Importance of Tilak in Pushtimarg

 

          જેમ બ્રહ્માંડ પરમાત્માનું આધિભૌતિક છે, તેવી રીતે માનવ શરીર પણ આત્માનું આધિભૌતિક સ્વરૂપ છે. શાસ્ત્રોમાં, માનવ શરીરને બ્રહ્માંડ તરીકે વર્ણવવામાંઆવ્યું છે. બ્રહ્માંડમાં ભગવાનના બાર ભાગોનું પ્રતિનિધિત્વ કરતી બાર દુનિયાઓ છે. રીતે, માનવ શરીર પણ બાર મુખ્ય ભાગો ધરાવે છે. બાર ભાગોમાંના દરેકને તેના સંબંધિત ‘demigods’ છે જે તે ચોક્કસ ભાગના નિયંત્રક છે. આમ, દરેક ભાગ પર તિલક લગાવવામાં આવે છે પણ ભાવના મર્યાદા માર્ગની છે.પુષ્ટિમાર્ગ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણના ચરણને પકડવા માટે તિલક લગાડવામાં આવે છે. તિલક ભાવના સાથે કરવામાં આવે છે કે ભગવાનના ચરણ ચિન્હો હંમેશા આપણા માથા પર રહે. તિલક આપણા શરીર પર બાર જગ્યાએ કરવામાં આવે છે.

           તિલકનો આકાર : 

પુરુષો માટે યુ આકાર નો ઉધર્વપુંડ અથવા દંડાકાર તિલક કપાળ પર કરવું જોઈએ. મહિલાઓએ કપાણ પર માત્ર ગોળ ટીકી કરવી જોઈએ.

          કેટલીક સાવચેતી:

  •         તિલક બહું પાતળું કે બહું મોટું હોવું જોઈએ.
  •           તેમાં તૂટેલી રેખા હોવી જોઈએ.
  •         તિલક સ્પષ્ટ અને સુંદર થવું જોઈએ.
  •         તિલક નાકના મૂળથી કપાણ શુદ્ધિ શરૂ થવું જોઈએ.
  •         તિલકના આંતરિક ભાગની જગ્યામાં બિંદુ અથવા અન્ય પ્રતીકો કરવા જોઈએ જે દર્શાવે છે કે પ્રભુના ચરણ ખાલી નથી પરંતુ તેમાં વિવિધ ચિન્હો છે.

          આપણા શરીર પર  બાર જગ્યાએ તિલક ધારણ થાય છે અને તિલક ધારણ કરતાં સમયે ક્યાં ક્યાં નામ બોલાય છે તે નીચે દર્શાવે છે.

શરીર ના અંગો

Demigods

લલાટ

શ્રી કૈશવાય નમ:

નાભી

              શ્રી નારાયણાય નમ:

હૃદય

શ્રી માધવાય નમ:

ગળા ઉપર

શ્રી ગોવિંદાય નમ:

જમણું કટી

શ્રી વૈષ્ણવે નમ:

ડાબું કટી

શ્રી વામનાય નમ:

જમણો હાથ

શ્રી મધુસુદનાય નમ:

ડાબો હાથ

શ્રી ગોવર્ધનાય નમ:

નાભીના પાછળના ભાગમાં

શ્રી પ્રધ્યુમનાય નમ:

ગરદનની પાછળની બાજું

શ્રી દામોદરાય નમ:

જમણો કર્ણ

શ્રી ત્રિવિક્રમાય નમ:

ડાબો કર્ણ

શ્રી હૃષીકેશાય નમ:

     

તિલકનું મહત્વ:

·        તિલકનું સૌથી મોટું મહત્વ છે કે ભક્ત ભગવાન શ્રીકૃષ્ણના પગ જેવા કમળ લલાટ પર ધરાવે છે.   પરાશર માધવિયા અનુસાર જે કોઈ ભગવાનના ચરણના આકારનું તિલક રાખે છે, તે શુદ્ધ બને છે અને ધારો કે તેનું મૃત્યુ પણ થઈ જાય તો તેનો આત્મા વિષ્ણુલોકને મળે છે.  પદ્મપુરાણ  અને સ્કંધ પુરાણ અનુસાર, જે કોઈ કપાળ પર પ્રસાદી તિલક ધારણ કરે છે તે ભગવદીય છે અને તેને અગ્નિહોત્ર જેવુ જં ફળ મળે છે.

·        તમામ ધાર્મિક વિધિઓને અનુસરવા છતાં, જો કોઈ વ્યક્તિ તિલક નથી કરતો તો તે વ્યક્તિને વિષ્ણુ દ્રોહી માનવમાં આવે છે.  ભગવાન સાથે દૈવી લગ્નનું શુભ ચિન્હ તિલક છે. જો કોઈ તિલક કરે તો તે વિધવા ગણાય છે.

        



તિલક નું વૈજ્ઞાનિક મહત્વ:

          કપાળ પર તિલક ધારણ કરવાથી મસ્તિષ્કને શાંતી અને શીતળતા મળે છે તથા serotonin અને     b-endorphin નામના રસાયણો નો સ્ત્રાવ સંતુલિત માત્રામાં થવા લાગે છે. આ રસાયણ ની કમીના કારણે ઉદાસીનતા અને નિરાશાના ભાવ મનમાં ઉત્પન્ન થવા લાગે છે. જેથી કરીને તિલક ઉદાસીનતા અને નિરાશાથી મુક્તિ પ્રદાન કરવા માટે સહાયક છે.


        આપણે એક નાનકડી વાર્તા દ્વારા સમજીયે કે તિલકનું આપણા જીવનમાં શું મહત્વ છે.  

        એક વાર એક સસલું જંગલમાંથી જઈ રહ્યું હતું. એને જંગલના રાજાનું નિશાન જોયું. સસલું ત્યાં ગોળ સર્કલ કરીને ત્યાં બેસી ગયું. થોડીવાર પછી એક શિયાળ આવ્યું અને સસલાને કહ્યું કે હું તને ખાઈ જઈશ. સસલાએ કહ્યું કે તને ખબર છે પંજાનો નિશાન કોનો  છે? સસલાએ કીધું કે પંજાનો નિશાન જંગલના રાજાનો છે અને મને કહીને ગયા છે કે નિશાન સાચવીને રાખજે અને જો કોઈ તને હેરાન કરે તો મને કહી દેજે, હું એને મારી નાખીશ. શિયાળ ડરીને ભાગી ગયું. બધા પ્રાણીઓ આવ્યા પણ સસલાની વાત સાંભળીને જતાં રહ્યા.

          સાંજે જંગલ નો રાજા આવ્યો જેના પંજાનો નિશાન હતો અને બોલ્યો કે હું તને ખાઈ જઈશ. સસલાએ કહ્યું કે તમે મને ખાવાતો તૈયાર છો પણ પહેલા બોલો કે તમારામાં વધારે શક્તિ છે કે તમારા પંજાના નિશાનમાં? સિંહએ કહ્યું મારામાં. સસલાએ કહ્યું કે તમે મને મારવા તૈયાર તો થઈ રહ્યા છો પણ આપના પંજાના નિશાને મને આખો દિવસ જંગલી પ્રાણીઓથી બચાવીની રાખ્યો છે. પંજાના નિશાનને સંભાળીને બેઠો તો આખો દિવસ મને કોઈ સ્પર્શ ના કરી શક્યું. હવે તમે મને મારશો તો લોકો કહેશે કે આપના પંજાના નિશાનમાં સામર્થ્ય વધારે અને તમારામાં ઓછું. બધું સાંભળી સિંહને પણ દયા આવી ગઈ. સિંહએ કહ્યું કે તું મારા ચરણોની છાપ સંભાળીને બેઠો હતો એટલે હું તારા પર ખુબજ પ્રસન્ન થયો છું અને તને વરદાન આપું છું કે જે ભી પ્રાણી તને હેરાન કરશે તેને હું મારી નાખીશ. તું જંગલમાં મુક્ત થઈને ફર, કોઈનું સામર્થ્ય નથી કે તને સ્પર્શ પણ કરી શકે.

          હવે વિચાર કરો જે સસલું જંગલના રાજાના ચરણોની છાપ સંભાળી ને બેઠો હતો તોય પણ કોઈ પ્રાણી એનું કઈ પણ બગાડી શક્યા નહીં તો વૈષ્ણવો તો શ્રીકૃષ્ણના ચરણોની છાપ સંભાળીને બેઠા છે તો વિશ્વનું શું સામર્થ્ય કે એનો વાળ પણ વાંકો કરી શકે.    



પુષ્ટિમાર્ગમાં તુલસી માળા નું મહત્વ 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ