પોસ્ટ્સ

જુલાઈ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૫)

છબી
શ્રીવલ્લભનો પરિવાર : ત્રીજી ભારતયાત્રા પછી શ્રીવલ્લભે સ્થિરવાસ કર્યો. અલ્હાબાદ પાસે ગંગા-યમુના સંગમ-સ્થાનની નજીક ઊંચી ટેકરી જેવો વનપ્રદેશ હતો. કુદરતી સૌંદર્યથી શોભતી એ ભૂમિ દિવ્ય, એકાંત અને શાંત હતી. ત્યાં અડેલ નામનું રમણીય સ્થાન હતું. ત્યાં ઝૂંપડી બાંધી શ્રીવલ્લભે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. ત્યારે તેમની વય એકત્રીસ વર્ષની હતી.એક દિવસ તેમનાં વહુજી શ્રીમહાલક્ષ્મીજીએ કહ્યું હમણાં થોડા દિવસથી હું સેવા કરું છું, ત્યારે શ્રીઠાકોરજી મારી સામે જોઇ મંદ હાસ્ય કરે છે, અને પછી શરમાઇ જઇ નીચી નજર કરે છે. આવું કેમ કરતા હશે? શ્રીમહાપ્રભુજીએ કહ્યું : આપણા ઉપર નજીકના ભવિષ્યમાં શ્રીઠાકોરજી કૃપા કરવાના છે, તેનો આ શુભ સંકેત છે, તમારી કુખે શ્રીઠાકોરજી પ્રગટ થશે. આ જાણી શ્રીમહાલક્ષ્મીજી ઘણાં પ્રસન્ન થયાં. ત્યારબાદ ઈ.સ.૧૫૧૦ ના ભાદરવા વદ બારસના શુભ દિવસે અડેલમાં શ્રીવલ્લભને ત્યાં પ્રથમ લાલનું પ્રાગટ્ય થયું. સૌના હ્રદયમાં કૃષ્ણજન્મોત્સવનો આનંદ છવાઇ ગયો. સૌને એમ જ લાગ્યું, કે જેમ શ્રીનંદરાયજીને ત્યાં પહેલાં શ્રીબળદેવજી પધાર્યા, તેમ અહીં પણ શ્રીપ્રભુ પધાર્યા છે. શ્રીમહાપ્રભુજીએ આ પુત્રનું નામ શ્રીગોપીનાથજી પાડ્યું

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૪)

છબી
બીજી ભારતયાત્રા : પહેલી ભારતયાત્રા પૂરી કરીને શ્રીવલ્લભ પોતાના વતન કાંકવાડ પધાર્યા. ત્યાં કુટુંબ સાથે થોડા દિવસ રહ્યા. વડીલોની મિલકતની વહેંચણી કરી, પોતે માત્ર શ્રીશાલિગ્રામજી, શ્રીમુકુંદરાયજી અને મદનમોહનજીના સ્વરૂપ તથા શ્રીભાગવતની પોથી માંગી લીધાં. ઘર, ધન વગેરેમાં કોઇ ભાગ માગ્યો નહીં. ત્યાંથી આપ પોતાના મોસાળ વિજયનગર ગયા. ત્યાંથી માતાને લઇ કાશી પધાર્યા. માતાની ઇચ્છા એકાંત, શાંત સ્થળમાં રહેવાની હતી, તેથી પ્રયાગમાં શ્રીયમુનાજીના સામા કિનારે આવેલા અડેલ નામના ગામમાં ઝૂંપડી બનાવી, ત્યાં કાયમી નિવાસ કર્યો. ત્યાં આપશ્રીએ સુબોધિની નું લેખનકાર્ય આગળ વધાર્યું. ઝારખંડ : બે વર્ષ બાદ સંવત ૧૫૫૪માં આપ બીજી ભારતયાત્રાએ નીકળ્યા, આ વખતે આપની સાથે આપના ચાર-પાંચ સેવકો હતા. યાત્રા દરમ્યાન આપ બિહારમાં આવેલા ઝારખંડ નામના પ્રદેશમાં હતા, ત્યારે ત્યાં પ્રભુએ આપશ્રી સાક્ષાત્ દર્શન આપીને આજ્ઞા કરી કે હું વ્રજમાં શ્રીગિરિરાજ પર્વતમાંથી પ્રગટ થયો છુ. મારું નામ શ્રી ગોવર્ધનનાથ છે. મને અહીં સૌ દેવદમન કહે છે. આપ વ્રજમાં આવો. મને પર્વતમાંથી મંદિરમાં પધરાવી, મારી સેવા શરૂ કરો. શ્રીવલ્લભ જગન્નાથપુરી જઇ રહ્યા હતા, તે યાત્ર

મહાપ્રભુજી જીવન ચરિત્ર (ભાગ ૩)

છબી
  પ્રથમ ભારતયાત્રા   લક્ષ્મણભટ્ટજીને જ્યોતિષ વિદ્યાનુ ઊંડું જ્ઞાન હતું. તેમને ખબર પડી હતી , કે તેમનો જીવનકાળ પૂરો થવા આવ્યો છે. તેમણે બધી મિલકત ભાઈ અને પુત્રોને વહેંચી આપી. શ્રીવલ્લભને આચાર્યપદ પ્રાપ્ત કરી , ભક્તિમાર્ગનો વિસ્તાર કરવાની શિખામણ આપી. ઇ.સ.૧૪૮૮ માં (સંવત ૧૫૪૫માં) તેઓ તિરૂપતિ બાલાજીમાં હરિશરણ થયા. ત્યારબાદ અગિયાર વર્ષની કિશોરવયમાં શ્રીવલ્લભે ભારતની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. કાકા , માતા તથા મોટાભાઇને મનાવી , તેમની આજ્ઞા લીધી. પિતાના ચાર વિદ્વાન શિષ્યોને સાથે લીધા. આપે આજીવન સીવેલું વસ્ત્ર ધારણ ન કરવાનો નિશ્ચય કર્યો. આપ કેવળ સફેદ ધોતીઉપરણો જ ધારણ કરતા. આપે ચરણમાં પાદુકા પણ ન પહેરવાનો સંકલ્પ કર્યો. આપ ખુલ્લા ચરણે ચાલતા. શ્રીઠાકોરજીના ઝાંપીજી પોતાના મસ્તકે મૂકી ચાલતા. સામાન્ય રીતે ગામ બહાર જલાશયના કિનારે વૃક્ષ નીચે જ મુકામ કરતા. જાતે જ રસોઇ બનાવી , શ્રીઠાકોરજીને ભોગ ધરી , ભોજન કરતા. તીર્થસ્થાનમાં શ્રીભાગવતનું પારાયણ કરતા , સ્થાનિક વિ દ્વાનો સાથે શાસ્ત્રચર્ચા કરતા. પોતાનો બ્રહ્મ વાદનો સિદ્ધાંત તેમના ગળે ઉતરાવતા. માયાવાદનું ખંડન કરતા. તેમના શરણે આવનારને શ્રીઅષ્ટાક્ષરમંત્