Balbodh with meaning

नत्वा हरिं सदानन्दं सर्व सिद्धान्त संग्रहम
बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम

    સદા આનંદ-સ્વરૂપ શ્રીહરિને નમન કરીને, (ધર્મમાં નવો પ્રવેશ કરનારાં) બાળકને સારી રીતે જ્ઞાન થાય તે માટે, સર્વ સિદ્ધાંતોનો સાર, હું સર્વ પ્રમાણોથી નિશ્ચયપૂર્વક કહું છું.

धर्मार्थकाममोक्षाख्यास्च त्वारोsर्था मनीषिणाम
जीवेश्वर विचारेण द्विधा ते हि निरूपिताः

    ધર્મ, અર્થ,કામ અને મોક્ષ આ બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરૂષર્થો કહ્યા છે. તે જીવ અને ઈશ્વર બે પ્રકારે વિચારાયા છે.

अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता
लौकिकाऋषिभिः प्रोक्ताअं स्तथैवैश्वरशिक्षया

     યજ્ઞાદિ સાધ્ય કરવા માટે ઘી વગેરે સાધનોથી યુક્ત એવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો વેદમાં કહેલા છે, તેમ જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ એટલે કે જીવે વિચારેલા લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે.

लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतः स्थिता:।
धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि क्रमात

त्रिवर्ग साधका नीति तन्निर्णय उच्यते ||૪ ૧/૨||

    બધા દૈવી હેતુઓ વેદ પર આધારિત છે. તેથી, અહીં શ્રીવલ્લભ એ પ્રથમ ત્રણ ધર્મમાંથી જીવનના હેતુંનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે. અર્થ અને કામ ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે.

मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतः स्वतः

द्विधा द्वे द्वे स्वतस्त्र सांख्य योगौ प्रकीर्तितौ
त्यागा त्याग विभागेन सांख्ये त्यागः प्रकीर्तितः

    લૌકિક મોક્ષનું નિરૂપણ કરતાં ચાર શાસ્ત્રો છે. તેમાં અન્ય દ્વારા મળતો મોક્ષ ને પોતપોતાથી મળતો મોક્ષ- એવાં બે પ્રકાર કહ્યાં છે. તેમાં એ દરેક માટે બે બે શાસ્ત્રો છે. સ્વત: મોક્ષ વિષે ત્યાગ-અત્યાગના ભેદથી સાંખ્યાસ્ત્ર અને યોગશાસ્ત્ર નામનાં બે શાસ્ત્રો કહેલાં છે. સંખ્યાશાસ્ત્રમાં અનાત્મવસ્તુના ત્યાગ દ્વારા સ્વાત: મોક્ષ કહેલો છે.

अहन्ताममतानाशे सर्वथा निरहं कृतौ
स्वरूपस्थो यदा जीवः कृतार्थः निगद्यते

    સાંખ્યશાસ્ત્રના જ્ઞાન દ્વારા જ્યારે જીવાત્માની અહંતા-મમતાનો નાશ થતાં, તે અહંકાર વિનાનો થાય છે, ત્યારે તે જીવ પોતાના સ્વરૂપમાં – આત્મજ્ઞાનમા સ્થિતિ કરનારો થતાં મુક્ત થાય છે.

तदर्थ प्रक्रिया काचित्पुराणेSपि निरूपिता
ऋषिभिर्बहुधा प्रोक्ता फ़लमेकमबाह्मतः

    સાંખ્યશાસ્ત્રમાં કહેલો મોક્ષ સારુ, ઋષિઓએ ઘણી રીતે સ્વઆચરણથી કહેલી કોઈ કોઈ પદ્ધતિઓ પુરાણોમાં પણ બતાવેલી છે. તેમાં સાંખ્ય-જ્ઞાનથી એકસરખું જ ફળ મળે છે.

अत्यागे योगमार्गो हि त्यागोSपि मनसैव हि
यमादयस्तु कर्त्तव्याः सिद्धे योगे कृतार्थता

    અત્યાગથી મોક્ષ માટે યોગમાર્ગ કહેલો છે. એમાં મન વડે જ નિશ્ચયપૂર્વક ત્યાગ કરવો પડે છે. યોગના યમ-નિયમ વગેરે સાધનો અવશ્ય કરવાં. એમ કરવાથી યોગ સિદ્ધ થતાં, જીવની મુક્તિ થાય છે.

पराश्रयेण मोक्षस्तु द्विधा सोSपि निरूप्यते
ब्रह्म ब्राह्मणतां यातः तद्रूपेण सुसेव्यते१०

     અન્ય દ્વારા મળતો મોક્ષ બે પ્રકારનો છે. તે કહું છું. બ્રહ્માજી બ્રહ્માપણાને પામેલા છે. તેથી વેદાધ્યયન કરવાના હેતુથી તે સેવાય છે.

ते सर्वथा चाद्येन शास्त्रं किन्चिदुरीरितम
अतं शिवश्च विष्णुश्च जगतो हितकारकौ||૧૧||
वस्तुनः स्थिति संहारकार्यौ शास्त्र प्रवर्त्तकौ૧૧ ૧/૨
||

    આગળ કહેલો મોક્ષ પુરુષાર્થ બ્રહ્માજી દ્વારા સિદ્ધ થતો નથી. તેમણે મોક્ષ વિષે કોઈક શાસ્ત્ર કહેલું છે. તેથી શિવ અને વિષ્ણુ જગતનું હિત કરનારા છે. વસ્તુમાત્રની સ્થિતિ વિષ્ણુ કરે છે ને સંહાર શિવ કરે છે. તે બંને પોતપોતાના મોક્ષ શાસ્ત્રોના પ્રવતકો છે.

ब्रह्मौव ताह्शं यस्मात्सर्वात्मकतयोदितौ ||૧૨||

    આથી શિવ અને વિષ્ણુરૂપે બ્રહ્મ જ થયા છે. તેથી તેમને તે શાસ્ત્રમાં સર્વાત્મકરૂપે કહ્યા છે.

नर्दोषपूर्ण गुणता तत्तच्छास्त्रे तयोः कृता१२

भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि||૧૩||
भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः१३ ૧/૨

    શિવ અને વિષ્ણુનું નિર્દોષપણું અને પૂર્ણગુણપણું તેમના તે તે શાસ્ત્રોમાં બતાવેલું છે. તેથી શિવ અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષરૂપી ફળ આપવા માટે સમર્થ છે, છતાં પણ શિવ દ્વારા ભોગ અને વિષ્ણુ દ્વારા મોક્ષ મળે છે, એવો નિર્ણય જોવા મળે છે.

लोकेsपि यत्प्रभुर्भुंग्क्ते तन्न यच्छति कहिर्चित ||૧૪||

    દુનિયામાં પણ માલિક પોતે જ ભોગવે છે, તે કોઈ પણ વખતે બીજા(સેવકો) ને આપતા નથી.

अतिप्रियाय तदपि दीयते व्कचिदेव हि |

नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः ||૧૫||
प्रत्येकं साधनं चैतद द्वितीयार्थे महाछ्र्मः
||૧૫ ૧/૨||

    તો પણ પોતાના અત્યંત પ્રિય ભક્તને શિવજી કોઈક જ વખત મોક્ષ અને વિષ્ણુ ભોગ ચોક્કસ આપે છે, જે દેવના સેવક બનવામાં આવે, તેને તેમનો તે પ્રકારનો આશ્રય સિદ્ધ થાય છે. પ્રત્યેક દેવ બંને ફળ આપવા માટે સાધનરૂપ છે, પરંતુ શિવજીને મોક્ષ આપવામાં અને વિષ્ણુને ભોગ આપવામાં અત્યંત પરિશ્રમ છે.

जीवा स्वाभावतो दुष्टा दोषाभावाय सर्वदा ||૧૬||
श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्य हि सिद्दयति |

मोक्षस्तु विष्णोः सुलभो भोगश्च शिवतस्तथा ||૧૭||

    જીવમાત્ર સ્વભાવથી દોષવાળો છે, તે દોષોને દૂર કરવાં સારુ હંમેશાં શ્રવણ વગેરે નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરવી. તેથી આ લોક અને પરલોક સંબંધી સર્વ કર્યો ચોક્કસ સિદ્ધ  થાય છે. મોક્ષ વિષ્ણુથી અને ભોગ શિવથી સુલભ  છે.

समर्पणेनात्मनो हि तदीयत्वं भवेदध्रुवम |

अतदीय तयाचापि केवलश्चेत समाश्रितः ||૧૮||

    સર્વ વસ્તુઓ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાથી જીવને ચોક્કસ તદીયાતા (ભગવદીયતા) થાય છે. તદીયતાના અભાવમાં પણ માત્ર પ્રભુનો આશ્રય રાખવો, જેથી સારી ગતિ પ્રાપ્ત થાય છે.

तदाश्रयतदीयत्व बुद्धयै किंचित्समाचरेत |

स्वधर्ममनुतिष्ठन्वै भारद्वैगुण्य मन्यथा ||૧૯||

    શરણાગતિ અને તદીયતાને જાણવા સારુ સ્વધર્મ – વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું અને શરણાગતિના સાધનોનું યથાશક્ય સારી રીતે આચરણ કરવું, નહીં તો ભાર બેવડો થાય છે.

इत्येवं कथितं सर्व नैताज्ज्ञाने भ्रमः पुनः||૧૯ ૧/૨||

    આ પ્રમાણે સર્વ સિદ્ધાંતોનો સાર મે કહ્યો છે, તે જાણ્યા પછી ફરીથી કોઈ પણ પ્રકારનો સંદેહ- ભ્રમ નહીં થાય.

इति श्रीवल्लभाचार्य विरचितो बालप्रबोधः सम्पूर्णः

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ