પોસ્ટ્સ

જૂન, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

84 Bethakji of Shree Mahaprabhuji (Part-5)

છબી
૪૯માં બેઠકજી શ્રીવિધાનગરમાં             આ બેઠકજી આંધ્રમાં બે પર્વતની વચ્ચે તુંગભદ્રા નદીના કાંઠે હમ્પી ગામમાં સ્થિત છે .           અહીં કૃષ્ણદેવરાય રાજાએ ચાર મુખ્ય વંશ માટે એક મોટી ચર્ચા ગોઠવી હતી . પ્રતિષ્ઠિત સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ આચાર્યોના શિષ્યો અહીં ભેગા થયા હતા . જુદા જુદા આચાર્યો વચ્ચે મોટી ધાર્મિક ચર્ચા ચાલતી હતી .            શ્રીવલ્લભ અહીં તેમના મામાના ઘરે પધાર્યા . તેમના મામા રાજાના મંત્રી છે . સાંજે , જ્યારે શ્રીવલ્લભે કહ્યું  હું કોઈના હાથનું લેતો નથી . આવું સાંભળીને તેમના મામાને પોતાનું અપમાન થયું હોય એવું લાગ્યું . તેમના મામા રાજા પાસે ગયા અને કહ્યું કે શ્રીવલ્લભને મહેલમા પ્રવેશવા ન દે .              બીજે દિવસે , શ્રી વલ્લભ રાજા ના મહેલમાં પ્રવેશ કર્યો જ્યાં ચર્ચા ચાલી રહી હતી . તે અસંખ્ય સૂર્ય ની જેમ ચમકતા હતા . ૧૧ વર્ષ ના છોકરા નો વૈભવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ થી દરેક જણ પ્રભાવિત થઈ ગયા અને તેમણે બેસવા માટે આસન આપ્યું . તેઓએ સતત ૨૭ દિ