો આપણો સંબંધ જોડી આપે તે બ્રહ્મસંબંધ. બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ                ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષો વીતી જવાથી, તેમને ફરી મળવ...