શ્રીમદ પ્રભૂચરણ શ્રી ગુસાંઈજી નું પ્રાગટ્ય

 શ્રી ગુસાંઈજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ વધાઈ

શ્રી ગુસાંઈજી

    જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાંઈજી)  નું પ્રાગટ્ય વિક્રમ સંવ 1572 માં પોષ (વ્રજ) કૃષ્ણ નવમી  ના દિવસે ચરણાટ માં થયું. જે દિવસે આપનું પ્રાગટ્ય થયું તે દિવસે એક બ્રાહ્મણ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો,ત્યારે આપે આજ્ઞા કરી-"આજ પ્રભુ અને પુત્ર બંને પધાર્યા છે એટલે આમનું નામ  વિઠ્ઠલનાથજી રાખીશું. વિઠ્ઠલ નો અર્થ  અજ્ઞાનિયો ને જ્ઞાન રૂપી પ્રકાશ બતાવવા વાળો એવો થાય છે. બાળક પુષ્ટિમાર્ગ નો પૂર્ણ વિકાસ કરશે.

    માગસર (વ્રજ -પોષ) વદી આઠમ ના દિવસે રામદાસજી, શ્રીગિરિરાજજી ઉપર શ્રીનાથજી ના મંદિર માં શ્રીનાથજી ના શૃંગાર કરી રહ્યા હતા અને શ્રીકુંભનદાસજી કીર્તન કરી રહ્યા હતાત્યારે શ્રીનાથજીએ શ્રીરામદાસજી અને શ્રીકુંભનદાસજીને કહ્યું કે "રામદાસજી, કુંભનદાસજી તમે જાણો છો કે મારો જન્મદિવસ કાકાજી  (શ્રી ગુસાંઈજી) કેવો આનંદ અને ઉત્સાહ થી મનાવે છે"આવતીકાલે કાકાજીનો જન્મદિવસ છે માટે મારે ધામધૂમથી ઉજવવો છે. તમે જન્મદિવસ માટે સામગ્રી સિધ્ધ કરાવો અને મને આરોગાવો.

    શ્રીરામદાસજી વિનંતી કરે છે કે "કૃપાનાથ! શું સામગ્રી આરોગવાની ઈચ્છા છે"?

    શ્રીનાથજીએ આજ્ઞા કરી કે "રસરૂપી જલેબી સીધ્ધ કરો."શ્રીનાથજી ની આજ્ઞાને શિરોમાન્ય ગણી શ્રીરામદાસજી અને શ્રીકુંભનદાસજીએ કહ્યું કે “જેવી આપની આજ્ઞા”.

    શ્રીસદુપાંડેએ શ્રીરામદાસજીની વાત ને વધાવી લેતા કહ્યું કે “ઘી, મેંદો વગેરે જોઈતી સામગ્રી હું મારા ઘરેથી પધરાવીશ. શ્રી કુંભનદાસજીએ 2 પાડા અને 2 પાડી વેચી ને રૂ. 5 શ્રીરામદાસજીને સામગ્રી માટે આપ્યા. તેમાથી ખાંડ મંગાવી. આખી રાત સહુ ભેગા મળી જલેબીની સામગ્રી સિધ્ધ  કરી.

    બીજે દિવસે જ્યારે શ્રીગુસાંઇજી શ્રીગિરિરાજજી ઉપર પધાર્યા ત્યારે આપ જોવે છે કે પ્રભુ ને સામગ્રીમાં ટોપલા ને ટોપલા ભરીને જલેબી જ આરોગાવી છે.ત્યારે શ્રીગુસાંઈજી શ્રીરામદાસજીને પૂછે છે તો શ્રીરામદાસજી જણાવે છે કે શ્રીનાથજીએ આજ આપનો જન્મદિવસ મનાવ્યો છે. બધા સેવકોને આજ્ઞા કરી તે પ્રમાણે સિધ્ધ થઈ છે.

   આજકાલ આપણે બધા એકબીજાને surprise બહુ આપીએ છીએ,આપણા પુષ્ટિમાર્ગ માં પહેલી surprise શ્રીનાથજી એ શ્રી ગુસાંઈજી ને તેમના જન્મદિવસ પર આપેલી.આ રીતે શ્રીગુસાંઈજી ના ઉત્સવ ને જલેબી ઉત્સવ પણ કહેવાય છે.

     શ્રીકુંભનદાસજી એ પદ ગાયું છે:

આજ બધાઇ શ્રી વલ્લભ દ્વાર |

પ્રકટ ભયે પુરન પુરુષોતમ પુષ્ટિ કરન વિસ્તાર ||||

ભાગી ઊદે સબ દૈવી જીવન કે નિ:સાધન જન કીયે ઉધ્ધાર |

“કુંભનદાસ” ગિરિધરન જુગલ વપુ નિગમ અગમ સબ સાર ||||

 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ