Importance of Tulsi mala in Pushtimarg

            શ્રીમહાપ્રભુજીએ વૈષ્ણવી પરંપરા અને વૈષ્ણવી જીવનને કેવી રીતે જાળવી રાખવું, અને વૈષ્ણવના જીવનમાં ચિન્હો ગ્રહણ કરતી વખતે, વ્રત, ઉપવાસનું પાલન કરતી વખતે, પરિવેશ પાલન કરતી વખતે, કયા ગ્રંથો, મંત્રો અને કયા સિદ્ધાંતો જીવનમાં આત્મસાત કરવા જોઈએ, તેના પર થોડા જ શબ્દોમાં સુંદર પ્રકાશ પાડ્યો છે.

            આપણે શ્રી મહાપ્રભુજીના સિધ્ધાંતો અનુસાર વૈષ્ણવી જીવન જીવીએ છીએ. આપણા ઠાકોરજીની પ્રસન્નતા માટે વૈષ્ણવી ચિન્હ ધારણ કરીને, હંમેશાં તેમની સેવામાં રહેવું. તેમના સ્મરણમાં, તેના સત્સંગમાં રહેવું એ જ આપણા વૈષ્ણવી જીવનનો શૃંગાર છે. શરીરનો શૃંગાર તે ભગવાનને સંપૂર્ણપણે પ્રિય હોવો જોઈએ. જેમ તિલક કરવાની રીતો આપણને કહેવામાં આવી છે, તેવી જ રીતે શ્રીમહાપ્રભુજીએ નિબંધના બીજા પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણમાં કંઠી પહેરવાનું કહ્યું છે.

તુલસી માલા (કંઠી)

            તુલસી, જે કાષ્ટની માળા છે, તેને વૈષ્ણવી દિક્ષા સ્વીકારતી વખતે દિક્ષા તરીકે આપવામાં આવે છે. આ તુલસી કંઠી આપણને શ્રીઆચાર્યચરણ શ્રીમહાપ્રભુજીએ આપી છે. આપણે જ્યારે વૈષ્ણવી દિક્ષા લેવા જઈએ છે ત્યારે શ્રીઆચાર્યચરણ ના રૂપમાં શ્રીગુરુ દિક્ષા આપે છે. શ્રીગુરુ આપણી પાસે બ્રહ્મસંબંધ મંત્ર બોલાવે છે અને પછી આપણે તુલસી કંઠી ધારણ કરીયે છીયે.

            તુલસીને આપણે ત્યાં વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. ભોગમાં પણ તુલસી, શંખમાં પણ તુલસી.આપણે દીનતાપૂર્વક  ગધ્ય મંત્ર બોલીને પ્રભુના ચરણારવિંદમાં પણ તુલસી સમર્પિત કરીએ છીએ. ભગવાન પોતે પણ કહી રહ્યા છે કે જો તમે મારી ભક્તિ કરી રહ્યા છો, જો તમને મારી પ્રસંતા જોઈએ છે, તો મને પ્રિય એવી તુલસી કંઠી ગળા માં પહેરવી પડશે.

            શરીર અને આત્મા બંનેથી આપણી શરણાગતિ પ્રિયાપ્રિયતમના ચારનારવિંદમાં સમર્પિત કરીયે છીએ. આ સમર્પણના પ્રતિકાત્મક રૂપથી આપણે તુલસીદલ સમર્પિત કરીયે છીએ. આપણે દૂધઘરમાં, અનસખડીમાં, સખડીમાં જ્યારે તુલસીપત્ર પધરવીએ છીએ, તે સમયે પંચાક્ષર મંત્રનો ઉલ્લેખ કરતી વખતે, આપણે વિનંતી કરીએ છીએ કે  હે કૃષ્ણ, હું તો તમારો છું જ પણ આપને પ્રિય એવી તુલસી ના સ્પર્શ વાળી સામગ્રી આપને સમર્પિત કરું છું.

            વિજ્ઞાને પણ માન્યું છે કે જો તુલસીના પાંદડા કોઈપણ ખાદ્ય પદાર્થમાં રાખવામાં આવે છે, તો ત્યાં થોડા સમય માટે બેક્ટેરિયાનો પ્રવેશ નથી.

તુલસીજી નું મહત્વ

           

  "Tulsi is the good conductor of heat"

 

            તુલસી કંઠી શરીરની ગરમી, ઉર્જાનું શોષણ કરે છે અને આપણી અંદર રહેલી આધિદૈવિક ઉર્જાને ફેલાવે છે. તુલસીની કંઠીને લાકડા તરીકે સ્વીકારવામાં આવે છે, Wood is always good conductor of heat.             

            વૈષ્ણવનું ગળું તુલસી કંઠી વિનાનું ન રહેવું જોઈએ.એક તુલસીની કંઠી જો તૂટી જાય ત્યારે આપણે બીજી કંઠી પહેરિયે છીયે, ત્યારે પેહલા નવી કંઠી પહેરવી જોઈએ અને પછી જ તૂટી ગયેલી કંઠી કાઢવી જોઈએ, કેમકે કંઠી વગર આપડે શ્વાસ પણ ન લેવો જોઈએ. કંઠી દાસત્વ, દીનતા અને ઉર્જા નું પ્રતિક છે. કંઠીએ વૈષ્ણવનો સર્વોપરી શૃંગાર છે.

            નામનિવેદન(જ્યારે આપણે ગુરુ પાસેથી નામ સાંભળ્યુ) ત્યારે ધારણ કરેલી એક કંઠી અને આત્મનિવેદન (જ્યારે આપડું બ્રહ્મસંબંધ થયું) ત્યારે ધારણ કરેલી બીજી કંઠી, એક દીક્ષાથી આપણને પ્રભુનું નામસ્મરણ અને બીજી દીક્ષાથી આપણને પ્રભુની સ્વરૂપાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત થાઈ છે. આપણને બે દીક્ષા મળે છે એટલે આપણે બે કંઠી ધારણ કરીયે છીએ.

કૃષ્ણદાસજીએ કંઠીનું ખૂબ સુંદર વર્ણન એક કીર્તનમાં કર્યું છે.

      ધન ધન માતા તુલસી બડી, નારાયણકે ચરણ ચડી

            જો કોઈ તુલસીકી સેવા કરે, કોટિક પાપ છીનમે પરિ હરે

          જો કોઈ તુલસીકે ફેરા દેત, સહજ જન્મ સુફલ કરી લેત

             દાન પુણ્યમે તુલસી જો હોઈ, કોટિક પુણ્ય ફલ પાવે સોઈ

            જો ઘર તુલસી કરે નિવાસા, સો ઘર સદા વિષ્ણુ કો વાસા

     કૃષ્ણદાસ કહે વારંવાર, તુલસી કી મહિમા અપરંપાર

            આપણે તુલસી કંઠી ધારણ કરીને એક નિશ્ચિત રૂપથી શ્રીઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ છીએ અને પ્રભુને વિનંતી કરીયે છીએ કે પ્રભુ હું જેવો છું એવો આપનો છું.

જેમ એક વિવાહિત પત્ની એના સોભાગ્ય ચિન્હના રૂપમાં મંગલસૂત્ર ધારણ કરે છે એવી જ રીતે જીવાત્મા પરમાત્માના સોભાગ્ય ચિન્હના રૂપમાં કંઠી ધારણ કરે છે. કંઠમાં ધારણ કરેલી કંઠી સાક્ષાત ભગવતરૂપ છે અને તુલસીની કંઠી પહેરવાથી આપણે હમેશા શ્રીકૃષ્ણના સાનિધ્યમાં રહીયે છીએ.

            આપણે તુલસીની કંઠી ધારણ કરીયે તો છે પણ મનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે. જ્યારે સૂતક લાગે કે મરણમાં કે સ્મશાનમાં જાવાનું થાઈ ત્યારે આપણે તુલસીની કંઠી કેવી રીતે પહેરવી જોઈએ? કે તુલસીની કંઠી ક્યારે બદલવી જોઈએ? તુલસી અને એનું કાષ્ટ(લાકડું) એ ક્યારે અપવિત્ર નથી થાતું. તુલસીની અંદર બિરાજમાન જે સૂત્ર(દોરો) છે એ સુત્રાવનો હોવાથી અપવિત્ર થાઈ છે અને એટલે કંઠીને બદલવી પડે છે.

            વૈષ્ણવી પરંપરા માં તુલસીની કંઠી ધારણ થાય છે. તુલસીની કંઠી આપણને આપણા ગુરુના દિવ્ય વચનો દ્વારા પ્રાપ્ત થઈ છે, જેથી આપણા મન, બુદ્ધિ, ચિત અંત:કરણથી સદાકાળ સજાગ અવસ્થામાં આપણને ધ્યાનમાં રહે કે હું શ્રીકૃષ્ણનો દાસ છું અને શ્રીકૃષ્ણ જ મારા સ્વામી છે. ગુરુની કૃપાથી, ગુરુના મુખથી સાંભળેલા મંત્રથી દીક્ષિત થઈને મે મારા ગાળામાં તુલસીની કંઠી ધારણ કરી છે અને કંઠી વગર મારૂ ગળું, મારૂ જીવન અને મારો દેહ ક્યારેય પણ નહીં રહે. આપણા જીવનમાં જ્યાં સુધી શ્વાશ છે ત્યાં સુધી તુલસીની કંઠી ગળાથી અલગ નહીં રહે. કંઠી આપણા શરીર, દેહ અને આત્માને સ્પર્શ કરે છે અને હમેશા જ્ઞાન કરાવે છે કે શ્રીકૃષ્ણનું સાનિધ્ય આપણી સાથે જ છે. આપણે શ્રીકૃષ્ણ સાથે રહી શકીએ કે ન રહી શકીએ પણ શ્રીકૃષ્ણ આપણી સાથે પ્રતિક્ષણ છે, એ વાતનું સ્મરણ તુલસીની કંઠી આપણને કરાવે છે. તમે બધા સંકલ્પ લો કે જેને નામનિવેદન અને આત્માનિવેદન દીક્ષા પ્રાપ્ત કરી છે એનું ગળું તુલસીની કંઠી વિનાનું નહીં રહે. આજ આપણું સોભાગ્ય ચિન્હ છે અને આજ આપણી વૈષ્ણવતાનું, ભગવદભક્તનું અને દીનતાનું સૌથી મોટું પ્રમાણ અને સૌથી સુંદર ચિન્હ છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ