પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનામહારાણીજી નો પ્રભાવ

છબી
  શ્રી યમુના મહારાણીજી      પુષ્ટિમાર્ગમાં બે મૈયા સુપ્રસિદ્ધ છે. એક શ્રીયશોદામૈયા અને શ્રીયમુનામૈયા. શ્રીયશોદાજી ભગવાન શ્રીકૃષ્ણનાં મૈયા છે , તો શ્રીયમુનાજી ભક્તોનાં મૈયા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજી પ્રત્યે પૂર્ણભાવ હોવા છતાં , શ્રીયમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતુ અગ્રસ્થાન છે. સખ્યભાવવાળા ભક્તોનાં હૃદયમાં શ્રીયમુનાજી શ્રીમહારાણીજી અને શ્રીપ્રભુનાં ચતુર્થપ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે.      શ્રીયમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ-૬ ના દિવસે મનાય છે. આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રીનારાયણના હૃદયમાંથી પ્રવીભૂત રસાત્મક શ્રીયમુનાજી પ્રગટ થયાં છે , અલૌકિક રવિમંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રગટ થયાં છે. યમુના નામનો અર્થ આ પ્રમાણે છે. યમ+ઉના=યમુના. યમ એટલે ધર્મરાજા , ઉના એટલે નાનાં બહેન , આધિદૈવિક ધર્મરાજાનાં નાનાબહેન. બીજો અર્થ છે યમયતી-જે જીવોને પ્રભુ પાસે લઈ જાય છે , તે શ્રીયમુનાજી.   શ્રીયમુનાજીના છ ગુણ: ઐશ્વર્ય : ભગવાનની જેમ શ્રીયમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો

શ્રી પંચમી પરમ મંગળ દિન, મદન મહોત્સવ આજ...

છબી
      પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે . વસંત ને ઋતુરાજ કહ્યો છે . વસંત ઋતુના માસ ફાગણ અને ચૈત્ર છે પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય . પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થઈ છે . વ્રજભકતો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે . ભગવદીયો હોરીખેલની એ રસલીલાનાં દર્શન કરી તેનો સુખાનુભવ કરે ,  એ લીલાનું ગાન કરે અને એ કિર્તનો દ્વારા આપણા જેવા જીવોને પણ એ દર્શન કરાવે .       શીતકાલને વિદાય આપવાનો અને નવા શૃંગાર સજતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે . કામદેવનો જન્મદિવસ એટલે વસંતપંચમી પરિણામે આ ઉત્સવ મદન મહોત્સવ પણ કહેવાય છે . પ્રિય - પ્રિયતમને રસભર્યા વ્રજભકતોને ૪૦ દિવસ સુધી   હોરી ખેલાવે છે . અબીલ ,  ગુલાલ ,  ચોવા ,  ચંદન ,  કેસર રંગથી રંગી દે . હોરીની વિવિધ રસભરી ગારી ( ગાળો ) પણ ગાય ! પ્રિય - પ્રીયતમ પરસ્પર પણ હોરી ખેલે વળી કોઈવાર ગોપીજનો શ્રીઠાક