Pushtimargiya Seva Part-1

પુષ્ટિમાર્ગમાં શ્રીકૃષ્ણની સેવા કેમ?

    પરમાત્મા સચ્ચિદાનંદ(સત, ચિત, આનંદ) છે. જીવ તેમાથી છૂટો પડતાં આનંદ અંશ ગુમાવી બેઠો. તે સચ્ચિદાંશ રહી ગયો. અગ્નિમાંથી છૂટો પડેલો તણખો બીજી જ ક્ષણે કોલસાની કણી બની જાય. તેમાંથી અગ્નિનો અંશ લુપ્ત થાય તેવું જ જીવનું થયું.

    કોલસીને ફરી અગ્નિનો સંપર્ક થાય, તો તે અગ્નિમય બને તેમ જીવને ફરી પરમાત્માની પ્રાપ્તિ થાય તો તે ફરી પ્રભુમય બને.

સેવાની વ્યાખ્યા

    કોઈપણ વસ્તુ, વિચાર કે વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવે, ત્યારે તેમાં સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ હોવા જોઈએ. તો જ તે વ્યાખ્યા સંપૂર્ણ બને.

    અહીં સેવાની વ્યાખ્યા આપતાં શ્રીમહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ બતાવ્યું તે સમજીએ.

સેવાનું સ્વરૂપલક્ષણ

    સેવા મનુષ્યોની, દેવદેવીઓની કે ભગવાનના અન્ય અવતારોની કરવાની નથી, કારણ કે તે બધા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના અંશ છે. પુષ્ટિજીવ તેમના દાસ નથી. જેમના દાસ છીએ તેઓ ભગવાન શ્રીકૃષ્ણ છે. માટે કૃષ્ણસેવા જ ભગવદસેવા છે.

    વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણની જ જીવનભર સેવા કરી. ક્યારેક ભોળા વ્રજવાસીઓ કોઈક દેવમાં ભગવદબુદ્ધિ કરી ભોળવાયા ત્યારે ભગવાને તેમની બુદ્ધિને સુધારી હતી. હિન જાતિના અભણ અને રંક વ્રજવાસીઓ શ્રીકૃષ્ણની સેવા કરીને પરમાનંદને પામ્યા હતા. સાક્ષાત ભગવાન તેમને તેમની સેવાના ફળ રૂપે મળ્યા હતા.

    આથી શ્રીમહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપલક્ષણ બતાવ્યુ કે શ્રીકૃષ્ણની સેવા જ સાચી સેવા છે.

સેવાનું કાર્યલક્ષણ

    સેવામાં સેવકનું ચિત ઓતપ્રોત થાય ત્યારે જ તે સેવા કહેવાય. સેવક માત્ર સેવાની ક્રિયા કરે અને તેનું મન લૌકિક વિચારોમાં ભટકતું રહે તો તે એક કર્મકાંડ બની જાય. તેને સેવા કહી શકાય નહીં. આથી શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવકે સેવામાં પોતાના ચંચળ ચિતને ચોંટાડવું જરૂરી છે.આ સેવાનું કાર્યલક્ષણ બતાવે છે.

    શ્રીમહાપ્રભુજીએ મનોવૈજ્ઞાનિક સત્ય સેવામાં જોડયું. તેમણે આજ્ઞા કરી કે સેવકે સાધક સ્થિતિમાં તનુવિતજા સેવા કરવી. તનુવિતજા એટલે પોતાના શરીર અને દ્રવ્યનો સાથે સાથે ઉપયોગ કરીને સ્વયં જે સેવા કરે તે તનુવિતજા સેવા કહેવાય.

    શ્રીમહાપ્રભુજીએ સરળ અને સો ટકા સિદ્ધિ આપનારો સેવાનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું કે મન કદાપિ મરવાનું નથી, ત્યારે મનને મોહનમાં જોડી દો. મન મોહનમાં મળી જશે એટલે સ્વતંત્ર રહેશે નહીં. મનની અહંતા મમતા પણ મોહન સાથે જોડાઈ જશે અને આપણને ભગવદદર્શન અને ભગવદપ્રાપ્તિ થશે.  

 Pushtimargiya Seva Part-2


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ