Makarsankranti Utsav In Pushtimarg 2023

     ભોગીસંક્રાંતિ

  

  આ દિવસ મકરસંક્રાંતિના એક દિવસ પહેલા આવે છે.આ દિવસે શ્રીજીને અભ્યંગ સ્નાન આપવામાં આવે છે. નવા લાલ રંગ છીટના વસ્ત્રવાઘા ઘેરદારપાઘ લાલ છીટ છજેદારસાદી ચંદ્રિકા અને ઠાડુ વસ્ત્ર સફેદ ધરવામાં આવે છે. શ્રીજીને ૪ કર્ણફૂલહીરા અને મોતીના આભૂષણો ધરવામાં આવે છે. શ્રીજીને ભોગમાં બુંદીલાડુછાસવડાઅળદ ના પુડલામાખણઘીગોળખાંડની કટોરી૨ શાકસેવ બિલસારુંપકોડીની કઢી, છૂટીદાળ, ૨ પ્રકાર ના ભૂજેના અને બુંદી છાસ ધરવામાં આવે છે.

પરમનાંદદાસજી એ ગાયું છે:

ભોગી ભોગ કરત સબ રસકો

નંદનંદન જશોદાકો જીવન ગોપીન પ્રાણ પતિ સર્વસ્વકો||||

તિલભર સંગ તજત નહીં નિજજન,ગાન કરત મનમોહન જસકો

તિલતિલ ભોગ ધરત મનભાવન,પરમાનંદ સુખદેત હે રસકો||||

 

 

મકરસંક્રાંતિ




    મકરસંક્રાંતિની ઉજવણી સૂર્યના ઉત્તરાયણ પ્રવેશ સાથે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મેષ, વૃષભ, મકર, કુંભ, ધનુ રાશિ વગેરે બાર રાશિમાં સૂર્યના બાર સંક્રમણો છે અને જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. સૂર્યનો ઉત્તરાયણ પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ઉત્તરાયણ શરૂ ન થાય ત્યાં સુધી ભીષ્મ બાણશૈયા પર પડેલા હતા.

મકરસંક્રાતિ ના દિવસે રાજભોગમાં તલ ની સામગ્રી નો ભોગ આવે છે. આ તલ ની સામગ્રી ખાંડ અને ગોળ દ્વારા કરવામાં આવે છે.

    શિયાળામાં ગોળ અને તલ ગરમ વસ્તુ માનવમાં આવે છે તેથી જ ઠાકોરજીના સુખ નો વિચાર કરીને જ તે સામગ્રી ધરવામાં આવે છે. ત્યારબાદ પુષ્ટિરીત પ્રમાણે ઋતુ અનુસાર રાગ ભોગ અને શૃંગારથી લાડ લડાવવામાં આવે  છે.

    મકરસંક્રાંતિ ના દિવસે પુષ્ટિસંપ્રદાયમાં ઠાકોરજી સન્મુખ સંધ્યા આરતી અને સેન દર્શનમાં પતંગ ઉડાવવાના પદ ગવાય છે અને પ્રભુ તે દિવસે સાતધાન (ઘઉં,ચોખા,જુવાર,મગ,બાજરી,તુવેર,ચોળા)નો ખીચડો આરોગે છે.

નંદદાસ નું પદ છે:

કાન્હ અટા ચડી ચંગ ઉડાવત હો અપુને આંગન હું તે હેરો|

 લોચન ચારભણ નંદનંદન કામ કટાક્ષ ભયો ભટુ મેરો||||

કિતો રહી સમુજાય સખીરી હટકર ન માનત બહુ તેરો|

નંદદાસ પ્રભુ કબહોં મિલે હૈં એંચત ડોર કીધો મન મેરો||||

    આમ,સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. ભગવાન સૂર્યનું ઉત્તરાયણ આ દિવસે થાય છે.ઉત્તરાયણમાં જે વ્યક્તિ પોતાનો જીવ આપે છે તેને ગોલોકવાસ મળે છે.

    મકરસંક્રાંતિ ના ઉત્સવ પછી પ્રથમ એકાદશી એટલે ષટ્તિલા એકાદશીનું પણ વિશેષ મહત્વ છે. એકાદશીના દિવસે ઠાકોરજીને સામગ્રી પણ તલની જ આવે છે અને આ દિવસે દાન નું પણ વિશેષ મહત્વ છે. “તલ ની સામગ્રી માં એક તલ જેટલો બીજા તલથી નજીક હોય તેટલોજ ભગવાન પોતાના નિજજન ને નજીકતા પ્રદાન કરે છે.”       

 પુષ્ટિમાર્ગ વિષે  વધુ જાણો:

Bramhsambandh: Pushtimargiya diksha

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ