yamunashtakam With Meaning

નમામી યમુનામહં, સકલ સિદ્ધિહેતું મુદા
મુરારીપદપંકજ - સ્ફૂરદમંદરેણુત્કટામ
તટસ્થનવકાનન - પ્રકટમોદપુષ્પાંબુના
સુરાસુરસુપુજિત - સ્મરપિતું: શ્રિયં બિભ્રતિમ ||||

અર્થ:

       બધી સિદ્ધિઓ આપનારાં શ્રીયમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. તેમના કિનારા પરની પુષ્કળ રેતી મુર નામના, રાક્ષસના દુશ્મન, એવા ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોના સ્પર્શથી અતિશય શોભે છે. તેમના બંને કિનારાઓ ઉપર સુંદર વનો છે. તેનાં ફૂલો શ્રીયમુનાજીના જળમાં પડે છે. તે ફૂલોની ભીની સુગંધ ચારે બાજુ ફેલાયેલી છે. આવા શ્રીયમુનાજીએ કામદેવના પિતા- ભગવાન શ્રીકૃષ્ણની શોભોને ધારણ કરી છે. દેવો અને દાનવો તેમની સારી રીતે પુજા કરે છે.

 

કલિન્દગિરીમસ્તકે, પતદમંદપુરોજ્જવલા
વિલાસગમનોલ્લસત, પ્રકટગંડશૈલોન્નતા
સઘોષગતિદન્તુરા, સમધિરૂઢદોલોતમા
મુકુન્દરતિવર્ધિની, જયતિ પદ્મબંધો: સુતા||||

અર્થ:

       કલિંદ નામના પર્વતના શિખર ઉપર પુષ્કળ ઉજ્જવળ (સફેદ) ફીણાવાળા ધોધરૂપે પડતાં અને ત્યાંથી મસ્તીથી નીચેની તરફ જતી વખતે, પોતાના પ્રવાહમાં પર્વતના પથ્થરોને ઉછાળતાં શ્રીયમુનાજી શોભે છે. તેઓ પૃથ્વી પર આનંદથી કિલકારી કરતાં ખળખળ વહે છે, ત્યારે તેમના જળમાં મોજાં ઉછળે છે. જાણે તેઓ સુંદર પાલખીમાં બિરાજમાન ન થયાં હોય! તેઓ સૂર્યનાં પુત્રી છે. આવા શ્રીયમુનાજી મુકુંદ ભગવાન શ્રીકૃષ્ણમાં આપણો પ્રેમ વધારનારા છે.

 

ભુવં ભુવનપાવની - મધિકગતામનેકસ્વનૈ:
પ્રિયાભિરિવ સેવિતાં  શૂક-મયૂર-હંસાદિભિ:
તરંગભુજકંકણ - પ્રકટમુક્તિકાવાલુકા
નિતંબતટસુંદરી  નમતકૃષ્ણતુર્યપ્રિયામ||||

અર્થ:

શ્રીયમુનાજી પૃથ્વીને પવન કરવા, વિવિધ પ્રકારે અવાજો કરતાં, આકાશમાંથી (કલિંદ પર્વત પર થઈને) પૃથ્વી પર પધાર્યા છે. તેમના કિનારે વસતાં પોપટ, મોર, હંસ વગેરે પક્ષીઓ તેમના પ્રિય સખીઓ જેવા છે. તેઓ તેમની સેવા કરે છે. તેમના જળમાં ઉઠતાં મોજાં જાણે તેમના હાથમાં પહેરેલાં કંકણ છે. કિનારા પરની ચમકતી રેતી એ કંકણોમાં ગૂંથેલા મોટી છે. તેમના બે કિનારા તેમના નિતંબ છે. આવા સુંદર શ્રીયમુનાજી ભગવાન શ્રીકૃષ્ણનાં ચોથા પ્રિયતમા-સ્વામિની છે, તેમને વંદન કરો.

 

અનંતગુણભૂષિતે,  શિવવિરંચિદેવસ્તુતે
ઘનાધનનિભે સદા, ધ્રુવ -પરાશરાભિષ્ટદે
વિશુદ્ધમથુરાતટે, સકલ ગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે, મમ મન: સુખં ભાવય ||||

અર્થ:

       હે શ્રીયમુનાજી, તમે અગણિત ગુણોથી શોભો છો. શિવજી, બ્રહ્માજી અને દેવો તમારી સ્તુતિ કરે છે. જળ ભરેલાં મેઘશ્યામ વાદળો જેવો તમારો વર્ણ છે. બાલભક્ત ધ્રુવ અને પરાશર ઋષિને ઇચ્છિત વરદાન આપનારાં, મથુરાના વિશુદ્ધ કિનારે બિરાજતાં, બધા ગોપગોપીઓથી વીંટળાયેલાં, કૃપારૂપી સાગરને સારી રીતે ધારણ કરનારાં (હે શ્રીયમુનાજી) મારા મનને સુખ આપો.

યયા ચરણપદ્મજા, મુરરિપો: પ્રિયં ભાવુકા
સમાગમનતોડભવત, સકલસિદ્ધિદા સેવતામ
તયા સદશતામિયાત, કમલજાસપત્નીવ યત
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||||

અર્થ:

       શ્રીયમુનાજીની સાથે શ્રીગંગાજીનો સંગમ થવાથી, શ્રીગંગાજી પણ ભગવાન શ્રીકૃષ્ણ પ્રિય બન્યા, તે ઉપરાંત શ્રીગંગાજી તેમના ભક્તોને ભગવાન સહિતની બધી સિદ્ધિઓ આપનારાં બન્યાં. આવા હે શ્રીયમુનાજી! તમે મારા મનમાં હંમેશા માટે બિરાજો.

 

નમોડસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્રુતમ
ન જાતુ યમયાતના, ભવતિ તે પય: પાનત:
યમોડપિ ભગિનીસુતાન, કથ મુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત, તવ હરેર્યથા ગોપિકા: ||6||

અર્થ:

       શ્રીયમુનાજી! તમને હમેશાં નમન હો. તમારું ચરિત્ર અતિ અદભૂત છે. તમારા પય(જળ) નું પણ કરવાથી ક્યારે પણ યમરાજા દ્વારા પીડાઓ  (નરકનાં દુ:ખો) ભોગવવા પડતા નથી. પોતાની બહેનનાં બાળકો દુષ્ટ હોય, છતાં (શ્રીયમુનાજીનાં ભાઈ) યમરાજા તેમને કેવી રીતે મારે? જેમ ગોપીજનો તમારી સેવાથી પ્રભુને પ્રિય બન્યાં, તેમ જે મનુષ્ય તમારી સેવા કરે છે, તે ભગવાનને પ્રિય બને છે.

 

મમાસ્તુ તવ સંન્નિધૌ, તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમા રતિ, મુરરિપો મુકુન્દપ્રિયે
અતોડસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત
તવૈવ ભુવી કીર્તિતા, ન તુ કદાપી પુષ્ટિસ્થિતૈ: ||||

અર્થ:

       હે શ્રીમુકુંદ ભગવાનનાં પ્રિયા શ્રીયમુનાજી- તમારા સાનિધ્યમાં સેવામાં ઉપયોગી એવો નવો અલૌકિક દેહ મને થજો. તેમ થવાથી મુરારિ ભગવાન શ્રીકૃષ્ણમાં મારી પ્રીતિ અત્યંત દુર્લભ નહીં રહે (મને ભગવાન શ્રીકૃષ્ણમાં જલ્દી પ્રેમ થશે.) તેથી હું તમારાં ગુણગાન કરતો રહું. તમારા સંગમથી ગંગા નદી પૃથ્વી ઉપર અધિક કિર્તિવાળા બન્યાં.

 

સ્તુતિં તવ કરોતિ ક: કમલજા સપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા,  ભવતિ સૌખ્યમામોક્ષત:
ઈયં તવ કથાધિકા, સકલગોપીકાસંગમ
સ્મરશ્રમજલાણુભિ:, સકલ ગાત્રજૈ: સંગમ: ||||

અર્થ:

       લક્ષ્મીજી સમાન સૌભાગ્યવાળા અને શ્રીકૃષ્ણને પ્રિય એવાં હે શ્રીયમુનાજી! તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણકે, શ્રીહરિ ભગવાનની સેવા કર્યા પછી, જે લક્ષ્મીજીની સેવા કરે છે, તેને વધુમાં વધુ મોક્ષ સુધીનું જ ફળ મળે છે. જ્યારે તમારી આ કથા તેનાથી ધારે છે. રાસલીલા પછી, ભગવાને બધાં ગોપીજનો (ભક્તો) સાથે તમારા જળમાં જળવિહાર કર્યો હતો. ભગવાનની તે જળક્રીડાથી ભગવાનને શ્રમ થયેલો. તે શ્રમથી ભગવાનના શ્રીઅંગ પર જળકણો પ્રગટ થયેલા. તે જળકણો આપના જળમાં મળી ગયાં, તેથી આપનું જળ પણ દિવ્ય શક્તિવાળું બન્યું. જે ભક્તો આપના જળમાં સ્નાન કરે છે, તેમને આપના દિવ્ય જળના સ્પર્શથી, ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનની લીલાઓ અનુભવાય છે. આ ફળ મોક્ષથી ઘણું વધારે છે.

તવાષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસુતે સદા
સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દેરતિ:
તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત-વદતિ વલ્લભ: શ્રીહરે: ||||

અર્થ:

       હે સૂર્યનાં પુત્રી શ્રીયમુનાજી! તમારા આ અષ્ટકનો પાઠ જેઓ દરરોજ આનંદપૂર્વક કરે છે (૧) તેમના બધાં પાપ નાશ પામે છે. (૨) તેમનો મુકુંદ ભગવનમાં ચોક્કસ પ્રેમ થાય છે. (૩) તેમને બધી સિદ્ધિઓ મળે છે. (૪) તેમના પર ભગવાન મુરારિ પ્રસન થાય છે. (૫) તેમના સ્વભાવનો વિજય થાય છે. આ પ્રમાણે શ્રીહરિને વહાલા એવા શ્રીવલ્લભ કહે છે.

 

ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતં શ્રીયમુનાષ્ટકમ સંપૂર્ણમ||



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ