Importance of Shree Girirajji in Pushtimarg
પૃથ્વી
પર શ્રીગોવર્ધનનું પ્રાગટ્ય:
ભારત દેશની પશ્ચિમ દિશામાં અત્યંત પ્રાચીન
કાળમાં શાલ્મલી દ્વીપ આવેલો છે.
તે આજે દક્ષિણ આફ્રિકા તરીકે પ્રસિદ્ધ છે. તે દ્વીપ ઉપર દેવસ્વરૂપ
દ્રોણ પર્વત તેમની પત્ની સાથે રહેતા હતા.
તેમને ત્યાં ગોવર્ધન પર્વતનો પુત્ર રૂપે જન્મ થયો,
ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. હિમાલય,સુમેરુ વગરે સર્વ
પર્વત તેમના દેવસ્વરૂપે ત્યાં આવ્યા. તેમણે ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી, તેમની પ્રદક્ષિણા કરી, તેનું વિધિપૂર્વક પૂજન કરી,તેમની સ્તુતિ કરતાં કહ્યું : હે ગોવર્ધન! તમે ગોલોકમાં વૃંદાવનમાં
પ્રસિદ્ધ રીતે બિરાજો છો. તમે પ્રભુના અત્યંત પ્રિય છો, માટે
તમે અહી પણ અમારા સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છો, તેથી અમે આપને
આજથી ગિરિરાજ કહીશું. ત્યારથી શ્રીગોવર્ધન પર્વત પૃથ્વી પર શ્રીગિરિરાજજીના નામે
પ્રસિદ્ધ થયા.
શ્રીગોવર્ધનનું વ્રજમાં આગમન:
એક વખત પુલસ્ત્ય ઋષિ તીર્થયાત્રા કરતા શાલ્મલી દ્વીપમાં
આવ્યા. તેમણે દ્રોણ પર્વત ને કહ્યું: હે દ્રોણ, તમે સર્વ પર્વતોના પતિ છો, સર્વ દેવો તમારું પૂજન કરે છે.હું તમારી પાસે તમારા પુત્ર ગોવર્ધનને
માગવા આવ્યો છું. ભારતમાં કાશીનગરીમાં વિશ્વનાથ ભગવાન બિરાજે છે. ત્યાં સાક્ષાત
ગંગાજી છે,ત્યાં મુત્યુ પામનારનો તરત જ મોક્ષ થઈ છે,પરંતુ ત્યાં કોઈ પર્વત નથી. હું ગોવર્ધનને કાશીનગરીમાં ગંગાજીના કિનારે
રાખીસ અને તેની એકાંત કંદરામાં બેસી હું તપ કરીશ. માટે તમે ગોવર્ધન પર્વત આપો.
દ્રોણે કહ્યું: હે મહામુની! મારો પુત્ર ગોવર્ધન મને અત્યંત
પ્રિય છે,
પરંતુ હું તમારો સ્વભાવ જાણું છું. તમારા શાપના ડરથી હું તમને ગોવર્ધન આપું છું.
ગોવર્ધને કહ્યું: હે મહામુની! હું આઠ ગાવ લાંબો છું, બાર ગાવ ઉંચો છું અને
પાંચ ગાવ પહોળો છું. તમે મને કેવી રીતે લઈ જાશો?
હે ગોવર્ધન, તું મારા જમણા હાથની હથેળીમાં બેસીજા. મારા તપના તેજથી તને સુખ થાય તેવી
રીતે, હું તને કાશી લઈ જઈશ.
હે મુનિ! તમે જે સ્થળે પૃથ્વી પર મને મુકશો, ત્યાંથી પછી હું ઉઠીશ
નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. મારી પણ પ્રતિજ્ઞાછે કે હું કાશીનગરી પહોંચુ, ત્યાં સુધી તને નીચે મૂકીશ નહીં.
પુલસ્ત્ય ઋષિ તેમના જમણા હાથની હથેળીમાં ગોવર્ધન પર્વતને
ધારણ કરી,
કાશીની દિશામાં ચાલ્યા. રસ્તામાં વ્રજમંડળ આવ્યું. ગોવર્ધન પર્વતને પોતાના ગોલોકધામના
સ્વરૂપનું અને પ્રભુની આજ્ઞાનું સ્મરણ
થયું. તેમણે વિચાર કર્યો: સાક્ષાત પ્રભુ અહી પ્રગટ થશે. આ વ્રજમંડળમાં બાળલીલા,કિશોરલીલા,દાણલીલા, માનલીલા એમ
અનેકવિધ લીલાઓ કરશે,માટે હું અહી જ રોકાઈ જાવ.
![]() |
| શ્રી ગિરિરાજી |
ગોવર્ધન પર્વતે પોતાના દેહનો ભાર ખૂબ વધાર્યો, તેથી પુલસ્ત્ય ઋષિ
પોતાની પ્રતિજ્ઞા ભૂલી જઈ, થાક ખાવા માટે ગોવર્ધન પર્વતને તે
વ્રજમંડલની ભૂમિ ઉપર મૂકી,સ્નાન-જપ કરવા ગયા.
મુનિએ પાછા આવી ગોવર્ધનને ઉઠાવવા માંડયો, પરંતુ તે જરાય ચસક્યો
નહીં. મુનિએ ખૂબ બળ વાપર્યુ. ત્યારે ગોવર્ધને મુનિને યાદ અપાવ્યું કે:મે પ્રતિજ્ઞા
કરી હતી-તમે પૃથ્વી પર મુકશો, ત્યાંથી હું ઉઠીશ નહીં.
પુલસ્ત્ય ઋષિ ખૂબ ગુસ્સે થયા. તેમણે ગોવર્ધન પર્વતને શાપ આપ્યો: તે મારી ઈચ્છા
પૂરી કરી નથી, માટે તું દરરોજ એક તલ જેટલો ઘટતો જઈશ. આમ શાપ
આપી, પુલસ્ત્ય ઋષિ કાશી તરફ ગયા. ગોવર્ધન પર્વત સદાકાળ
વ્રજમાં જ રહ્યા.
શ્રીગિરિરાજજીની પરિક્રમા:
શ્રીગિરિરાજજીની પરિક્રમા કરવાનું માહાત્મ્ય ઘણું જ છે.
શ્રીગિરિરાજીની પરિક્રમા કરવાથી અનિષ્ટ દૂર થઈ છે અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થઈ છે.
વૈષ્ણવો સિવાય અન્ય ધર્મવાળાઓ પણ શ્રીગિરિરાજજીની પરિક્રમા કરે છે. શ્રીગિરિરાજીની
પરિક્રમા નવ કોસી,સાતકોસી અને પાંચકોસી એમ ત્રણ પ્રકારની થાય છે.
નવ કોસીની પરિક્રમા: શ્રીગિરિરાજજી દંડોતી શિલાએ
દંડવત કરીને ગોવર્ધન,માનસીગંગા, ઉદ્ધવકુંડ,
રાધાકૃષ્ણકુંડ ત્યાંથી પાછા ગોવર્ધન, ત્યાંથી ચંદ્રાસરોવર,આન્યોર, ગોવિંદકુંડ,પૂછરી, સુરભિકુંડ થઈને દંડોતી શિલાએ આવવાથી નવ કોસ થાય છે.
સાત કોસની પરિક્રમા:દંડોતી શિલાથી પ્રારંભ કરી ઉપર
મુજબના સ્થળોની પરિક્રમા કરતાં એક ચંદ્રાસરોવર નો ભાગ છોડી દેવાથી સાત કોસ થાય છે.
પાંચ કોસની પરિક્રમા: દંડોતી શિલાથી ગોવર્ધન, આન્યોર, પૂછરી, સુરભિકુંડ થઈ દંડોતિ શિલાએ આવતા પાંચ કોસ
થાય છે.
ઉપરના સર્વ
પ્રકારોમાં સાત કોસની પરિક્રમા વિશેષ પ્રચલિત છે. કેટલાક દૂધની ધારા કરતાં-કરતાં
પરિક્રમા કરે છે અને કેટલાક દંડવતી પરિક્રમા પણ કરે છે. ઘણા શ્રીગિરિરાજીની
માનતા-બાધા રાખે છે. તેમની મનોકામના પૂર્ણ થતાં તેઓ સ્વયં પગે ચાલીને કે દંડવતી
પરિક્રમા કરે છે. અથવા દંડવતી પરિક્રમાની બાધા હોય તો વ્રજવાસીઓને કંઈક આપીને
તેમની પાસે દંડવતી પરિક્રમા કરાવે છે.પરંતુ બીજા પાસે પરિક્રમા કરાવવા કરતાં પોતે, પગે ચાલીને,માનસિક અષ્ટાક્ષર મંત્ર જપ કરતાં-કરતાં જે પરિક્રમા થાય તે ઉતમ પ્રકાર છે.
![]() |
| દંડવતી પરિક્રમા કરતાં શ્રી વ્રજરાજ કુમાર મહોદય |
દંડવતી
પરિક્રમા કરનાર સાષ્ટાંગ દંડવત કરતાં માથા ઉપર પોતાના હાથ જેટલા લાંબા થઈ તેટલા
લંબાવીને ત્યાં એક લીટો કરે અથવા નિશાન રાખે છે. પછી ઊભા થઈ ત્યાંથી બીજી વખત
દંડવત કરે. આવી દંડવતી પરિક્રમા ૫-૭,૯-૨૭,કે ૧૦૮ પણ થાય છે. પરિક્રમા કરનાર વ્યક્તિ
જેટલી પરિક્રમા કરવી હોય તેટલા પથ્થર રાખે છે, પછી ઉપર મુજબ
એક વાર દંડવત કરી, એક પથ્થર મૂકે. તેવી રીતે જેટલી પરિક્રમા
કરવી હોય તેટલા પથ્થર મૂકે છે.
ગો. શ્રી ઈંદિરાબેટીજીએ શ્રીગિરિરાજજીનો થયેલ અનુભવ સ્વમુખે નીચે મુજબ વણવ્યો હતો:
અમારા પૂ.દાદાજી મહારાજે વ્રજ-પરિક્રમાનું આયોજન કર્યું,ત્યારે હું ખૂબ નાના હતી.
પરિક્રમામાં જ્યારે શ્રીગિરિરાજજીની તળેટીમાં મુકામ હતો ત્યારે અમે બાળકો રમવા
માટે શ્રીગિરિરાજીના નાના-નાના શીલખંડો વીણી લાવી, તેનાથી
રમતા હતા. તેમાં અમને ખૂબ આનંદ આવવાથી કેટલાક સુંદર નાના શીલખંડો રમવા માટે મે
મારા ફ્રૉકના ખિસ્સામાં મૂકી દીધા. ત્યાં તો સ્વસ્છ આકાશમાં ચારે બાજુથી કાળા
વાદળો દોડી આવ્યા અને વાવાઝોડું થયું. બધે નાસભાગ થઈ ગઈ. વરસાદના મોટા-મોટા કરાઓ
પડવા લાગ્યા. અમારા પૂ.દાદાજી મહારાજે હેલો પડાવ્યો કે: જો કોઈએ ભૂલથી પણ
શ્રીગિરિરાજજી પધરાવ્યા હોય તો પાછા પધરાવી દો. આ સાંભળી મને ભય લાગ્યો. મે અમારા
પૂજ્ય શ્રીમાતૃચરણને કહ્યું કે: મારી પાસે શ્રીગિરિરાજજીનાં થોડા સ્વરૂપો છે.
અમારાં પૂ. માતૃચરણે તે સ્વરૂપોને શ્રીગિરિરાજજીમાં પધરાવી,
મારી પાસે દૂધથી સ્નાન કરાવી, ભોગ ધરાવી, ક્ષમા મંગાવી. તરત જ સર્વ તોફાન શાન્ત થઈ ગયું. ત્યારથી મને શ્રીગિરિરાજજી ઉપર ખૂબ શ્રદ્ધા થઈ.
શ્રીગિરિરાજજીમાં મારો ભાવ આ પ્રસંગથી જ વધ્યો.
સૌરાષ્ટ્રના એક વૈષ્ણવનો અનુભવ પણ જાણવા
જેવો છે.
સૌરાષ્ટ્રના એક ગોસ્વામી બાળકની
વ્રજ-પરિક્રમાની કમિટીના તેઓ પ્રમુખ હતા. પૂ.મહારાજશ્રીનો મનોરથ શ્રીગિરિરાજજીને
૧૦૧ ડબા ઘીની સામગ્રીનો કુનવારો આરોગાવવાનો હતો. પરંતુ આ વૈષ્ણવ પોતાની વ્યવહારુ
બુદ્ધિથી ૫૧ ડબાનો આગ્રહ રાખતા હતા. ઘણી જ ચર્ચા વિચારણાને અંતે તેઓ ૭૧ ડબા માટે
સંમત થયા.
જાત્રાનો પડાવ જતીપુરામાં હતો, ત્યારે કુનવારા મનોરથને ચાર જ દિવસની વાર હતી. અનાયાસ
સાંજે ઝભ્ભો ઉતારતાં તે વૈષ્ણવના ડાબા શરીરને લકવાની અસર થઈ.પરિણામે સૌની દોડાદોડી
વધી ગઈ.ડૉકટરોની સારવારનું કોઈ તાત્કાલિક પરિણામ જણાયું નહીં. ત્યાં પૂ.
મહારાજશ્રીની આજ્ઞાથી એક વૈષ્ણવ તેમની પાસે આવ્યા અને તેમણે કહ્યું કે: પૂ.
મહારાજશ્રી તમારી બગડેલી તબિયતથી ચિંતિત છે. તેમણે શ્રીગિરિરાજબાવાને ૩૦ ડબા વધુ
અંગીકાર કરાવવાનો સંકલ્પ કર્યો છે, જેથી તમારી તબિયત સ્વસ્થ
બને.
આ સાંભળી પેલા વૈષ્ણવની આંખમાં આંસુ આવી
ગયાં. તેમણે લથડતી જીભે કહ્યું : આપ મારા માટે આટલો પરિશ્રમ લો તે બરાબર નથી. આ
સામગ્રી મારા તરફથી અંગીકાર થાય તેવી વિનંતી કરો. પેલા વૈષ્ણવે ફરીથી સંદેશો આપ્યો
કે આ વખતે તો તમારી ઈચ્છા પ્રમાણે નહીં બને, પણ વ્રજયાત્રા કમિટી
તરફથી ભલે બીજી ૩૦ ડબાની સામગ્રી અંગીકાર થાય. તે વૈષ્ણવે સંમતિ આપતાની સાથે જ
તેમનું શરીર હતું એવું તંદુરસ્ત થઈ ગયું. તેઓ તરત જ પથારીમાંથી ઊઠી, વધુ સામગ્રી સિદ્ધ કરાવવાની વ્યવસ્થામાં જાતે લાગી ગયા.
આમ, શ્રીગિરિરાજજી પોતાના
ભક્તોને કરેલ સંકલ્પને જરાય ઓછો સ્વીકારતા નથી. આવા તેમના પ્રતાપબળના અનેક અનુભવો,અનેક વૈષ્ણવોને આજે પણ થાય છે.


Jay Giriraj.
જવાબ આપોકાઢી નાખો🙏🙏
જવાબ આપોકાઢી નાખોJay Shree krishna🙏🏼
જવાબ આપોકાઢી નાખોJay shree Giriraj🙏🏼
👌🏼🙏🏼🙏🏼
જવાબ આપોકાઢી નાખોKhub j sundar
જવાબ આપોકાઢી નાખોGirirajdharn ki jay
જવાબ આપોકાઢી નાખો