84 Bethakji of Shree Mahaprabhuji (Part-5)

૪૯માં બેઠકજી શ્રીવિધાનગરમાં

            બેઠકજી આંધ્રમાં બે પર્વતની વચ્ચે તુંગભદ્રા નદીના કાંઠે હમ્પી ગામમાં સ્થિત છે.

          અહીં કૃષ્ણદેવરાય રાજાએ ચાર મુખ્ય વંશ માટે એક મોટી ચર્ચા ગોઠવી હતી. પ્રતિષ્ઠિત સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ આચાર્યોના શિષ્યો અહીં ભેગા થયા હતા. જુદા જુદા આચાર્યો વચ્ચે મોટી ધાર્મિક ચર્ચા ચાલતી હતી.

          શ્રીવલ્લભ અહીં તેમના મામાના ઘરે પધાર્યા. તેમના મામા રાજાના મંત્રી છે. સાંજે, જ્યારે શ્રીવલ્લભે કહ્યું હું કોઈના હાથનું લેતો નથી. આવું સાંભળીને તેમના મામાને પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું. તેમના મામા રાજા પાસે ગયા અને કહ્યું કે શ્રીવલ્લભને મહેલમા પ્રવેશવા દે.

            બીજે દિવસે, શ્રી વલ્લભ રાજા ના મહેલમાં પ્રવેશ કર્યો જ્યાં ચર્ચા ચાલી રહી હતી. તે અસંખ્ય સૂર્ય ની જેમ ચમકતા હતા. ૧૧ વર્ષ ના છોકરા નો વૈભવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ થી દરેક જણ પ્રભાવિત થઈ ગયા અને તેમણે બેસવા માટે આસન આપ્યું. તેઓએ સતત ૨૭ દિવસ સુધી દલીલ કરી અને ત્યાં હાજર દરેક ની પ્રસંશા મેળવી. તે બધા તેમના બ્રહ્મવાદ સિધ્ધાંત થી ખૂબ પ્રભાવિત થયા અને સર્વાનુમતે વિજેતા જાહેર કર્યા. તેમણે સિંહાસન ઉપર બિરાજવામાં આવ્યા અને તેમને પવિત્ર સ્નાન કરાવ્યુ પ્રસંગ ને કંકાભિષેક તરીકે ઓળખવામાં આવે છે. તેમનું ૧૦૦ મણ સોનાથી સન્માન થયું. તેમણે તે બધુ સોનું ત્યાં હાજર તમામ બ્રાહ્મણો ને વહેંચી દીધું. ત્યાં તેમણે જગદગુરુ શ્રી મહાપ્રભુજી ની પદવી મળી.

 

૫૦ માં બેઠકજી શ્રી ત્રિલોકભાનજીમાં

                   બેઠકજી તામ્રપર્ણી નદી અને તેતાદ્રી પર્વત ની વચ્ચે  સ્થિત છે. ક્ષેત્ર શક્તિ સંપ્રદાય ના બ્રાંહ્મણો થી વસેલો હતો. તે બધા ભગવાન શક્તિ ની ઉપાસના કરતાં હતા. જ્યારે તેઓએ શ્રી મહાપ્રભુજી વિષે સાંભળ્યુ, ત્યારે તેઓ બધા તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. ૨૪ મિનિટ ની અંદર શ્રી મહાપ્રભુજી તેમની સામે હિન્દુ શાસ્ત્ર નો અર્થ પ્રગટ કર્યો અને પુષ્ટિમાર્ગ ની સ્થાપના કરી. શ્રી મહાપ્રભુજી એટલા પ્રભાવશાળી હતા કે તેમાથી સેંકડો બ્રાંહ્મણો તેમના સેવક બન્યા.

                   અહીં શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવત પર પારાયણ કર્યું. ભગવાન ત્રિલોકનાથજી રોજ કથા સાંભળવા આવતા. શ્રી મહાપ્રભુજી ભગવાન ત્રિલોકનાથજી ના મંદિરે ગયા અને ભગવાન ને આભૂષણો ધરાવ્યા. બેઠકજી અપ્રગટ છે.

 ૫૧ મી બેઠક શ્રી તેતાદ્રી પર્વત પર 

                   બેઠકજી વડના ઝાડ ની નીચે જંગલ માં સ્થિત છે. કૃષ્ણદાસ મેઘને શ્રીમહાપ્રભુજી ને કહ્યું કે વિસ્તાર માં બિલકુલ પાણી નથી. શ્રીમહાપ્રભુજીએ  તેમણે કહ્યું  કે કદંબ ના ઝાડ પાસે જાઓ ત્યાં એક મોટી શીલા છે, શીલા ને ઊંચી કરો ત્યાં તમે તાજા પાણી નું તળાવ જોશો. તળાવ નું નામ વલ્લભ કુંડ પડ્યું.

                   કૃષ્ણદાસ અન્ય લોકો સાથે ત્યાં ગયા અને તળાવ જોયું. વિસ્તાર માં રહતા લોકોને તળાવ વીશે કોઈ જાણકારી ના હતીતેઓ તળાવ જોઈ ને દંગ રહી ગયા. જ્યારે તેઓ તળાવ જોયું ત્યારે બધા શ્રીમહાપ્રભુજી ની દિવ્ય શક્તિ ની પ્રશંસા કરી.

                   અહીં તેમના વચનામૃત દરમિયાન કેટલાક લોકો તેમણે તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા અને તેમના સેવક બન્યા.  શ્રી મહાપ્રભુજી તેમને ત્રિપુંડ, રુદ્રાક્ષ માલા કાઢી નાખવાનું કહ્યું અને તુલસી માળા અને તિલક રાખવાનું કહ્યું.

          બેઠકજી અપ્રગટ છે.

૫૨મી બેઠકજી શ્રીદરવસેનજીમાં

           પવિત્ર સ્થાન રામેશ્વર અને ત્રિચિનાપલ્લીની વચ્ચે, આદિસેતુ તરીકે ઓળખાતા તીર્થસ્થાનમાં સ્થિત છે. અહીં એક ગાઢ અને ખતરનાક જંગલ હતું. અહીં જંગલી પ્રાણીઓ વિસ્તારમાં મુક્તપણે ફરતા હતા.

          શ્રીમહાપ્રભુજીના ભાગવત પારાયણ દરમ્યાન ભગવાન વરદસેન અહીં પહોંચ્યા અને કહ્યું કે તમે રહેવા માટે ખતરનાક સ્થળ પસંદ કર્યું છે. તમે અહીં આવવાની તકલીફ લીધી હોવાથી, અહીં રહેનારા દૈવી આત્માઓને મુક્ત કરવા માટે હું તમને વિનંતી કરું છું.

          શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભારત પ્રવાસ પર આગળ જતા પહેલાં ત્યાં રહેલા અસંખ્ય આત્માઓને મુક્ત કર્યા.

          બેઠકજી અપ્રગટ છે.

૫૩મી બેઠક શ્રીસુરતમાં


          અહીં શ્રીમહાપ્રભુજી તાપી નદીના કાંઠે અશ્વિનીકુમારના આશ્રમ પાસે રોકાયા હતા.

          શ્રીમહાપ્રભુજીના ભાગવત પારાયણ દરમિયાન અહીં એક સુંદર યુવતી કથા સાંભળવા આવતી. તે તાપીમાં સ્નાન કરીને, શ્રીમહાપ્રભુજીની ડાબી બાજુ ઉભી રહીને સમગ્ર કથા દરમિયાન તેમની સેવા કરતી. કથા પુરી થાય ત્યારે તે અચાનક ગાયબ થઈ જતી.

            શ્રીમહાપ્રભુજીએ જણાવ્યું કે તે તાપી નદીનું દિવ્ય સ્વરૂપ છે, જે સૂર્ય ભગવાનની પુત્રી અને યમુનાજીને યમરાજાની બહેન છે. તેને શ્રીમદ ભાગવત સાંભળવાની ઈચ્છા હતી તેથી તેને એક યુવતીનો રૂપ લીધો.


બેઠકનું સરનામું : મોદી મહોલ્લા, અશ્વિનીકુમાર ઘાટ, તાપી નદી પાસે, સુરત૩૯૫૦૦૩, ગુજરાત

location

સંપર્ક : ૦૨૬૧-૨૫૪૭૯૬૮


૫૪મી બેઠક શ્રીભરુચમાં


          અહીંના બેઠકજી નર્મદા નદીના કાંઠે સ્થિત છે. શહેરનું સાચું નામ બ્રુગુ કચ્છ હતું. શ્રીભ્રૂગૂ ઋષિનો આશ્રમ અહીં હતો.

          માથાથી પગ સુધી સજેલી એક યુવતી આવી અને શ્રીમહાપ્રભુજીના ચરણોમાં પ્રણામ કરી અને કહ્યું કે મને તમારા આવવાનું સાચું કારણ ખબર છે. તમે ફક્ત દૈવીજીવોના ઉદ્ધાર માટે આવ્યા છો. તમારા ફક્ત સ્પર્શ દ્વારા સ્થાનો અને નદીઓ પવિત્ર બને છે, માટે કૃપા કરીને આ નર્મદા નદીમાં સ્નાન કરો અને આશીર્વાદ આપો.

          દમલાજીએ શ્રીમહાપ્રભુજીને યુવતી વિશે પૂછ્યું. શ્રીમહાપ્રભુજીએ તેમને કહ્યું કે નર્મદા દેવી છે. શ્રીમહાપ્રભુજી રોજ નર્મદા નદીમાં સ્નાન કરતાં. શ્રીમહાપ્રભુજી સાથે ચર્ચા કરવા ઘણા માયાવાદી ત્યાં આવ્યા અને એક કલાકની અંદર તેમણે તેમને સાબિત કર્યું કે તેમનું ભ્રાંતિ વિશ્વનો સિદ્ધાંત સાચો નથી.

બેઠકનું સરનામું : પાવરહાઉસની નજીક, સ્ટેશન રોડ, ભરુચ૩૯૨૦૦૧, ગુજરાત

location

સંપર્ક : શ્રીગૌતમભાઈ મુખિયાજી : ૯૪૦૮૦૮૪૪૨૨, ૦૨૬૪૨-૨૬૪૬૬૦


બેઠકજી માં જતી વખતે આટલી બાબતો નું  ધ્યાન રાખો



૫૫મી બેઠક શ્રીમોરબીમાં


          શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક મચ્છુ નદી પાસે કૃષ્ણ તળાવના કિનારે આવેલ છે. શહેરની સ્થાપના રાજા મયૂરધ્વાજા દ્વારા કરવામાં આવી હતી.

          એકવાર, બે બ્રાહ્મણો બાલા અને બાદા શ્રીમહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. તેઓએ તેમનામાં દેવત્વનો અહેસાસ કર્યો અને વિનંતી કરી કે અમે દુન્યવી સમુદ્રમાં ખોવાઈ ગયા છીએ, હવે અમારા ઉપર કૃપા કરો.

          શ્રીમહાપ્રભુજીએ તેમને સેવક કર્યા. બ્રહ્મસંબંધ આપ્યા પછી શ્રીમહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ વિશે શીખવ્યું અને કહ્યું કે શ્રીકૃષ્ણ તરીકે શ્રીનાથજીની સેવા કરો. બાલાનું નામ બદલીને બાલકૃષ્ણદસ કરાયું અને બાદનું નામ બદલી બાદરાયણદસ કરાયું. તેમની સંપૂર્ણ વાર્તા ૮૪ વૈષ્ણવ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે.

          ૧૧ ઓગસ્ત ૧૯૭૯ ના રોજ મોરબીમાં ભારે તોફાન આવ્યું હતું. હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. અબજ ડોલરની સંપતિનો નાશ થયો હતો. ગોસ્વામી પૂજ્ય ઇન્દિરાબેટીજી અને પુષ્ટિમાર્ગના અન્ય આચાર્યોએ શહેરને ફરીથી સ્થાપવામાં મદદ કરી હતી. ચમત્કારિક રીતે બેઠકજી એકબંધ થયા.

બેઠકનું સરનામું : મચ્છુ નદીની સામે, એલ.. કોલેજની પાછળ, મોરબી-૩૬૩૬૪૧, જિ. રાજકોટ, ગુજરાત

સંપર્ક : ૦૨૮૨૨-૨૪૦૩૩૫

location

૫૬મા બેઠકજી શ્રીજામનગરમાં

         શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીના બેઠકજી નાગમતી નદીના મનોહર કાંઠે સ્થિત છે.

          નજીકના રાજ્યના શાસક રાજાએ શ્રીમહાપ્રભુજીને તેમના સેવક કરવાની વિનંતી કરી. રાજાએ તેમના વિક્ષેપિત રાજ્યને બચાવવા પણ વિનંતી કરી. શ્રીમહાપ્રભુજીની કૃપા અને આશીર્વાદથી તેમના રાજ્યમાં કાંઇ થયું નહી.

          તે સમયે અહીં જંગલ હતું. શહેરની સ્થાપના થઈ હતી. રાજાએ તે સ્થાન પર શહેર વિકસાવવા આશીર્વાદ માંગ્યા. શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો કે તે જ્યોતિષીય સંકેતો મુજબનો શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ વિલંબ કર્યા વિના ભૂમિપૂજન હમણા થવું જોઈએ. રાજાએ શ્રીમહાપ્રભુજીની ઈચ્છાનું પાલન કર્યું. આમ, એક મોટું અને સુંદર શહેર, જે હવે જામનગર તરીકે ઓળખાય છે, તેનો જન્મ શ્રીમહાપ્રભુજીના આશીર્વાદથી થયો.

          ઝંદૂ ભટ્ટની ગલીમાં શ્રીગુસાંઈજીના બેઠકજી પણ શહેરમાં સ્થિત છે. શ્રીમદનમોહનજીનું ચાર હસ્ત વાળું સ્વરૂપ પણ અહીં જામનગર હવેલીમાં બિરાજે છે.

બેઠકનું સરનામું : કાલાવડ રોડ, નાગમતી નદીના કિનારે, જામનગર-૩૬૧૦૦૧, ગુજરાત

location

સંપર્ક : ૦૨૮૮-૨૫૭૦૬૭૧, ૦૨૮૮-૫૫૪૫૨૬૫ 

૫૭ માં બેઠકજી શ્રીખંભાળિયા માં

          બેઠકજી છોકર ના ઝાડ નીચે સ્થિત છે. એક બપોરે એક બ્રાહ્મન  શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. અને વિનંતી કરી કે હવે અહી વધુ રોકાવ, કારણ કે રાતે અહી માણસ ખાતો ફરે છે. તેમની ચેતવણી છતાં શ્રી મહાપ્રભુજી આગળ વધ્યા નહીં. તે રાતે કૃષ્ણદાસ નજીક ના તળાવ માં સ્નાન કરવા નીકળ્યા હતા, તેને ત્યાં પ્રેત જોયું અને પૂછ્યું કે તું અહી કેમ ભટકે છે. પ્રેતે કૃષ્ણદાસ ને વિનંતી કરી અને કહ્યું કે ,આપ શ્રીમહાપ્રભુજી ને  કહો કે મારા પર કૃપા કરે અને મને મુક્ત કરે. તેમણે કહ્યું કે શ્રીમહાપ્રભુજી માં દૈવી ગુણો છે અને તે કૃષ્ણ નો અવતાર છે.

          જ્યારે શ્રીમહાપ્રભુજીને ઘટના ની ખબર પડી ત્યારે શ્રીમહાપ્રભુજી તેના ઉપર થોડું પવિત્ર જળ છાંટયું.  તે તરત પોતાનું દૈત્યિક રૂપ છોડી ને શાશ્વત ધામ માં પ્રવેશયુ.

બેઠક નું સરનામું: સ્ટેશન રોડ,જામ ખંભાળિયા-૩૬૧૩૦૫, ગુજરાત

location  

સંપર્ક: રોહિતભાઈ/રાજુભાઇ મુખિયાજી : ૦૨૮૩૩-૨૩૪૯૬૬, ૦૨૮૩૩-૩૨૯૪૧૧

 

૫૮ માં બેઠકજી શ્રીપિંડતારક માં

          દ્વારિકા અને જામનગર ની વચ્ચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી અહી એકાંત સ્થળ પર સ્થિત છે. શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકા ના રાજા હતા ત્યારે નજીક ના વિસ્તારો માં કેટલાક પ્રવિત્ર સ્થળો ની સ્થાપના કરવામાં આવી જગ્યા આમાં ની એક છે.

          શ્રીમહાપ્રભુજી રોજ શ્રીમદ ભાગવત નું પારાયણ કરતાં. એક બ્રાહ્મણ રોજ શ્રી મહાપ્રભુજી ને સાંભળવા આવતા પૂછપરછ પર તેમણે કહ્યું કે તેઓ પવિત્ર વિસ્તાર માં રહેતા હતા અને લાંબા સમય થી શ્રીમહાપ્રભુજી ને સાંભળવા માગતા હતા. સાત દિવસ નું પારાયણ પૂર્ણ થયા પછી  તે ગાયબ થઈ ગયા. શ્રીમહાપ્રભુજી કહ્યું કે તેઓ પવિત્ર ક્ષેત્ર નું દિવ્ય રૂપ હતું. 

          એક પૂજારી શ્રીમહાપ્રભુજી પાસે ગયા અને તેમના આશીર્વાદ માટે કહ્યું. શ્રીમહાપ્રભુજી તેમને કહ્યું કે તીર્થરજ તેમને  મુક્ત કરશે.

બેઠક નું સરનામું: પિંડતારક, નંદાણા પાટિયા,  પોસ્ટ-પિંડારા-૩૬૧૩૧૫, જી. જામનગર ,ગુજરાત

સંપર્ક: ૦૯૪૨૬૦૨૭૩૭૧

૫૯  માં બેઠકજી શ્રીમુળગોમતી ના કિનારે

          અહી ભાગવત પારાયણ દરમિયાન કૃષ્ણદાસ મેઘને સ્થાન ના ઇતિહાસ વિશે પૂછ્યું. શ્રી મહાપ્રભુજી કહ્યું કે ગોમતી વૈકુંઠ થી રાજકુમારી તરીકે પૃથ્વી પર ઉતર્યા. ભગવાન દ્વારિકનાથજી પ્રગટ થયા અને તેમને નદી નું સ્વરૂપ ધારણ કરવાનું કહ્યું. ભગવાન ની સલાહ  મુજબ તે ગોમતી નદી બની ગઈ, જે દ્વારિકા માં  ભગવાનના મંદિર નજીક સમુદ્ર માં મળે છે. ભગવાન ને મળવાની તેની ઈચ્છા પણ પૂર્ણ થઈ.

          એક સન્યાસી શ્રીમહાપ્રભુજી પાસે આવ્યો અને કહ્યું કે હું  ભાગવત દરરોજ વાંચું છું અને મને ચાર વાર મૃત્યુ લેવા માટે આવી છે, પરંતુ મે તેને પછી મોકલી છે. ૧૦૦ વર્ષ પછી ભગવાન મારી સમક્ષ હાજર થયા. મેં તેમને વિનંતી કરી કે શ્રીકૃષ્ણ ની બાળપણ ની લીલા ના દર્શન થાય અને હુ ગિરિરાજજી ની તળેટી માં રહું. મને તેમના દ્વારા કહવામાં આવ્યું કે જ્યારે શ્રીમહાપ્રભુજી સ્થાન પર પધારશે ત્યારે મારી બધી ઇચ્છા પૂર્ણ થશે, માટે કૃપા કરી ને મને તમારા સેવક તરીકે સ્વીકારો. શ્રીમહાપ્રભુજી જવાબ આપ્યો કે તમે ભગવાન ને પ્રાપ્ત કરવા માટે તમારા પોતાના સાધન નો આશરો લીધો છે અને તેથી તમને મુશ્કેલી પડે છે. પારાયણ સમાપ્ત થયા પછી ત્રણ દિવસ પછી તમે મુક્ત થશો. તમે જતીપુરા માં હરજી ગ્વાલ તરીકે જન્મ લેશો. શ્રીગિરિરાજજી  ની તળેટી માં આજે પણ હરજી કુંડ છે.

બેઠક નું સરનામું: પોસ્ટ નાના ભાવડા-૩૬૧૩૩૫,મૂળ ગોમટા , દ્વારિકા, ગુજરાત

location

સંપર્ક: શ્રી દામોદરભાઈ મુખિયાજી : ૦૯૯૯૮૬૮૮૬૮૮

 

૬૦ માં બેઠકજી શ્રી દ્વારિકા માં

          શ્રી મહાપ્રભુજી ના બેઠકજી ગોમતી નદી પર સ્થિત છે, જે સમુદ્ર ને  મળે છે. ભગવાન દ્વારિકાનાથજી શ્રીમહાપ્રભુજી ને મળવા આવ્યા અને તેમને ચતુર્માસ અહી પસાર કરવા વિનંતી કરી. સમયગાળા દરમિયાન શ્રીમહાપ્રભુજી શ્રી ઠાકોરજી ની સેવા કરી રહ્યા હતા.

          દ્વારિકનાથજી મંદિર ના મુખ્ય પૂજારી ગોવિંદદાસ શ્રીમદભાગવત ના પારાયણ માં આવતા હતા. દરમિયાન દ્વારિકા માં શ્રીનાથજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન દ્વારિકાનાથજી ને કહ્યું કે, તમારા સેવક નો ભાવ દ્વારિકાલીલા નો છે. તેમણે મહાપ્રભુજી પાસેથી વૃંદાવન લીલા સાંભળવી ના જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ ના બાળપણ ના વિનોદ સાંભળીને તે દ્વારિકા લીલા માં રસ ગુમાવી શકે છે. શ્રી દ્વારિકનાથજી તેમને કથા ના સમય દરમિયાન વાતો માં વ્યસ્ત રાખ્યા.

          રાસલીલા ની કથા દરમિયાન ઘણા શ્રોતાઓ તેમના હોશ ગુમાવી ગયા હતા. ત્યારબાદ કેટલાક વરસાદ ના વાદળો વિસ્તાર ને આવરી લીધો હતો. અચાનક સર્પ ભગવાન શેષ નાગ દેખાયા અને તેના હજાર ડૂબકાં થી વિસ્તાર આવરી લીધો. જ્યારે આજુબાજુ નો તમામ વિસ્તાર ભીંજયો , વિસ્તાર અસરગ્રસ્ત ના થયો.

બેઠકજી નું સરનામું: હરીકુંડ ની બેઠકજી, હરીકુંડ ઉપર, ગોમતી નદી પાસે, દ્વારિકા ,ગુજરાત -૩૬૧૩૩૫


સંપર્ક: મનીષભાઈ મુખિયાજી ૦૨૮૯૨-૨૩૪૮૨૫, ૦૯૯૭૪૭૧૫૧૧૩

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૧

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૨

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૩

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૪

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૫

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૬

૮૪ બેઠક ચરિત્ર ભાગ-૭

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ