Guidelines For Bethakji (Part-1)

 

    શ્રીમહાપ્રભુજી,શ્રીગુસાંઇજી,શ્રીગિરિધરજી,શ્રીગોકુલનાથજી, શ્રીહરિરાયજી આદિનાં બેઠકજી મળીને મુખ્યત્વે ૧૪૨ બેઠકજીનાં દિવ્ય ચરિત્રો આપણને પ્રાપ્ત થઈ છે.

    શ્રીબેઠકજી અને શ્રીગાદીજી એ બંનેમાં મૂળભૂત તફાવત છે. આપણે દર્શન કરવા જઈએ છીયે, ત્યાં બેઠકજીના નામે લગભગ બધાં સ્થાનોએ ગાદીજી બિરાજતાં હોય છે. જ્યાં શ્રીમહાપ્રભુજી કે તેમના વંશજે શ્રીમદભાગવત અથવા વેદ અથવા ગીતા કે રામાયણનું પારાયણ કર્યું હોય, તે સ્થાનને બેઠકજી કહેવામાં આવે છે. જ્યાં આ પ્રકારે પારાયણ ન કરવામાં આવ્યું હોય, પરંતુતે સ્થાન ઉપર તેઓ બિરાજ્યા હોય અગર તો તેમને ભાવનાથી પધરાવવામાં આવેલા હોય તેવા સ્થાને ગાદીજી કહેવામાં આવે છે.

vબેઠક-ચરિત્રો સમજવાં શા માટે જરૂરી છે?        

    જ્યારે આપણે બેઠક-યાત્રા કરવા જઈએ છીએ,ત્યારે તે સ્થાનના માહાત્મ્ય-જ્ઞાનનો જો આપણને પૂર્વ-પરિચય હોય તો તે સ્થાનમાં એકાંતમાં ધ્યાનપૂર્વક બેસતાં અને તે સ્થાનના ચરિત્રનું સ્મરણ કરતાં શ્રીમહાપ્રભુજી ત્યાં બિરાજેલા તે સમયની દિવ્ય લીલાની આપણને અનુભૂતિ થાય છે અને તેથી અલૌકિક આનંદ આવે છે, માટે જે જે બેઠકે જવાનું થાય તે તે બેઠકનું ચરિત્ર પહેલેથી જાણવા માટે બેઠકચરિત્રનું વાંચન આપણા માટે જરૂરી છે.

બેઠકજી અને મંદિર વચ્ચેનો તફાવત:

    શ્રીઠાકોરજીનાં મંદિરો, જેમને સૌરાષ્ટ્રમાં હવેલીના નામે ઓળખવામાં આવે છે. મંદિરોમાં વૈષ્ણવોને ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરવાનો, રસોઈ કરવાનો અધિકાર નથી. વૈષ્ણવો મંદિરમાં બહારની તનુજા સેવા કે પોતાના દ્રવ્યનો વિનિયોગ કરાવાતી વિતજા સેવા કરી શકે છે અને દર્શન કરી શકે છે. બેઠકજીમાં વૈષ્ણવોના નાયકનાં શ્રીઅંગની સેવા કરવાનો અને દૂધઘરની સામગ્રી કરવાનો અધિકાર છે. તે માટે કેટલાંક સ્થળોએ આગાઉથી વ્રત કરવું પડે છે, જ્યારે કેટલાંક સ્થળોએ આવું વ્રત કર્યા વિના પણ સેવા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આમ,બેઠકજીમાં વૈષ્ણવો સર્વ પ્રકારની તનુજા અને વિતજા સેવા પોતાના હાથે અંગીકાર કરવી શકે છે.

vબેઠકજીમાં જઈએ ત્યારે આપણે સાથે શું લઈ જઈશું?

    જ્યારે જ્યારે કોઈપણ બેઠકજીની યાત્રાએ જવાનું હોય, ત્યારે ત્યારે વૈષ્ણવોએ પોતાની સાથે શું શું લઈ જવું, તે પણ સચોટ રીતે જાણી લેવું ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે આપણ અણસમજને કારણે જરૂરી કેટલીક વસ્તુઓ સાથે લઈ જતાં નથી અને પરિણામે ત્યાં ગયા પછી મુંઝવણ અને મુશ્કેલી જણાય છે.

વૈષ્ણવોએ પોતાની સાથે ઓછામાં ઓછી નીચેની વસ્તુઓ લઈ જવી જોઈએ:

(૧) અપરસમાં સ્નાન કરતી વખતે બોળવા માટેનાં વસ્ત્ર

(૨) સ્નાન કર્યા પછી શરીર લૂછવા માટે કોરો ટુવાલ

(૩) અપરસમાં પહરવા માટે કોરાં વસ્ત્ર.પુરુષોએ ધોતી અને બંદી.

(૪) સ્ત્રીઓએ સાડી, ચોળી અને ચણિયો અપરસમાં પહેરવા માટે સાથે લઈ જવા જરૂરી છે.

(૫) વસ્ત્રો કંતાનની થેલીમાં મુક્વાં, જેથી સ્નાન કર્યા પછી તે થેલીને અડકી શકાય.

(૬) શ્રીમહાપ્રભુજીને આરોગાવવા માટે મિસરી(સાકર), કાજુ, દ્રાક્ષ જેવો સુકોમેવો, સીંગદાણા, લીલોમેવો પણ શક્તિ અનુસાર લઈ જવાં.

(૭) શ્રીમહાપ્રભુજીને ધરવા માટે સુંદર ધોતી, ઉપરણા, તુલસીની બે માળાઓ,જપ માટે ગૌમુખી અને માળા.

(૮) ઋતુપ્રમાણેનું સુંદર અતર લઈ જવાં જોઈએ.

vઆપણે બેઠકજીમાં કેવી રીતે અપરસ કરીશું?

    અપરસ કેવી રીતે કરવી તે જાણીએ તે પહેલાં અપરસ એટલે શું તે સમજી લેવું ખૂબ જરૂરી છે.અપરસ શબ્દમૂળ અસ્પર્શ શબ્દ નું રૂપાંતર છે. અસ્પર્શ એટલે કોઈને સ્પર્શ ન કરવો તે.અપરસમાં સ્નાન કરનાર વ્યક્તિ અપરસમાં ના હોય તેવી કોઈ પણ વ્યક્તિને સ્પર્શ કરતી નથી,તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એક વ્યક્તિ જ્યારે બીજી કોઈ વ્યક્તિને સ્પર્શ કરે છે ત્યારે જેને સ્પર્શ કરવામાં આવે છે,તેના શરીરમાં વહેતા વિધુતપ્રવાહની અસર સ્પર્શ કરનારને પણ થાય છે. તેથી સામેની વ્યક્તિના ચિતની વૃતિઓ અને વિચારોની અસર સ્પર્શ દ્વારા આપણા ઉપર થાય છે.

અપરસ કરવા માટે બેઠકજીમાં જઈએ ત્યારે આપણા પહેરેલાં વસ્ત્રો ઉતારી,એક બાજુ મૂકી,પછી સ્નાન કરવા માટેનું વસ્ત્ર પહેરી પરનાળા (સ્નાન કરવાની જગ્યા) માં જવું જોઈએ. પરનાળામાં સ્નાન કરવા માટે જઈએ ત્યારે બાજુમાં લટકતા કંતાનથી કે લાકડાની પટ્ટીથી કોઠીની ચકલી ખોલવી જોઈએ. આમ,ચકલી ખોલ્યા પછી સ્નાનની શરૂઆત માથાથી કરવી જોઈએ. શરીરનું કોઈ પણ અંગ કોરું ન રહી જાય, પહેરેલું વસ્ત્ર પણ કોરું ન રહી જાય તેનું ધ્યાન રાખવું. કોરા ટુવાલથી માથું અને શરીર લુછી, કોરાં કરી, ટુવાલ વીંટી,ભીનું વસ્ત્ર નિચોવી બહાર આવવું જોઈએ. બહાર આવી અપરસ માટેનાં કોરાં વસ્ત્ર વ્યવસ્થિત રીતે પહેરવા જોઈએ. ટુવાલ અને ભીના વસ્ત્રો સૂકવી, વાળ વ્યવસ્થિત રીતે ઓળી, ચરણામૃત લેવું જોઈએ.

vબેઠકજીમાં આપણે કેવી રીતે સામગ્રી સિદ્ધ કરીશું?

    આમ,અપરસમાં હાથ ખાસા કરી, સેવા માટે તત્પર બન્યા પછી,લીલો મેવાને જળથી બરાબર ધોઈ,તેને ખાસા કરી,સુદ્ધ વસ્ત્રથી લૂછી,સ્વછ કરવો જોઈએ. સામગ્રી સિદ્ધ કરતી વખતે શક્ય હોય તો મોં ઉપર રેશમી વસ્ત્ર કે રૂમાલ બાંધી દેવો જોઈએ, જેથી કરીને બોલીએ ત્યારે થૂંકનો છાંટો સામગ્રીમાં પડે નહીં. લીલો મેવો સિદ્ધ કરતી વખતે તેમાં બીજ રહી ન જાય, સુધારેલો મેવો ચૂંથાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સૂકો મેવો પણ બરાબર સાફ કરી, દ્રાક્ષની સળીઓ વગેરે ન રહી જાય તે રીતે સ્વછ કરી, પડિયામાં કે છાબડીમાં ભરવાં જોઈએ. મિસરીના મોટા ગાંગડા હોય તો સૂડીથી તેના ઝીણા ટુકડા કરી મિસરી અને સુકોમેવો ભેગાં કરવા જોઈએ.

બેઠકજી વિશે આવી જ બીજી રસપ્રદ માહિતી 

 જો કોઈ પ્રશ્ન હોય તો કમેંટ બોક્સ માં જણાવો.              

 

 

 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ