પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-3)

 

પીઢો – પડઘા, પડઘા ભોગ ધરવા માટે વપરાય છે

અનવસર – રાજભોગ પછી – ઉત્થાપન થતા સુધીનો સમય

અંકુરી – ફણગાવેલા મગ

છાનવું – ગાળવું

વેત્ર – છડી

શિરાના – ઓશિકા ગાલ માશુરીયા

ખુવો – માવાનો લાડુ

અંગીઠી – સગડી

પરનાળો – અપરસમાં નાહવા જળ માટે જ્યાં ઉંચેથી પાણી પડે છે

શંખોદક – રાજભોગ–ઉત્સવ ભોગ વખતે શંખમાં જળ લઈ ભોગ ધરેલ સામગ્રી પર છીડકવું

દુલઇ – બેવડા પડવાળી ઓઢવાની ચાદર

હાંડાની સામગ્રી – ખીર

ચોક પૂરવો – હળદર, કંકુથી સાથિયા કરવા

બંધનવાર – તોરણ

તિબારી – ઓસરી

જગમોહન – મંદિરના અંદરના ચોકનો બહારનો ભાગ

તાળા મંગલ કરવા – તાળા વાસવાં

મુહ બંધન – સેવામાં મોં પર બાંધવાનું વસ્ત્ર

પિછવાઈ – શ્રીઠાકોરજીના સિંહાસન પાછળની દિવાલ પર લટકાવતો પડદો

પોતનું કરવું – સામગ્રી કે પ્રસાદ જ્યાં પધરાવ્યો હોય ત્યાં જળ કે ગોબરથી કરવામાં આવતી શુદ્ધિ

અચવન કરાવવું – ભોગ આરોગ્યા પછી જળથી આચમન કરાવવું

ગોપી વલ્લભ ભોગ – શૃંગાર ભોગ પછી આવતો ભોગ

સાંઝી – ભાદરવા વદમાં જમીન પર યા જલ પર રંગ પુષ્પ ઇત્યાદિથી બનાવવામાં આવતી રંગોળી

મુખ્યાજી – સેવામાં મુખ્ય સેવક

ભીતરિયા – સેવામાં સખડીની રસોઈ કરનાર સેવક

બાલભોગિયા – બાલભોગની, અનસખડીની સામગ્રી સિદ્ધ કરનાર સેવક

દૂધ ધરિયા – દૂધ ઘરની સામગ્રી સિદ્ધ કરનાર સેવક

જલ ધરિયા – જળ ભરવા આદિની સેવા કરનાર સેવક

પરિચારક – સેવામાં સહાયરૂપ થનાર

ટેરો આવવો – દર્શન થઈ જવા, દર્શન બંધ થતા પડદો પડવો

અવેર થવી – મોડું થવું

ખાસા કરવું – શ્રીઠાકોરજીને લાયક શુદ્ધ પવિત્ર કરવા જળથી ધોવું

ભાવના કરવી – જે પ્રત્યક્ષ ન હોય તે મનથી પ્રત્યક્ષ છે તેવો ભાવ કરવો

પેંડો બિછાવવો – સિંહાસનથી શય્યા સુધી ગાદી બિછાવવી

પટવસ્ત્ર – રેશમી વસ્ત્ર

પનો – મીશ્રી, એલાઈચી, ગુલાબજળ આદિવાળું શીતલ જળ

દૂસરા ભોગ – શયન ભોગ સર્યા પછીનો દૂધનો ભોગ

મહાભોગ – જન્માષ્ટમીની રાત્રિએ જન્મના દર્શન પછી આવતો ભોગ

દૂના – પડિયા

છાક – વનભોજન

ટોકરી – શાક-સામગ્રી

અધિકની – વધારાની

બુહારી-સોહની – સાવરણી

સમાણી – ચપ્પુ

સિદ્ધ કરવા – સમારવા

ખાસાજળ – અપરસ અથવા શ્રીની સેવામાં કામ લાગે તેવું પવિત્ર જળ

સોહતું જળ – બહુ ગરમ કે ઠંડુ ન હોય તેવું જળ

અભ્યંગ – આમળાં અને ચંદનથી ધોળી ને સ્નાન કરવવું તે

ઉબટન – અત્તર કુલેલ શ્રીઅંગને ચોળવું

 

 

 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ