પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-1 )

સામગ્રી - શ્રીઠાકોરજીને આરોગવાની-અંગીકાર કરાવાની વસ્તુઓ

પ્રસાદ -  શ્રીઠાકોરજીએ આરોગેલી-અંગીકારકરેલી વસ્તુઓ

પરનાળો - સ્નાન કરવાની હાથ ધોવાની જગ્યા.

અપરસ - મૂળ શબ્દ અસ્પર્શ, સેવા દરમ્યાન સેવામાં ના હોય,તેમનો સ્પર્શ ના થાય તેવી રીત. સેવામાં પહેરવાના વસ્ત્રો

હાથ ખાસા કરવા - હાથ ધોવા.

મથની - માટીની જળ. ભરવાની માટલી, મટકી

 ઝારીજી - શ્રી ઠાકોરજીને જળ આરોગ વા માટે નાલચાવાળી લોટી

તસ્ટી -  ઝારીજીને નીચેે મુકવાની ડીશ (તબકડી).

નેવડો - ઝારીજીમાં વિટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર

બંટો -  ઢાંકણા વાળો નાનો ડબો જેમા શ્રી ઠાકોરજી ને આરોગવાની સામગ્રી રાખવામાં આવે (બીડા કે સૂકોમેવો)

સફેદી  -  મલમલની સફેદ ચાદર. તકીયાના ગલેફ.

સીડી - સિંહાસન ની આગળ બે પગથિયાની મુકવામાં આવતી પાટ.

ખંડપાટ - સીડી પછી મુકવામાં આવતી લંબ ચોરસ પાટ.

જલઘરો - જળ આદિ રાખવાનું સ્થાન.

દુધઘર -  દૂધમાંથી બનાવેલી સામગ્રી. દૂધની સામગ્રી રાખવાનું સ્થાન

નાગરી -  ચણાના લોટના લાડુ, ઘઉં, ચોખા, મગના લોટના લાડુ, ગોળપાપડી.

અનસખડી -  ઘી માં બનતી અનેક મીઠાઈઓ.મોહનથાળ, બુંદી , મઠડી, સેવ, ગાંઠિયા,જે ઘી માં તળાય અને તેમાં મીઠું ના નખાય.

ફીકુ - સેવ ગાંઠિયા ,ચેવડો ફરસાણ વિગેરે

સખડી - સામગ્રી તેલ માં બોળી, મીઠું વિગેરે મસાલો થાય. દા.ત.....રોટલી, પુરી, દાળ ભાત, કઠોળ, વિગેરે.

 વડા કરવું  - ઉતારી લેવું .

અનોસર થવા  - રાજભોગ અને શયન બાદ સેવાનો વિરામ .મૂળ શબ્દ અનવસર અર્થાત સેવાનો અવસર - સમય ન હોવો

માળા બોલવી - પુષ્પમલાજી ધરવાનો સમય થયે, પુષ્પમલાજી પહોંચાડવા માટે હેલો પાડવો (બૂમ પાડવી)

ધૈયા - દૂધને મથી ખૂબ ફેસ થાય તે. શેરકઢું(તાજું દોહેલુ ફેસવાળું )દૂધ

સોંઘો - અત્તર ,ફુલેલ સુંગંધી.

અભ્યંગ -  શ્રી ઠાકોરજીને આંબળા ,ચંદન, વિગેરેથી થતું સ્નાન

અંગવસ્ત્ર - શ્રીઅંગ લુછવા માટેનું મલમલનું સફેદ મુલાયમ વસ્ત્ર.

 સાજ - પિચવાઈ ,ચંદરવા,સિંહાસન સીડી, ખંડપાટના વસ્ત્રોનો સેટ.

હિંડોળાખાટ - શ્રી ઠાકોરજીને પોઢવા માટે હીંચકાના સ્વરૂપના શૈય્યાજી

પડઘો -  ઝારીજી કે બંટાજી મુકવા માટેે ઊભુું  સ્ટેન્ડ, જે ગાદીની   અથવા સિંહાસન ની બાજુ માં તેટલી જ ઉંચાઈએ આવે.

ટેરો - પડદો.

સુજની -  છીટની બેવડા પડવાળી ચાદર. શ્રીઠાકોરજી પોઢે ત્યારે થોડી ઠંડી માં ઓઢાડાય.

કસના - શય્યાજીના ચાર છેડે બાંધવામાં આવતા શ્યામ રેશમી દોરાના ગુચ્છા.

ન્યોછાવર કરવું -  ઉત્સવના દિવસોએ આરતી ઉતાર્યા પહેલા મુઠીયાં ઓવરવા અને આરતી બાદ રાઈ લુણ તથા રૂપિયા ઓવરવા.

 મુખવસ્ત્ર - તકીયાપર મુકવામાં આવતું ઘડી કરેલું વસ્ત્ર.

અતલસ -  સોનેરી છાપ વાળું રેશમી વસ્ત્ર.

અણવટ વીછીયા - પગમાં અંગુઠા આંગળીમાં પહેરતા છલ્લા.

અરગજાઈ -  ચંદનના રંગનું વસ્ત્ર.

અલંકાર - નેત્ર આભૂષણ.

 આત્મસુખ - રૂ ભરેલા સૂતરાઉ વસ્ત્ર વાઘો જે શીતકાળમાં ધરાય.

કંઠાભરણ -  ગળામાં ધરવામાં આવતી માળા

કતરો -  એક પ્રકારની કલંગી જ મસ્તકે ધરાય

કમલપત્ર - ઉત્સવે કપોલપર કેસર થી દોરાતી કમળના આકારની રેખાઓ.

કસુંબલ - લાલ રંગનું.

 કુંજાની ટોપી - મુકુટની નીચે આવતી ત્રિકોણ આકારની ટોપી.

ક્ષુદ્રઘંટીકા -  કેડનો કંદોરો

ખરસલ -  છત્રી વિનાનો રથ

ગદલ - રૂ ભરી બનાવેલ અંગરખું (બંડી)

ગંગાજમની - સોના ચાંદીની મેળવણીથી બનાવેલ.

ગુલનાર - દાડમના ફૂલનો રંગ.

ગોકર્ણ -  ગાયના કાન ના આકારનો મસ્તકપર કુલ્હે જોડ સાથે ધરાતો શૃંગાર

ઘટા -  એકજ રંગ ની સજાવટ. સિતકાલ/હિંડોળાના દિવસોમાં થાય.

ઘેરદાર - ઘેરવાળો વાઘો

ચંદ્રિકા -  મયુર પંખ

ચાકદાર - ખુણા નીકળ્યા હોય તેવો વાઘો.

ચોકઠું - શ્રી ઠાકોરજીના શ્રીઅંગની બહાર ત્રણે બાજુ આવે તે.

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Part -2 માટે અહિ ક્લિક કરો.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ