જેઠ સુદ ૧૫ જ્યેષ્ઠાભિષેક — સ્નાનયાત્રા

સ્નાયાત્રાના આગલા દિવસ ને જલયાત્રા કહેવાય છે, કારણ કે જ્યારે જયેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે પ્રભુને જ્યેષ્ઠાભિષેક (સ્નાન) કરાય, તે માટે તીર્થ સ્થળે જઇ, પવિત્ર નદીઓના જલ ભરવા જાય અને શયનભોગ ધરીને જલ ભરી લાવી તેનું અધિવાસન કરાય છે.

"અધિવાસન" એ એક પ્રક્રિયા છે જેમાં ફૂલો, સિંદૂર વગેરેથી પૂજન કરવામાં આવે છે. તે દરમિયાન 'કદંબ', 'કમળ', 'ગુલાબની પાંખડી', 'જુહી', 'રાવેલ', 'મોગરા', 'તુલસી', નિવેરા વગેરે 8 પ્રકારનાં ફૂલો જમુના જળ માં મિશ્ર કરવા માં આવે છે. 'ચંદન', 'ગુલાબ જળ' વગેરે જેવી અન્ય સામગ્રીઓ પણ આ 'જલ'માં મિશ્ર થઈ જાય છે. આ 'જલ' આખી રાત રહે છે અને 'જ્યેષ્ઠ નક્ષત્ર' દરમિયાન વહેલી સવારે, શ્રી પ્રભુને 'સ્નાન' અથવા 'જ્યેષ્ઠ અભિષેક' કરવામાં આવે છે. જેથી તેને સ્નાન યાત્રા કહેવાય છે.

સ્નાન યાત્રાની ભાવના એ છે કે, 'વ્રજભક્તો' એ 'જ્યેષ્ઠ' ભક્તો એટલે કે શ્રી પ્રભુના મુખ્ય ભક્તો છે. આ કારણે વ્રજભક્તો શ્રી પ્રભુ સાથે શ્રી યમુનાજી સાથે 'જલક્રીડા'નો મનોરથ કરે છે. આ મનોરથ 'જ્યેષ્ઠ પૂનમ' ના રોજ થયો હતો તેથી તે આ દિવસે ઉજવવામાં આવે છે. 

શ્રી પ્રભુ વ્રજ ભક્તોની સંપૂર્ણ શરણાગતિમાં છે જેઓ 'જ્યેષ્ઠ ભક્તો' તરીકે લાયક છે અને તેથી ઉત્સવને 'જ્યેષ્ઠાભિષેક' તરીકે પણ ઓળખવામાં આવે છે.
બીજી ભાવના એ છે કે વૃદ્ધ નંદબાબા એ વિચાર કર્યો કે મારા પુત્ર શ્રીકૃષ્ણને મારી જગ્યાએ વ્રજના રાજા તરીકે, રાજયાભિષેક કરી દઉં, કુલગુરૂ ગર્ગાર્ચાર્યજી એ રાજ્યાભિષેક માટે જેઠ સુદ ૧૫ નું મુર્હુત કાઢયું. રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓના જલ મંગાવ્યા. જેઠ સુદ — ૧૫ સૂર્યોદય પહેલા પ્રભુ શ્રી કૃષ્ણને સફેદ ધોતી ઉપરણા પહેરાવી સિંહાસન ઉપર પધરાવી શ્રીગર્ગાચાર્યજીએ પવિત્ર નદીઓનાં જળથી અભિષેક કરાવ્યો. ૠષિમુનીઓ એ પુરુષ સુક્ત ના મંત્રોચ્ચાર કર્યા.
 શ્રીનંદરાયજીએ પોતાના પુત્ર શ્રીકૃષ્ણ નો રાજ્યાભિષેક કર્યો . આ અભિષેક જયેષ્ઠા નક્ષત્રમાં થવાથી તે જયેષ્ઠાભિષેક કહેવાયો. વ્રજરાજકુંવર હવે વ્રજરાજ બન્યા. વ્રજવાસીઓએ વ્રજરાજને નજરાણામાં ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી. પ્રભુએ વ્રજભક્તો સાથે જલક્રીડા અને નાવવિહાર લીલા કરી છે.
સ્નાન યાત્રા માં શ્રી યમુનાજીના ભાવના પદ બોલાય અને જળના મનોરથો પ્રભુ આજે સ્નેહપુર્વક અંગીકાર કરે છે. જલવિહાર ની નાવમાં પ્રભુ બિરાજે છે. નાવમાં બિરાજતા પ્રભુના દર્શન ની ઝાંખી કરાય છે. શ્રીગુસાંઇજીએ રાજભોગ સમયે પ્રભુની અનુપમ ઝાંખી કરતાં જ પદ ની રચના કરી હતી“ब्रजराज विराजित घोषवरे वर्णीय मनोहर रूप धरे"

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ