Bramhsambandh: Pushtimargiya diksha

         પુષ્ટિમાર્ગમાં ‘બ્રહ્મસંબંધ દીક્ષા' લીધા પછી જ વ્યક્તિ 'પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ' બને છે. બ્રહ્મસંબંધ એ પુષ્ટિમાર્ગમાં જીવનો પ્રવેશ છે. તે એક દીક્ષા છે જે ફક્ત વલ્લભકુલ આચાર્યો દ્વારા જ આપી શકાય છે, આ પૃથ્વી પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ દીક્ષા નથી અપાતી. પ્રથમ બ્રહ્મસંબંધ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી દામોદરદાસજી હરસાણીને આપ્યું હતું. 

            ‘બ્રહ્મસંબંધ' શબ્દ બે શબ્દો 'બ્રહ્મ' એટલે પ્રભુ અને 'સંબધ' એટલે સંબંધ/જોડાણથી બનેલો છે. ઘણા વર્ષોથી જીવ ભગવાનથી છૂટો પડેલો છે. છૂટા પડવાથી તેનામાં ભગવાનનો આનંદ-ગુણ જતો રહ્યો છે. તે પોતાના સ્વરૂપની ઓળખાણ ભૂલી ગયો છે. ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા કરે છે, જન્મે છે અને મારે છે. આવી ભુલાઈ ગયેલી વાત આપણને આપણા ગુરુદેવ યાદ દેવડાવે અને ફરી ભગવાન સાથેનો આપણો સંબંધ જોડી આપે તે બ્રહ્મસંબંધ.

બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ

            ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષો વીતી જવાથી, તેમને ફરી મળવા માટે હૃદયમાં જે તાપ-ક્લેશ થવો જોઈએ, તેનો આનંદ જેનામાં રહ્યો નથી તેવો હું જીવ, ભગવાન શ્રીકૃષ્ણ (શ્રીગોપીજન વલ્લભ)ને દેહ, ઇંદ્રિય, પ્રાણ, અંત:કરણ અને તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ,ધન આ લોક અને પરલોક, આત્મા સહીત સમર્પણ કરું છું. હું દસ છું, હે કૃષ્ણ, હું તમારો છું.

            બ્રહ્મસંબંધ મંત્ર એક સંસ્કૃત મંત્ર છે જેમાં 84 અક્ષરો છે. આ મંત્ર કેવળ અપરસમાં સ્નાન કરીને જ બોલાય છે.આને ‘ગદ્ય મંત્ર’ પણ કહેવામાં આવે છે. આ મંત્રના છેલ્લા પાંચ અક્ષરને ‘પંચાક્ષર મંત્ર’ કહેવાય છે. તેના પણ જપ કરી શકાય. આ મંત્ર માનવસર્જિત નથી, તે સૌપ્રથમ શ્રીવલ્લભને શ્રીઠાકુરજીએ સ્વયં (શ્રી ગોકુલચંદ્રમાજીના રૂપમાં) શ્રાવણ સુદ 11 ના રોજ ગોકુલના ઠાકુરાણી ઘાટ પર આપ્યો હતો. શ્રીઠાકુરજીએ શ્રીવલ્લભને વચન આપ્યું હતું કે ‘જે જીવને આપ આ મંત્ર આપશો તેનો હું કદાપિ ત્યાગ નહીં કરું’.

આ મંત્ર એ જીવ દ્વારા લીધેલ શપથ છે જેમાં તે પોતાની તમામ દુન્યવી સંપત્તિ અને સંબંધોનું માનસિક રીતે શ્રીઠાકુરજી સાથે સમર્પણ કરે છે. બ્રહ્મસંબંધ લીધા પછી જીવ માને છે કે તમામ દુન્યવી જોડાણો (જેમ કે સંપત્તિ, કુટુંબ વગેરે) પ્રભુની કૃપાથી મળ્યું છે, જીવ ધંધામાં પ્રયત્નો કરે છે અને તેને પ્રભુ સંપત્તિના રૂપમાં ફળ આપે છે. આ મંત્ર ગુપ્ત અને શુદ્ધ છે, તેને જાહેરમાં લખી કે વાંચી શકાતો નથી, તેથી અહીં મંત્ર લખવામાં નથી આવ્યો.

બ્રહ્મસંબંધ લેવા માટે એક પ્રક્રિયા છે જે સદીઓથી અનુસરવામાં આવી છે. અહીં આપણે આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ તે જાણીએ. (વલ્લભકુલ આચાર્યના આગ્યાના આધારે થોડો બદલાઈ શકે છે) જે દીક્ષા લેવા ઈચ્છુકને અનુસરવું પડે છે.

  • દીક્ષાના થોડા દિવસો પહેલા વલ્લભકુલ બાલકની પરવાનગી લો.
  • દીક્ષા લેવાના એક દિવસ પહેલા ઉપવાસ કરવાનો હોય છે. તેમાં માત્ર પ્રવાહી અને ફળો લેવાના હોય છે.
  • હવેલી/સ્થળ પર જાવ જ્યાં દીક્ષા આપવાની હોય છે.
  • પુરૂષોએ નવી (કોરી) ધોતી અને બંદી, મહિલાઓએ નવી (કોરી) સાડી અથવા ચણીયા/ચોલી દીક્ષાના સ્થળે લઈ જવા જોઈએ. (ટીપ: ઉપર જણાવેલા કપડાં સાથે શરીરને સૂકવવા માટે નવો ટુવાલ પણ લો)
  • રિંગ (અંગૂથી), નેઇલ પોલીશ, મહેંદી અથવા કોઈપણ કલાઈ દોરા દૂર કરો. સામાન્ય વસ્ત્રો પહેરીને દિક્ષાના સ્થળે જાવ.
  • દિક્ષાના સ્થળે પહોંચ્યા પછી, બીજી વખત અપ્રસમાં સ્નાન કરો અને ધોતી/સાડી પહેરો અને શુદ્ધ જગ્યાએ બેસો. જ્યાં સુધી તમને દીક્ષા લેવા માટે બોલાવવામાં ન આવે ત્યાં સુધી અષ્ટાક્ષર મંત્ર (શ્રી કૃષ્ણ: શરણં મમ) નો પાઠ કરતા રહો.
  • વલ્લભકુલ બાલક પાસેથી દીક્ષા લીધા પછી પરવાનગી લીધા પછી અપ્રસના કપડાં બદલો.
  • દીક્ષા ગુરુને ભેટ અને ચરણસ્પર્શ કરો અને તમારા ઘરે જવા માટે નીકળો. પ્રસ્થાન કરતા પહેલા તમારા ગુરુનો ફોટો માંગવાનું યાદ રાખો અને હંમેશા ફોટો સુરક્ષિત જગ્યાએ રાખો જ્યાં દર્શન કરી શકાય.

દીક્ષા પછી અનુસરવાના મુદ્દા

            દીક્ષા લીધા પછી આપણે મુક્ત નથી. આપણે સમજવું જોઈએ કે બ્રહ્મસંબંધના દિવસથી આપણે સંપ્રદાયમાં પ્રવેશ કર્યો છે અને તેથી કેટલીક મૂળભૂત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

  • હંમેશા બે તુલસી કંઠી પહેરો. 
  • યમુનાષ્ટક, નવરત્ન વગેરે જેવા પાઠ કરો અને સ્નાન કર્યા પછી દરરોજ 'શ્રી કૃષ્ણ: શરણં મમ' મંત્રનો જાપ કરો. તેને ઓછામાં ઓછી 5-10 મિનિટ આપવાની આદત બનાવો. આખા દિવસ દરમિયાન પ્રભુ-સ્મરણ કરવા.
  • શુભ દિવસો દરમિયાન ગુરુઘરની મુલાકાત લો. શ્રાવણ સુદ 12 (પવિત્ર બારસ) ના રોજ ગુરુને ફરજિયાત દંડવત કરવા જોઈએ.

દીક્ષા લેવાની જરૂરિયાત

  • જો વૈષ્ણવને ઝારી-ચરણસ્પર્શ અથવા પુષ્ટિમાર્ગમાં સેવા જેવી અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો આ દીક્ષા જરૂરી છે.
  • એવા ઘણા લોકો છે જે માને છે કે જો કોઈ વૈષ્ણવ પરિવારમાં જન્મે તો દીક્ષા લેવાની જરૂર નથી, આ સાચું નથી. પ્રત્યેક જીવને શ્રીવલ્લભ અને તુલસીજીની હાજરીમાં સ્વતંત્ર રીતે પ્રભુને સમર્પણ કરવું પડે છે.
  • વૈષ્ણવ પરિવારના બાળકોને ફરજિયાત રીતે દીક્ષા આપવી જોઈએ કારણ કે સેવા સંબંધિત કટોકટીના કિસ્સામાં તે મદદરૂપ થઈ શકે છે.
  • ઘણા વૈષ્ણવો માને છે કે બ્રહ્મસંબંધ ફક્ત તેને જ આપવું જોઈએ જેઓ સેવા કરવા ઈચ્છુક હોય, આ પણ વ્યવહારુ અભિગમ નથી કારણ કે સેવા કરવાની ઈચ્છા વ્યક્તિના જીવનમાં પછીના ભાગમાં ભી થઈ શકે છે. જો ઉપરોક્ત કારણ દર્શાવીને દીક્ષા આપવામાં ન આવે તો જીવ - કોઈ યોગ્ય માર્ગદર્શન હેઠળ - નાની ઉંમરે બીજા માર્ગ પર જઈ શકે છે, જેનાથી ભગવત સેવા કરવાના તેના અધિકારથી વંચિત રહી જાય છે.
  • દીક્ષા લેવાની આદર્શ ઉંમર 7-15 વર્ષ છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ