પોસ્ટ્સ

એપ્રિલ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ

                 આપણો સમગ્ર ગૃહસ્થાશ્રમ શ્રીઠાકોરજી માટે છે. આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં શ્રીઠાકોરજી છે , એટલે ઘરની જે જે ફરજો આપણે નિભાવવાની હોય તે આપણા માથે પડી છે એવા વિચારોથી કરવી જોઈએ  નહીં. દરેક ઘરકામ શ્રીઠાકોરજીની સેવાનો એક ભાગ છે એવી સમજથી કરવું જોઈએ. ઘરમાં કચરો વાળીએ , પોતું કરીએ , સાફસૂફી કરીએ , ઘરને વ્યવસ્થિત રાખીએ , એને સજાવીએ એ બધા પાછળ એવો વિચારભાવ રહેવો જોઈએ કે આ ઘરમાં શ્રીઠાકોરજી સદા બિરાજમાન છે. એમને શ્રમ ન થાય , એમનું સુખ સચવાય , એમને ખેલવાની પ્રસન્નતા રહે , એમને ઘર છોડીને જતા રહેવાનું મન ન થાય એટલા માટે હું આ ઘરને સ્વચ્છ-સુંદર રાખવાની સેવા કરું છું . શ્રીઠાકોરજીને લાડ લડાવાય એ માટે હું નોકરી કે વ્યવસાય કરવાની સેવા કરું છું. શ્રીઠાકોરજી માટે સુંદર સામગ્રીઓ બને એ ભાવથી હું રસોઈ કરું છું. શ્રીઠાકોરજીને એમ ન લાગે કે આ લોકો ગંદા છે એટલા માટે હું સ્નાન કરું છું , શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરું છું. આમ દરેક પ્રવૃતિ અને દરેક કાર્ય જે ઘરમાં શ્રીઠાકોરજીના સુખના વિચારને સાથે રાખી કરવામાં આવતું હોય તે ઘરનો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ છે.       વૈષ્ણવી ગૃહસ્થાશ્રમનું

વૈષ્ણવી વેશ

છબી
           આપણે ત્યાં માણસના વ્યક્તિત્વની સાથે વસ્ત્રપરિધાનનો મુદ્દો હમેશા જોડાયેલો રહે છે. લગ્ન પ્રસંગે રેશમી અને જરીના કિમતી વસ્ત્રો પહેરવામાં આવે છે , શોકના પ્રસંગે સફેદ કે કાળા વસ્ત્રો પહેરવામાં આવે છે. મિલિટરી અને પોલિસખાતાને પોતનાનો યુનિફોર્મ હોય છે , કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ એમના કર્મચારીઓ માટે ચોક્કસ યુનિફોર્મનો આગ્રહ રાખતા હોય છે. આમ , સામાજિક અને વ્યવસાયિક રીતે પણ અમુક  ચોક્કસ પ્રકાર ના વસ્ત્રો પહેરવાનો આગ્રહ વિશ્વભરમાં સેવાય છે.       વિવિધ ધર્મોમાં પણ વસ્ત્રનું મહત્વ છે. પ્રાચીન કાળથી   હિન્દુધર્મમાં ધોતી અને ઉપરણો ધાર્મિક વિધિ માટે કે પુજા-ઉપાસના માટે જરૂરી ગણાયાં છે. ધર્મગુરુઓનો એક વિશિષ્ટ પોષક હોય છે.       આ બધા પોશાકો પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. માણસને જે પ્રકારનું કામ કરવાનું હોય એને અનુરૂપ માનસિક રીતે તેને પહેલા તૈયાર થવું પડે છે. કામમાં શરીરની સાથે મન પણ જોડાવું જરૂરી છે. એકલું મન જોડાય તે પણ પૂરતું નથી , સાથે સાથે હૃદયની શક્તિ પણ જોડાવી જોઈએ. કામ કરવા માટે ભાવનાનું બળ બહુ જરૂરી હોય છે. આમ માનસિક અને આધ્યાત્મિક બંને બળ જોડાય તો તે કામ સફળ થાય છે અને દીપી ઊઠ

Ramnavmi in Pushtimarg

છબી
          પુષ્ટિમાર્ગમાં રામનવમીનો ઉત્સવ વિશેષ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તિલક , પંચામૃત , ‘ શ્રી રઘુનાથ પલને ઝૂલે…’  ની વધાઇઓ શ્રી ઠાકુરજીના સન્મુખ ગવાય છે. ચિત્રકૂટ માં શ્રી વલ્લભ શ્રી રામ અને સીતાજી બિરાજે છે ,જ્યાં લક્ષ્મણ (શેષ નાગ સ્વરૂપે)અને હનુમાનજી પણ તેમની સાથે  બિરાજે છે .           ચાલો સમજીએ કે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો ઉત્સવ વ્રજભક્ત વૈષ્ણવો દ્વારા આટલી આતુરતાથી શા માટે ઉજવવામાં આવે છે ? જેમના માટે તમામ આકર્ષણનું કેન્દ્ર નંદનંદન શ્રી કૃષ્ણ છે. મર્યાદા પુરૂષોત્તમ હોવા છતાં ,   શ્રી રામે પુષ્ટિ (કૃપા) ના સિદ્ધાંતો અનુસાર કૃપા વરસાવી અને આ રીતે મર્યાદા તોડી નાખી: 1.    રામ-સેતુ (લંકા સુધી પહોંચવા માટે  વાન ર સેના દ્વારા બનાવવામાં આવેલ ખડકો અને પથ્થરોનો પુલ) ના નિર્માણ સમયે    ખડકો અને પથ્થરો સમુદ્રમાં ડૂબવા  લાગ્યા. તેથી,  પ્રભુ રામે ,  તેમના પ્રમેય બાલ (સીધી કૃપા) દ્વારા ,  ખડકો પર તેમનું નામ લખીને સમુદ્ર પર તરતા મૂક્યા. આનાથી સમુદ્ર પર દૈવી પુલની રચના થઈ. 2. રાજકુમાર તરીકે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવા છતાં ,  તેમણે મીઠા-ખાટા  બોર  ખાધા હતા ,  જેનો સ્વાદ શબરીએ ત