Importance of Shree Girirajji in Pushtimarg
પૃથ્વી પર શ્રીગોવર્ધનનું પ્રાગટ્ય: ભારત દેશની પશ્ચિમ દિશામાં અત્યંત પ્રાચીન કાળમાં શાલ્મલી દ્વીપ આવેલો છે . તે આજે દક્ષિણ આફ્રિકા તરીકે પ્રસિદ્ધ છે. તે દ્વીપ ઉપર દેવસ્વરૂપ દ્રોણ પર્વત તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને ત્યાં ગોવર્ધન પર્વતનો પુત્ર રૂપે જન્મ થયો , ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. હિમાલય , સુમેરુ વગરે સર્વ પર્વત તેમના દેવસ્વરૂપે ત્યાં આવ્યા. તેમણે ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી , તેમની પ્રદક્ષિણા કરી , તેનું વિધિપૂર્વક પૂજન કરી , તેમની સ્તુતિ કરતાં કહ્યું : હે ગોવર્ધન! તમે ગોલોકમાં વૃંદાવનમાં પ્રસિદ્ધ રીતે બિરાજો છો. તમે પ્રભુના અત્યંત પ્રિય છો , માટે તમે અહી પણ અમારા સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છો , તેથી અમે આપને આજથી ગિરિરાજ કહીશું. ત્યારથી શ્રીગોવર્ધન પર્વત પૃથ્વી પર શ્રીગિરિરાજજીના નામે પ્રસિદ્ધ થયા. શ્રીગોવર્ધનનું વ્રજમાં આગમન: એક વખત પુલસ્ત્ય ઋષિ તીર્થયાત્રા કરતા શાલ્મલી દ્વીપમાં આવ્યા. તેમણે દ્રોણ પર્વત ને કહ્યું: હે દ્રોણ , તમે સર્વ પર્વતોના પતિ છો , સર્વ દેવો ...