જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ના થયા હોત તો ?

 ઘણી વખત આપણા સૌના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જો શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી પ્રકટ જ ન થયા હોત તો ભૂતલને કેવી ખોટ જાત ? ચાલો.... વિગતે સમજીએઃ

 

(૧) સામાન્ય રીતે ભક્તિ અને શૃંગાર એકમેકના વિરોધી ગણાય છે. તેનું ઐક્ય શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સાધ્યું છે તેવું અન્ય કોઇપણ સંપ્રદાયના આચાર્યોએ સાધ્યું નથી. શ્રીપ્રભુ  શૃંગારરૂપ છે. તેમજ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક પણ છે એમ શ્રીરાસપંચાધ્યાયીમાં, શ્રીસુબોઘીનીજીમાં, શ્રી વેણુગીતમાં તેમજ અન્ય ઘણી જગ્યાએ તેત્તરીય ઉપનિષદ તેમજ અન્ય ઉપનિષદોના આધારે સિદ્ધ થયુ છે.

(૨) જો શ્રીવલ્લભાચાર્યજી પ્રગટ  ન થયા હોત તો કામદેવ બેઠો બેઠો રડ્યા કરત અને આ પૃથ્વી ઉપરના સર્વ ધર્મો ઓઘડપંથી હોત. સૌંદર્ય વિહીન અને કલાવિહીન હોત. વિષયાનંદ  અને ભજનાનંદ નું તારતમ્ય મનુષ્યો સમજ્યા જ ન હોત. ઘરમાં રહીને સ્વધર્મનું આચરણ કરીને જીવન વ્યતિત કરવાની વાત માત્ર શ્રીવલ્લભાચાર્યજી જ કરી શકે.

 (૩) કર્મમાર્ગનું પણ ખરું સ્વરૂપ શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સમજાવ્યું છે તેવું બીજા કોઇએ સમજાવ્યું નથી. શ્રીમહાપ્રભુજી યજ્ઞની ભાવનાનો સ્વીકાર કરે છે. તેઓ એમ કહે છે કે યજ્ઞ દ્વારા જીવને પ્રાપ્ત થયેલો ભોગ પોતાના ભોગ માટે નથી પણ બીજાને માટે પણ છે. પોતે એકલો માલિક બનીને તે ભોગ ભોગવે તો તે જીવ પાપનો ભોકતા થાય છે. યજ્ઞની જરૂરિયાત સ્વર્ગની તુચ્છ કામના માટે નથી  પરંતુ શ્રી પ્રભુની પ્રસન્નતા માટે છે. આ અર્થમાં શ્રીમહાપ્રભુજી યજ્ઞની (કર્મની) ભાવનાનો સ્વીકાર કરે છે.  શ્રીમહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં પ્રભુસેવાને જ યજ્ઞ માની લીધો છે. આપશ્રી માને છે કે કોઇપણ કર્મ જો શ્રીપ્રભુ સાથે સંબંધ ધરાવનારું ન હોય તો તેવું કર્મ કર્મ નથી. આવી વાત માત્ર શ્રીવલ્લભાચાર્યજી જ કરી શકે.

(૪) તેવી જ રીતે જ્ઞાનમાર્ગનું સ્વરૂપ પણ શ્રીવલ્લભાચાર્યજીએ અતિ સરળતાથી સમજાવેલ છે. અન્ય કોઇપણ સંપ્રદાયે જ્ઞાનમાર્ગને આવી સરળતાથી સમજાવેલ નથી. શ્રીવલ્લભાચાર્યજી પ્રભુ પ્રાપ્તિ માટે જ્ઞાન જરૂરી છે એ માન્યતાને સ્વીકારે છે. તે જ્ઞાશ્રીપ્રભુનું માહાત્મ્ય જણાવી શ્રીપ્રભુની પ્રાપ્તિ કરાવનારું હોવું જોઇએ. જીવમાં રહેલા ચિઅંશથી જીવ ચેતનાવાળો જરૂર બને છે પરંતુ તેનામાં આનંદાંશ રહેલો છે તે જીવ ભૂલી ગયો છે. શ્રીવલ્લભાચાર્યજી કે જેઓ પોતે નંદના ભગવદ્ અવતાર છે તેઓએ જીવને તેનો આનંદાશ શું છે તે સમજાવીને જ્ઞાનનું ફળ ભગવદ્ પ્રાપ્તિ બતાવેલ છે. 

(૫) પુષ્ટિમાર્ગમાં વેદને યોગ્ય સ્થાન આપી ભગવદ્ માર્ગથી જ શ્રીપ્રભુની પ્રાપ્તિ થાય છે. એમ દઢતાથી પ્રતિપાદિત કર્યું છે. આ માર્ગમાં કોઇ જ ઊંચ કે નીચ નથી. કોઇ જાતિભેદ કે વર્ણભેદ નથી. ચાંડાલ, હરિજન કે કુંભાર જેવા પણ જો શ્રીપ્રભુને ભજે તો એ ઉત્તમ જ થાય. વર્ણાશ્રમ ઘર્મ તો બાહ્ય શરીરને ઉદ્દેશીને જ છે. મુખ્ય ધર્મ નથી. આવી સામાજીક સમરસતાની ક્રાંતિકારી વાત જ્યારે હાલના સમયમાં પણ અઘરી છે તો સવા પાંચસો વર્ષ પહેલાં કરવી તો કેટલી ક્રાંતિકારી શે....? શ્રીમહાપ્રભુજીએ સ્ત્રીઓને પણ માનભર્યું સ્થાન માપ્યું છે. આપશ્રી જણાવે છે કે સ્ત્રીઓ અંતઃકરણપ્રધાન હોવાથી પ્રેમને માટે સર્વસ્વ અર્પણ કરવાને હંમેશા તત્પર રહેતી હોય છે. જો શ્રીમહાપ્રભુજી ન થયા હોય તો સ્ત્રીઓની સમાનતા ક્યાં હોત તે વિચારણા માંગી લે તેવી વાત છે.

(૬) કોઈ વસ્તુનું દમન અધિકાધિક કરવામાં આવે તો તે ઇન્દ્રિયોને મારી નાખે છે. શ્રીપ્રભુએ આપેલી ઇન્દ્રિયો અને મન જો મરી જાય તો તે શ્રીપ્રભુનો આસ્વાદ લઇ શકે નહીં એટલે જ શ્રીમહાપ્રભુજીએ ઇન્દ્રિયોને દમવાને બદલે શ્રીપ્રભુના સંબંધમાં યોજવી ટલે કે તેના ઉર્ધ્વગમનની વાત કરી છે. યોગમાં ચિત્તને એકાગ્ર કરી ધ્યાન ધરવામાં આવે છે. આ જ વાતને શ્રીવલ્લભાચાર્યજીએ સેવામાં ચિત્તને લીન કરી દેવું એમ કહી છે.

(૭) પુષ્ટિમાર્ગમાં દીનતા અને નિઃસાધનતા મુખ્ય છે. સ્ત્રી જેવું કોમળ હૃદય આવશ્યક છે. જ્યારે અન્ય માર્ગો-જેવા કે જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, યોગ કે ઉપાસનામાં નમ્રતા દીનતાને બદલે અહંકાર આવી જતાં ગમે તેવા જ્ઞાની કે યોગીનું પતન થઈ જતું હોય છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં ભક્તિની શ્રીપ્રભુની સેવાની પ્રધાનતા હોવાને કારણે દીનતા અન નિ:સાધનતાનો અનુભવ થવાથી પરમ સુખની અનુભૂતિ થઇ શકે છે.

(૮) જો શ્રીવલ્લભાચાર્યજી પ્રગટ થયા ન હોત તો શ્રીપ્રભુનો સાક્ષાત્ સંબંધ જીવ સાથે ન થાત. શ્રીપ્રભુના સૌંદય અને સુંદરતાનો અનુભવ કદિ કોઇ કરી શક્ત નહીં. માત્ર અને માત્ર ક્રાંતિકારી શ્રીવલ્લભ જ કરી શકે. 

 આવા બધા કર્મના સારરૂપ ભક્તિના સારરૂપ, વેદના સારરૂપ, સર્વશાસ્ત્રોના સારરૂપ ઉત્તમોત્તમ વિચારો શ્રીવલ્લભાચાર્યે પ્રગટ કર્યા છે અને એ સર્વ વિચારોના સારરૂપ રસરૂપ શ્રીપ્રભુને વૈષ્ણવોના હૃદયમાં સદાને માટે પઘરાવ્યા છે. શ્રીવલ્લભાચાર્યજી પ્રકટ ન થયા હોત, પુષ્ટિમાર્ગ એમણે પ્રગટ ન કર્યો હોત તો દૈવી જીવો જગતમાં ચર્ષણીની માફક આમ તેમ રખડત. ફાંફા મારત અને હ્રદય ન રવાથી ઝૂરી ઝૂરીને મરત.

કૃષ્ણ સેવારૂપ, કૃષ્ણ કથારૂપ, કૃષ્ણ કિર્તનરૂપ,  કૃષ્ણ ગુણગાનરૂપ પુષ્ટિ સંપ્રદાય પ્રકટ કરનાર આનંદનિધિ શ્રીવાભાચાવજી ભૂતલ ઉપર ન પ્રકયા હોત તો ભૂતલ ભાગ્યહિન રહેત. સગુણદાસે સાચે જ ગાન કર્યું છે.

 

જોંપે શ્રીવલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની... નાતર લીલા હોતી જુની...!!

 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ