પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Pushtimargiya Seva Part-1

પુષ્ટિમાર્ગમાં શ્રીકૃષ્ણની સેવા કેમ ?     પરમાત્મા સચ્ચિદાનંદ ( સત , ચિત , આનંદ ) છે. જીવ તેમાથી છૂટો પડતાં આનંદ અંશ ગુમાવી બેઠો. તે સચ્ચિદાંશ રહી ગયો. અગ્નિમાંથી છૂટો પડેલો તણખો બીજી જ ક્ષણે કોલસાની કણી બની જાય. તેમાંથી અગ્નિનો અંશ લુપ્ત થાય તેવું જ જીવનું થયું.     કોલસીને ફરી અગ્નિનો સંપર્ક થાય , તો તે અગ્નિમય બને તેમ જીવને ફરી પરમાત્માની પ્રાપ્તિ થાય તો તે ફરી પ્રભુમય બને. સેવાની વ્યાખ્યા     કોઈપણ વસ્તુ , વિચાર કે વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવે , ત્યારે તેમાં સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ હોવા જોઈએ. તો જ તે વ્યાખ્યા સંપૂર્ણ બને.     અહીં સેવાની વ્યાખ્યા આપતાં શ્રીમહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપલક્ષણ અને કાર્યલક્ષણ બતાવ્યું તે સમજીએ. સેવાનું સ્વરૂપલક્ષણ     સેવા મનુષ્યોની , દેવદેવીઓની કે ભગવાનના અન્ય અવતારોની કરવાની નથી , કારણ કે તે બધા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના અંશ છે. પુષ્ટિજીવ તેમના દાસ નથી. જેમના દાસ છીએ તેઓ ભગવાન શ્રીકૃષ્ણ છે. માટે કૃષ્ણસેવા જ ભગવદસેવા છે.     વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણની જ જીવનભર સેવા કરી. ક્યારેક ભોળા વ્રજવાસીઓ કોઈક દેવમાં ભગવદબુદ્ધિ કરી