પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ના થયા હોત તો ?

  ઘણી વખત આપણા સૌના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જો શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી પ્રકટ જ ન થયા હોત તો ભૂતલને કેવી ખોટ જાત ? ચાલો.... વિગતે સમજીએઃ   ( ૧) સામાન્ય રીતે ભક્તિ અને શૃંગાર એકમેકના વિરોધી ગણાય છે. તેનું ઐક્ય શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સાધ્યું છે તેવું અન્ય કોઇપણ સંપ્રદાયના   આચાર્યોએ સાધ્યું નથી. શ્રીપ્રભુ  શૃંગારરૂપ છે. તેમજ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક   પણ છે એમ શ્રીરાસપંચાધ્યાયીમાં , શ્રીસુબોઘીનીજીમાં , શ્રી વેણુ ગીતમાં તેમજ અન્ય ઘણી જગ્યાએ તેત્તરીય ઉપનિષદ તેમજ અન્ય ઉપનિષદોના આધારે સિદ્ધ થયુ છે. ( ૨) જો શ્રીવલ્લભાચાર્યજી  પ્રગટ   ન થયા હોત તો કામદેવ બેઠો બેઠો રડ્યા કરત અને આ પૃથ્વી ઉપરના સર્વ ધર્મો ઓઘડપંથી હોત. સૌંદર્ય   વિહીન અને કલાવિહીન હો ત. વિષયા નંદ   અને ભજ નાનંદ નું તારતમ્ય મનુષ્યો સમજ્યા જ ન હોત. ઘરમાં રહીને સ્વધર્મનું આચરણ કરીને જીવન   વ્યતિત કરવાની વાત માત્ર શ્રીવલ્લભાચાર્યજી જ કરી શકે.   ( ૩) કર્મમાર્ગનું પણ ખરું સ્વરૂપ શ્રીવલ્લભાચાર્યજીએ જેવું સમજાવ્યું છે તેવું બીજા કોઇએ સમજાવ્યું નથી. શ્રીમહાપ્રભુજી યજ્ઞની ભાવનાનો   સ્વીકાર કરે છે. તેઓ એમ કહે છ