પોસ્ટ્સ

માર્ચ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-3)

  પીઢો – પડઘા , પડઘા ભોગ ધરવા માટે વપરાય છે અનવસર – રાજભોગ પછી – ઉત્થાપન થતા સુધીનો સમય અંકુરી – ફણગાવેલા મગ છાનવું – ગાળવું વેત્ર – છડી શિરાના – ઓશિકા ગાલ માશુરીયા ખુવો – માવાનો લાડુ અંગીઠી – સગડી પરનાળો – અપરસમાં નાહવા જળ માટે જ્યાં ઉંચેથી પાણી પડે છે શંખોદક – રાજભોગ–ઉત્સવ ભોગ વખતે શંખમાં જળ લઈ ભોગ ધરેલ સામગ્રી પર છીડકવું દુલઇ – બેવડા પડવાળી ઓઢવાની ચાદર હાંડાની સામગ્રી – ખીર ચોક પૂરવો – હળદર , કંકુથી સાથિયા કરવા બંધનવાર – તોરણ તિબારી – ઓસરી જગમોહન – મંદિરના અંદરના ચોકનો બહારનો ભાગ તાળા મંગલ કરવા – તાળા વાસવાં મુહ બંધન – સેવામાં મોં પર બાંધવાનું વસ્ત્ર પિછવાઈ – શ્રીઠાકોરજીના સિંહાસન પાછળની દિવાલ પર લટકાવતો પડદો પોતનું કરવું – સામગ્રી કે પ્રસાદ જ્યાં પધરાવ્યો હોય ત્યાં જળ કે ગોબરથી કરવામાં આવતી શુદ્ધિ અચવન કરાવવું – ભોગ આરોગ્યા પછી જળથી આચમન કરાવવું ગોપી વલ્લભ ભોગ – શૃંગાર ભોગ પછી આવતો ભોગ સાંઝી – ભાદરવા વદમાં જમીન પર યા જલ પર રંગ પુષ્પ ઇત્યાદિથી બનાવવામાં આવતી રંગોળી મુખ્યાજી – સેવામાં મુખ્ય સેવક ભીતરિયા – સેવામા

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-2)

  કામનો જોડ – બાદલાનો જોડ કારચોબી – મલમલમાં ડિઝાઇન પાડી બનાવેલ રેશમી વસ્ત્ર કુલ્હે – એક પ્રકારની બે છેડાવાળી પાઘ કાછની – ઘેરદાર ચણીયો જે ઘૂંટણથી થોડે   ઉપર રહે તે પ્રકારનું વસ્ત્ર કિનખાબ – સોનેરી રુપેરી તારથી ડિઝાઇન પાડી બનાવેલ રેશ્મી વસ્ત્ર કુંજાની ટોપી – મુકુટની નીચે આવતી ત્રિકોણ આકારની ટોપી કોયલી – ઘેરો ભૂરો રંગ છાપા – છાપેલાં વસ્ત્રો જરદોજી – સોનેરી ભરત-રુપેરી ભરત કામ મખમલ પર થાય તે ઠાડાં વસ્ત્ર – સ્વરૂપને બહારના ભાગમાં ધરાતું વસ્ત્ર દોરીયો – ધારીદાર મલમલ તનિયો – લંગોટ થાળ સાનવો – દાળ-ભાત મેળવી ભોગ ધરવો દુલરી – બે સેરની માળા ફરગુલ – શિયાળામાં ગદલ પર ધરવામાં આવતું રૂ ભરેલું વસ્ત્ર વાઘો – જામો બીડી – પાન સાંગામાંચી – નાનું સિંહાસન સરવું – હટાવી લેવું , ભોગ ધરેલી વસ્તુઓ ત્યાંથી હટાવવી સુથન – પાયજામો વેણું – વાંસળી વેત્ર – લાકડી કટોરી – નાની વાટકી   ચોકી – પાટ પાટિયાની – ઘઉંના લોટની સેવ ચટાઇની – ચોળાના લોટની વડીઓ ચકલાના – પાપડ ઢારવાની સામગ્રી – મોહનથાળ છાંટવાની સામગ્રી – બુંદી વાંટાની સામગ્રી – આકડાની

પુષ્ટિમાર્ગ માં શબ્દો ના અર્થ Pushti Words (Part-1 )

સામગ્રી - શ્રીઠાકોરજીને આરોગવાની-અંગીકાર કરાવાની વસ્તુઓ પ્રસાદ -  શ્રીઠાકોરજીએ આરોગેલી-અંગીકારકરેલી વસ્તુઓ પરનાળો - સ્નાન કરવાની હાથ ધોવાની જગ્યા. અપરસ - મૂળ શબ્દ અસ્પર્શ, સેવા દરમ્યાન સેવામાં ના હોય,તેમનો સ્પર્શ ના થાય તેવી રીત. સેવામાં પહેરવાના વસ્ત્રો હાથ ખાસા કરવા - હાથ ધોવા. મથની - માટીની જળ. ભરવાની માટલી, મટકી   ઝારીજી - શ્રી ઠાકોરજીને જળ આરોગ વા માટે નાલચાવાળી લોટી તસ્ટી -  ઝારીજીને નીચેે મુકવાની ડીશ (તબકડી). નેવડો - ઝારીજીમાં વિટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર બંટો -  ઢાંકણા વાળો નાનો ડબો જેમા શ્રી ઠાકોરજી ને આરોગવાની સામગ્રી રાખવામાં આવે (બીડા કે સૂકોમેવો) સફેદી  -  મલમલની સફેદ ચાદર. તકીયાના ગલેફ. સીડી - સિંહાસન ની આગળ બે પગથિયાની મુકવામાં આવતી પાટ. ખંડપાટ - સીડી પછી મુકવામાં આવતી લંબ ચોરસ પાટ. જલઘરો - જળ આદિ રાખવાનું સ્થાન. દુધઘર -  દૂધમાંથી બનાવેલી સામગ્રી. દૂધની સામગ્રી રાખવાનું સ્થાન નાગરી -  ચણાના લોટના લાડુ, ઘઉં, ચોખા, મગના લોટના લાડુ, ગોળપાપડી. અનસખડી -  ઘી માં બનતી અનેક મીઠાઈઓ.મોહનથાળ, બુંદી , મઠડી, સેવ, ગાંઠિયા,જે ઘી માં તળાય અને તેમાં મીઠું ના નખાય. ફીકુ

DOLOTSAV celebration in pushtimarg

છબી
 ડોલોત્સવ એટલે શું ?          ડોલ એટલે પત્ર – પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં આપણા સેવ્ય પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ.           ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને ઉત્સોત્સવ ના ઉત્સાહિત આનંદ ના પ્રકાર રૂપે નૂતન વસ્ત્ર, શૃંગાર, નિત-નવીન વિવિધ સામગ્રી વગેરે અંગીકાર કરાવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સહિત પોતાના લીલાપરિકર સાથે અને વ્રજભક્તો તથા લીલાપરીકર, પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. તે ભાવથી આપણા નિઝઘરમાં પ્રભુ સન્મુખ આપણે પણ કેસૂડા ના કલરથી અને વિવિધ રંગોથી પ્રભુને ખેલાવીએ છીયે અને પ્રભુ આપણા ભાવથી ખેલે છે. પ્રભુ સમક્ષ હોળીની ધમારની – ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે. પુષ્ટિમાર્ગ મા ડોલોત્સવ નું શુ મહત્વ અને તેનો ભાવ શુ ?          આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે. વળી, ચારો યુ

Balbodh with meaning

नत्वा हरिं सदानन्दं सर्व सिद्धान्त संग्रहम । बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम ॥ १ ॥      સદા આનંદ-સ્વરૂપ શ્રીહરિને નમન કરીને , (ધર્મમાં નવો પ્રવેશ કરનારાં) બાળકને સારી રીતે જ્ઞાન થાય તે માટે , સર્વ સિદ્ધાંતોનો સાર , હું સર્વ પ્રમાણોથી નિશ્ચયપૂર્વક કહું છું. धर्मार्थकाममोक्षाख्यास्च त्वारो s र्था मनीषिणाम । जीवेश्वर विचारेण द्विधा ते हि निरूपिताः ॥ २ ॥      ધર્મ , અર્થ , કામ અને મોક્ષ આ બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરૂષર્થો કહ્યા છે. તે જીવ અને ઈશ્વર બે પ્રકારે વિચારાયા છે. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता । लौकिकाऋषिभिः प्रोक्ताअं स्तथैवैश्वरशिक्षया ॥ ३ ॥        યજ્ઞાદિ સાધ્ય કરવા માટે ઘી વગેરે સાધનોથી યુક્ત એવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો વેદમાં કહેલા છે , તેમ જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ એટલે કે જીવે વિચારેલા લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतः स्थिता :। धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात ॥ ४ ॥ त्रिवर्ग साधका नीति न तन्निर्णय उच्यते । || ૪ ૧/૨ ||      બધા દૈવી હેતુ