પોસ્ટ્સ

ડિસેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Pushtimargiya Seva Part-2

છબી
 Pushtimargiya Seva Part-1 સેવા માટેની આવશ્યકતાઓ       શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં સેવા માટેની ત્રણ આવશ્યકતાઓ બતાવી.         ૧) ઘરમાં રહીને સેવા કરવી       મંદિરોમાં ચાલતો પુજા પ્રકાર સેવાના સ્વરૂપ સાથે સુસંગત નથી , કારણકે પુજા એટલે દેવને અપાતો આદરભાવ. આદર જાહેરમાં વ્યક્ત કરી શકાય , પરંતુ સ્નેહભાવ જાહેરમાં વ્યક્ત કરી શકતો નથી. માતા પોતાનો વાત્સલ્યભાવ અને પત્ની પોતાનો માધુર્યભાવ જાહેરમાં વ્યક્ત કરતાં નથી. તે માટેનું યોગ્ય સ્થળ ઘરનું એકાંત છે. માટે ઘરમાં રહીને સેવા દ્વારા શ્રીઠાકોરજી પ્રત્યેના પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવાની આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ કરી.       સેવકે પોતાના જ ઘરમાં રહેતા પોતાના કુટુંબીઓ અને પોતાની સંપતિનો ઉપયોગ સેવામાં કરી શકે. જાહેર સ્થાનમાં તે સ્વતંત્ર રીતે સેવા કરી શકતો નથી. ત્યાં પોતાના કુટુંબ અને સંપતિનો પોતાની સાથે સેવામાં ઉપયોગ કરી શકતો નથી. વળી પોતાના ઘરનો ઉપયોગ તો સેવામાં થતો જ નથી. આથી પણ શ્રીમહાપ્રભુજીએ ગૃહસેવાનો આગ્રહ સેવ્યો.       જાહેર સ્થાનમાં માનો કે આ બધાનો ઉપયોગ કરીને સેવા કરવાની અનુકૂળતા મળે તોય તે કાયમ માટે શક્ય ન બને. જાગવાથી સુવા