પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

All about Yamunashtakam

છબી
  ગ્રંથરચના       શ્રીમહાપ્રભુજી ચૌદ વર્ષની વયે પહેલી વખત ગોકુળ પધાર્યા. શ્રીયમુનાજીના કિનારે તેમને શ્રીયમુનાજીના જળ સ્વરૂપે દર્શન થયા. તેઓ પુરાણોમાં બતાવેલા શ્રીયમુનાજીના માહાત્મ્યને પણ સારી રીતે જાણતા હતા. તેમણે પૃથ્વી છંદમાં શ્રીયમુનાષ્ટક રચીને શ્રીયમુનાજીની સ્તુતિ કરી. સવંત ૧૫૪૯ના શ્રાવણ સુદ ત્રીજ(ઠકુરાની ત્રીજ)ના રોજ શ્રીયમુનાષ્ટકની રચના ગોકુળમાં કરી. શ્રીયમુના સ્વરૂપ:-       શ્રીયમુનાજીના ત્રણ સ્વરૂપ – આધિદૈવિક , આધ્યાત્મિક અને આધિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે શ્રીપ્રભુના શ્રીસ્વામીનિજીનું સ્વરૂપ , જે સ્વરૂપના દર્શન આપણે ચિત્રમાં કરીએ છીએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદીરૂપે વહેતું જળ સ્વરૂપ , જેના દર્શન આપણી આંખોથી થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમનું શક્તિ-સામર્થ્ય સ્વરૂપ , તેનો અનુભવ થાય. તે આંખોથી ન દેખાય. શ્રીપ્રભુની મુખ્ય બાર શક્તિઓ , તેમાંય મુખ્ય બે - આલ્હાદિની શક્તિ અને કૃપાશક્તિ. આલ્હાદિની શક્તિ શ્રીરાધાજી અને કૃપાશક્તિ શ્રીયમુનાજી , શ્રીયમુનાજીનાં આ ત્રણ સ્વરૂપોનો પરિચય શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાષ્ટકમાં કરાવે છે. શ્રીયમુનાજીના ગુણો:-       શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાજ

yamunashtakam With Meaning

છબી
નમામી યમુનામહં , સકલ સિદ્ધિહેતું મુદા મુરારીપદપંકજ - સ્ફૂરદમંદરેણુત્કટામ તટસ્થનવકાનન - પ્રકટમોદપુષ્પાંબુના સુરાસુરસુપુજિત - સ્મરપિતું: શ્રિયં બિભ્રતિમ || ૧ || અર્થ:        બધી સિદ્ધિઓ આપનારાં શ્રીયમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. તેમના કિનારા પરની પુષ્કળ રેતી મુર નામના , રાક્ષસના દુશ્મન , એવા ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોના સ્પર્શથી અતિશય શોભે છે. તેમના બંને કિનારાઓ ઉપર સુંદર વનો છે. તેનાં ફૂલો શ્રીયમુનાજીના જળમાં પડે છે. તે ફૂલોની ભીની સુગંધ ચારે બાજુ ફેલાયેલી છે. આવા શ્રીયમુનાજીએ કામદેવના પિતા- ભગવાન શ્રીકૃષ્ણની શોભોને ધારણ કરી છે. દેવો અને દાનવો તેમની સારી રીતે પુજા કરે છે.   કલિન્દગિરીમસ્તકે , પતદમંદપુરોજ્જવલા વિલાસગમનોલ્લસત , પ્રકટગંડશૈલોન્નતા સઘોષગતિદન્તુરા , સમધિરૂઢદોલોતમા મુકુન્દરતિવર્ધિની , જયતિ પદ્મબંધો: સુતા || ૨ || અર્થ:        કલિંદ નામના પર્વતના શિખર ઉપર પુષ્કળ ઉજ્જવળ (સફેદ) ફીણાવાળા ધોધરૂપે પડતાં અને ત્યાંથી મસ્તીથી નીચેની તરફ જતી વખતે , પોતાના પ્રવાહમાં પર્વતના પથ્થરોને ઉછાળતાં શ્રીયમુનાજી શોભે છે. તેઓ પૃથ્વી પર આનંદથી કિલકારી કરતાં ખળખળ વહે છે , ત્યારે તેમ