પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-2)

 

કામનો જોડ – બાદલાનો જોડ

કારચોબી – મલમલમાં ડિઝાઇન પાડી બનાવેલ રેશમી વસ્ત્ર

કુલ્હે – એક પ્રકારની બે છેડાવાળી પાઘ

કાછની – ઘેરદાર ચણીયો જે ઘૂંટણથી થોડે  ઉપર રહે તે પ્રકારનું વસ્ત્ર

કિનખાબ – સોનેરી રુપેરી તારથી ડિઝાઇન પાડી બનાવેલ રેશ્મી વસ્ત્ર

કુંજાની ટોપી – મુકુટની નીચે આવતી ત્રિકોણ આકારની ટોપી

કોયલી – ઘેરો ભૂરો રંગ

છાપા – છાપેલાં વસ્ત્રો

જરદોજી – સોનેરી ભરત-રુપેરી ભરત કામ મખમલ પર થાય તે

ઠાડાં વસ્ત્ર – સ્વરૂપને બહારના ભાગમાં ધરાતું વસ્ત્ર

દોરીયો – ધારીદાર મલમલ

તનિયો – લંગોટ

થાળ સાનવો – દાળ-ભાત મેળવી ભોગ ધરવો

દુલરી – બે સેરની માળા

ફરગુલ – શિયાળામાં ગદલ પર ધરવામાં આવતું રૂ ભરેલું વસ્ત્ર

વાઘો – જામો

બીડી – પાન

સાંગામાંચી – નાનું સિંહાસન

સરવું – હટાવી લેવું, ભોગ ધરેલી વસ્તુઓ ત્યાંથી હટાવવી

સુથન – પાયજામો

વેણું – વાંસળી

વેત્ર – લાકડી

કટોરી – નાની વાટકી 

ચોકી – પાટ

પાટિયાની – ઘઉંના લોટની સેવ

ચટાઇની – ચોળાના લોટની વડીઓ

ચકલાના – પાપડ

ઢારવાની સામગ્રી – મોહનથાળ

છાંટવાની સામગ્રી – બુંદી

વાંટાની સામગ્રી – આકડાની જલેબી

જાળીની સામગ્રી – મૈસુર

પાવાની સામગ્રી – ઠોર

વેલવાની સામગ્રી – રોટલી

સફેદ સામગ્રી – દૂધ

તરમેવો – તળેલો સુકો મેવો

ગોરસ – દહીં

ભુજાના – ભજીયાં

ઝારાની સામગ્રી – બુંદી

ત્રણ જોડીનો શ્રિંગાર – હીરા, માણેક, પના આભુષણો

વધાઇના દિવસ – ઉત્સવ આગમના દિવસો

આશૌચ – સુતક મરણું

પિંડરુ – બાળકના જન્મનું સુતક

છોવાઇ જવું – સેવાને યોગ્ય ન રહેવું

દરિયાઇ – રેશ્મી વસ્ત્ર

સંધાણા – અથાણાં

અધિવાસન કરવું – ડોલ, હિંડોળા, પવિત્રા વગેરેનું, સંકલ્પ, મંત્રોચાર પુર્વક પુજન કરવું 

 

 

           

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ